Get The App

FPIની સરકારી સિક્યુરિટીઝમાં રૂ.4994 કરોડની વેચવાલી

- અલબત વેચવાલીની તીવ્રતા ઘટી

- જેપી મોર્ગનના ઈમર્જિંગ માર્કેટ્સ ઈન્ડેક્સમાં બોન્ડસના સમાવેશ બાદ રૂ.૭૧,૦૩૯ કરોડનું રોકાણ

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
FPIની સરકારી સિક્યુરિટીઝમાં રૂ.4994 કરોડની વેચવાલી 1 - image


મુંબઈ : વિદેશી રોકાણકારો-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) માટે સરકારી સિક્યુરિટીઝ (જી-સેક)માં આકર્ષણ સતત ઘટી રહ્યું છે. એફપીઆઈઝ દ્વારા જૂનમાં સેકન્ડરી અને પ્રાઈમરી ઈક્વિટી માર્કેટમાં ચોખ્ખી ખરીદીનો પોઝિટીવ આંક છતાં આ વિદેશી રોકાણકારોએ ભારતીય સરકારી બોન્ડસનું વેચાણ ચાલુ રાખ્યું છે, જો કે વેચવાલીની તીવ્રતા ઘટી છે.

પાછલા બે મહિનામાં વેચવાલીની તીવ્રતા ઓછી થઈ હોવા છતાં ડોલર સામે નબળો રૂપિયા, વૈશ્વિક રિસ્ક-ઓફ સેન્ટીમેન્ટ અને તાજેતરના રેપો રેટમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઘટાડાના પરિણામે વેચવાલી ચાલુ રહી છે.

ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેટા મુજબ એફપીઆઈઝએ ૨૭, જૂન સુધીમાં ફુલ્લી એક્સેસિબલ રૂટ (એફએઆર) હેઠળ રૂ.૪૯૯૪ કરોડના સોવરેન પેપર્સનું વેચાણ કર્યું છે. એપ્રિલ આ વેચાણ રૂ.૧૩,૩૬૦ કરોડનું અને મે મહિનામાં રૂ.૧૩,૧૬૫ કરોડનું થયું હતું.

જૂન ૨૦૨૪માં  જ્યારે ભારતીય બોન્ડસને જેપી મોર્ગન ઈમર્જિંગ માર્કેટ્સ ઈન્ડેક્સમાં સમાવવામાં આવ્યા હતા, ત્યારથી એફપીઆઈઝએ સરકારી સિક્યુરિટીઝમાં રૂ.૭૧,૦૩૯ કરોડ (અંદાજીત ૮.૫ અબજ ડોલર જેટલું)નું રોકાણ કર્યું છે. જેપી મોર્ગનના એનાલિસ્ટોએ અંદાજ મૂક્યો હતો કે, ઈન્ડેક્સમાં સિક્યુરિટીઝના ધીમે ધીમે સમાવેશના ૧૦ મહિનામાં સ્થાનિક બોન્ડ માર્કેટ ૨૦થી ૨૫ અબજ ડોલરનું રોકાણ આકર્ષિત કરી શકશે.

છેલ્લા બેથી ત્રણ મહિનામાં અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો નોંધપાત્ર નબળો પડયો છે. એપ્રિલ અને જૂન દરમિયાન રૂપિયો અમેરિકી ડોલર સામે ૮૩.૭૫થી આશરે રૂ.૧.૭૨૫ ઘટીને રૂ.૮૫.૪૭ આવી ગયો છે.

ઈરાન-ઈઝરાયેલ યુદ્વને કારણે બ્રેન્ટ ક્રુડના ભાવમાં પણ વધારો થયો છે. જૂન મહિનામાં ભારતમાં રોકાણના અનુકૂળ માહોલ અને ડોલરના નબળા પડવાના કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈઝ) સેકન્ડરી અને પ્રાઈમરી ઈક્વિટી માર્કેટમાં નેટ ખરીદદાર બન્યા હતા. જૂનના એફઆઈઆઈઝના ખરીદીના આંકડા ૨૭, જૂન ૨૦૨૫ સુધીના રૂ.૮૯૧૫ કરોડની નેટ ખરીદીના રહ્યા છે. ફોરેન ફંડો ફાઈનાન્શિયલ, કેપિટલ ગુડઝ અને રિયાલ્ટી શેરો ખરીદદારો હતા અને એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ અને આઈટીમાં વેચવાલ રહ્યા હતા.

એફઆઈઆઈએ બોન્ડ માર્કેટમાં વેચવાલી ચાલુ રાખી છે અનને યુ.એસ. અને ભારતીય બોન્ડ વચ્ચે ઓછા યીલ્ડ તફાવતને કારણે આ વલણ ચાલુ રહેવાની શકયતા નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.

FPIsના જી-સેકમાં ખરીદ અને વેચાણના  આંકડા

મહિનો        ખરીદ/વેચાણ

વર્ષ ૨૦૨૪    (રૃ.કરોડમાં)

જુલાઈ        ૧૭,૭૫૫

ઓગસ્ટ       ૨૨,૦૦૬

સપ્ટેમ્બર      ૧૭,૨૪૩

ઓકટો.        -૨૦૫૨

નવેમ્બર      -૫૫૪૧

ડિસેમ્બર      ૪૮૬૩

વર્ષ ૨૦૨૫

જાન્યુ.         ૧૪,૪૩૦

ફેબુ્રઆરી     ૧૪,૭૫૮

માર્ચ          ૧૯,૯૬

એપ્રિલ        -૧૩,૩૬૦

મે             -૧૩,૧૬૫

જૂન           -૪૯૯૪

Tags :