એપ્રિલના બીજા પાક્ષિકમાં FPIનો રોકાણ પ્રવાહ 4.5 અબજ ડોલર
- છેલ્લાં નવ મહિનામાં સૌથી લાંબો સમય ખરીદી
મુંબઈ : ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેર બજારોમાં માર્ચ મહિનામાં નેટ ખરીદદાર બન્યા બાદ એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં ૪.૫ અબજ ડોલરની જંગી ખરીદી કરી છે. જે છેલ્લા નવ મહિનામાં સૌથી લાંબો સમય ખરીદી નોંધાઈ છે.
વૈશ્વિક અસ્થિરતા અને અમેરિકી ડોલર નબળો પડવો, ક્રુડ ઓઈલના ભાવ ઘટવા સહિતના પરિબળો વચ્ચે આ વિદેશી રોકાણકારોનો જંગી રોકાણ પ્રવાહ નોંધાયો છે.
અગાઉ આ પ્રકારની મોટી ખરીદી જુલાઈ ૨૦૨૪માં ભારતીય શેરોમાં ૫.૧ અબજ ડોલરની નોંધાઈ હતી. વિદેશી રોકાણકારોએ બુધવારે વધુ ૬૦ લાખ ડોલરના શેરોની ખરીદી કરવા સાથે એપ્રિલ મહિનામાં કુલ ખરીદી ૧.૩ અબજ ડોલરની નોંધાઈ છે. જે માર્ચની તુલનાએ નોંધનીય વધુ છે. માર્ચમાં નેટ ખરીદી ૨૩.૪ કરોડ ડોલરની થઈ હતી.અમેરિકી ડોલર સામે રૂપિયો ૭૬ પૈસા સુધરીને ૮૪.૪૯ રહ્યો છે. જે નવેમ્બર ૨૦૨૨ બાદનો એક દિવસનો સૌથી વધુ વધારો છે.
એફપીઆઈઝનો શેરોમાં રોકાણ પ્રવાહ એપ્રિલમાં ૧.૨૬ અબજ ડોલર, માર્ચ ૨૦૨૫માં ૨૩.૪ અબજ ડોલર રહ્યો હતો. જે ફેબુ્રઆરી ૨૦૨૫માં ૫૩.૫ લાખ ડોલરની નેટ વેચવાલી, જાન્યુઆરી ૨૦૨૫માં ૮.૪૨ અબજ ડોલરની નેટ વેચવાલી અને ડિસેમ્બર ૨૦૨૪માં ૧.૩૨ અબજ ડોલરની નેટ ખરીદી નોંધાઈ હતી.
FPIsનો ઈક્વિટીમાં નેટ રોકાણ પ્રવાહ
મહિનો -વર્ષ |
રોકાણ પ્રવાહ |
- |
(અબજ ડોલરમાં) |
સપ્ટેમ્બર-૨૦૨૪ |
૫.૯૪ |
ઓકટોબર-૨૦૨૪ |
-૧૦.૯૪ |
નવેમ્બર-૨૦૨૪ |
-૨.૬૮ |
ડિસેમ્બર-૨૦૨૪ |
૧.૩૨ |
જાન્યુઆરી-૨૦૨૫ |
-૮.૪૨ |
ફેબુ્રઆરી-૨૦૨૫ |
-૫.૩૫ |
માર્ચ-૨૦૨૫ |
૦.૨૩ |
એપ્રિલ-૨૦૨૫ |
૧.૨૬ |