ફોરેન ફંડોની વેચવાલી : સેન્સેક્સ 288 પોઈન્ટ ઘટીને 83410
- નિફટી ૮૮ પોઈન્ટ ઘટીને ૨૫૪૫૩: FPIs/FIIની કેશમાં રૂ.૧૫૬૨ કરોડની ચોખ્ખી વેચવાલી
- અમેરિકા-ભારતની ટ્રેડ ડિલ પર નજરે ઈન્ડેક્સ બેઝડ સતત સાવચેતી : કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ, ઓટો શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી
મુંબઈ : ભારત અને અમેરિકા વચ્ચે થનારી ટ્રેડ ડિલ માટે બન્ને દેશો વચ્ચે કૃષિ સહિતના કેટલાક ક્ષેત્રો મામલે મડાગાંઠ સર્જાઈ હોવાના અને આ ડિલ પાર પડશે કે એની અનિશ્ચિતતાને લઈ ફંડો, ખેલંદાઓ તેજીના વેપારમાં સતત સાવચેત રહેતાં શેરોમાં ઈન્ડેક્સ બેઝડ નરમાઈ રહી હતી. બેંકિંગ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંકના ડાઉનગ્રેડની નેગેટીવ અસર સાથે ફંડો બજાજ ટ્વિન્સ બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ તેમ જ એચડીએફસી બેંક સહિતમાં વેચવાલ બનતાં અને કેપિટલ ગુડઝ શેરોમાં પણ લાર્સન એન્ડ ટુબ્રો પાછળ વેચવાલીને લઈ ઈન્ડેક્સ બેઝડ આરંભમાં મોટો આંચકો આવ્યો હતો. જો કે ટાટા સ્ટીલની આગેવાનીએ મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો લેવાલ રહેતાં અને કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પસંદગીના આકર્ષણે અડધો અડધ ઘટાડો બજારે પચાવ્યો હતો. સેન્સેક્સ આરંભમાં ૫૪૬.૫૨ પોઈન્ટ તૂટીને નીચામાં ૮૩૧૫૦.૭૭ સુધી આવ્યા બાદ ઘટાડે કવરિંગે અંતે ૨૮૭.૬૦ પોઈન્ટ ઘટીને ૮૩૪૦૯.૬૯ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ નીચામાં ૨૫૩૭૮.૭૫ સુધી ગબડી આવ્યા બાદ કવરિંગે અંતે ૮૮.૪૦ પોઈન્ટ ઘટીને ૨૫૪૫૩.૪૦ બંધ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૦૦ તૂટયો : ટીટાગ્રહ રૂ.૩૩ તૂટયો : સીજી પાવર, લક્ષ્મી મશીન, લાર્સન ઘટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોએ તેજીનો વેપાર હળવો કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૦૦.૩૩ પોઈન્ટ ઘટીને ૭૨૦૩૩.૧૪ બંધ રહ્યો હતો. ટીટાગ્રહ રૂ.૩૨.૭૦ તૂટીને રૂ.૭૨૬.૯૦, સીજી પાવર રૂ.૧૬.૯૫ તૂટીને રૂ.૬૧૩, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૩૬૮.૩૦ તૂટીને રૂ.૧૫,૫૫૧, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૦ ઘટીને રૂ.૪૪૫, કેઈન્સ રૂ.૯૭.૮૦ તૂટીને રૂ.૪૩૫૭.૯૦, સિમેન્સ રૂ.૧૦૬.૧૦ તૂટીને રૂ.૫૦૦૦, એબીબી ઈન્ડિયા રૂ.૯૬.૭૫ ઘટીને રૂ.૫૨૩૦.૧૦, રેલ વિકાસ નિગમ રૂ.૫.૯૦ ઘટીને રૂ.૩૩૫.૬૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૩૦.૩૫ ઘટીને રૂ.૩૨૧૫.૨૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૨૬.૩૫ ઘટીને રૂ.૨૮૭૫.૦૫, આઈનોક્સ વિન્ડ રૂ.૧.૪૦ ઘટીને રૂ.૧૬૯.૩૦ રહ્યા હતા.
બેંકિંગ, ફાઈનાન્સ શેરોમાં ઈન્ડસઈન્ડ ડાઉનગ્રેડે ઘટયો : બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, આરબીએલ ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે ડાઉનગ્રેડના સમાચારે અને સાવચેતીમાં હળવા થવાનું પસંદ કર્યું હતું. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૪૩.૬૧ પોઈન્ટ ઘટીને ૬૩૬૯૦.૭૭ બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેંકને ડાઉનગ્રેડ કરવામાં આવતાં શેર રૂ.૨૧.૨૦ ઘટીને રૂ.૮૫૮.૧૫ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૂ.૪.૬૦ ઘટીને રૂ.૨૪૨.૮૫, એચડીએફસી બેંક રૂ.૨૬.૨૫ ઘટીને રૂ.૧૯૮૫.૭૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૦.૫૫ ઘટીને રૂ.૨૧૬૩.૨૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૦૫ ઘટીને રૂ.૮૧૩.૨૦, ફેડરલ બેંક રૂ.૧.૧૦ ઘટીને રૂ.૨૧૭.૬૫ રહ્યા હતા. આ સાથે ફાઈનાન્શિયલ સર્વિસિઝ, અન્ય બેંકિંગ શેરોમાં આરબીએલ બેંક રૂ.૧૦.૬૫ ઘટીને રૂ.૨૪૯.૩૦, સિટી યુનિયન બેંક રૂ.૮.૩૫ ઘટીને રૂ.૨૨૨, બજાજ ફિનસર્વ રૂ.૪૫.૦૫ ઘટીને રૂ.૨૦૦૮.૧૦, બજાજ ફાઈનાન્સ રૂ.૧૩.૯૦ ઘટીને રૂ.૯૨૨.૬૫, ઈસાફ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૧.૧૭ ઘટીને રૂ.૩૪.૩૮, આઈઆઈએફએલ કેપ્સ રૂ.૧૦.૫૫ ઘટીને રૂ.૩૪૦.૮૫, દૌલત અલ્ગો રૂ.૨.૯૫ ઘટીને રૂ.૯૭.૫૫, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૧૯.૬૫ ઘટીને રૂ.૬૭૬.૮૦, નુવામા રૂ.૨૦૨.૪૫ ઘટીને રૂ.૮૦૭૩.૫૦, ચૌલા ફિન રૂ.૪૩.૯૫ ઘટીને રૂ.૧૫૫૪.૭૦ રહ્યા હતા.
કન્ઝયુમર ઈન્ડેક્સ ૭૩૫ પોઈન્ટ ઉછળ્યો : બ્લુ સ્ટાર રૂ.૫૪ વધીને રૂ.૧૭૫૮ : ડિક્સન, પીજી ઈલેક્ટ્રો વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ આજે પસંદગીની આક્રમક ખરીદી કરી હતી. બ્લુ સ્ટાર રૂ.૫૩.૮૫ વધીને રૂ.૧૭૫૭.૬૫, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૨૨.૪૦ વધીને રૂ.૭૪૫.૬૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૪૫૧.૭૦ વધીને રૂ.૧૫,૧૬૩.૮૫, કલ્યાણ જવેલર્સ રૂ.૧૫.૩૫ વધીને રૂ.૫૮૫.૪૦, એશીયન પેઈન્ટસ રૂ.૫૧ વધીને રૂ.૨૪૧૯.૮૫, અંબર રૂ.૧૩૯.૮૦ વધીને રૂ.૭૨૨૨.૪૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૩૪.૮૬ પોઈન્ટ ઉછળીને ૬૦૭૭૮.૮૩ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું આકર્ષણ : ટાટા સ્ટીલ, સેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, જિન્દાલ સ્ટીલ વધ્યા
સ્થાનિક સ્ટીલ ઉદ્યોગોને રક્ષણ માટે આયાત અંકુશના પગલાંને લઈ દેશમાં સ્ટીલની આયાતમાં ૨૬ ટકા ઘટાડો થતાં અને સ્થાનિક ઉત્પાદકોને ફાયદો થવાના પોઝિટીવ સમાચારે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે ખરીદી રહેતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૫૮.૯૦ પોઈન્ટ વધીને ૩૨૨૪૮.૩૬ બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ રૂ.૫.૯૫ વધીને રૂ.૧૬૫.૯૦, સેઈલ રૂ.૪.૧૫ વધીને રૂ.૧૩૭.૪૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩૧.૦૫ વધીને રૂ.૧૦૬૦.૪૦, જિન્દાલ સ્ટીલ રૂ.૨૦.૫૦ વધીને રૂ.૯૬૮.૯૫, નાલ્કો રૂ.૨.૧૫ વધીને રૂ.૧૯૨.૪૦, વેદાન્તા રૂ.૩.૮૦ વધીને રૂ.૪૬૯.૬૦, હિન્દાલ્કો રૂ.૩.૯૦ વધીને રૂ.૬૯૮.૧૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં અપોલો ટાયર, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ, ભારત ફોર્જ, એમઆરએફ, ઉનો મિન્ડા, મારૂતીમાં તેજી
ઓટોમોબાઈલ શેરોમાં વેચવાલી બાદ આજે ફરી ઘટાડે પસંદગીની ખરીદી થઈ હતી. ચોમાસાની સારી પ્રગતિ સાથે ટેરિફ મામલે અમેરિકા સાથે ડિલ પર નજર વચ્ચે આજે ઘટાડે ફંડોનું કવરિંગ થયું હતું. અપોલો ટાયર રૂ.૧૮.૮૫ વધીને રૂ.૪૬૬.૬૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮૮.૩૦ વધીને રૂ.૨૫૬૬.૪૦, ભારત ફોર્જ રૂ.૨૮.૩૫ વધીને રૂ.૧૩૧૨.૬૫, એમઆરએફ રૂ.૨૭૦૫.૪૫ વધીને રૂ.૧,૪૫,૧૧૩.૫૫, ઉનો મિન્ડા રૂ.૧૯.૨૫ વધીને રૂ.૧૦૯૮.૩૦, મારૂતી સુઝુકી રૂ.૧૮૧.૫૦ વધીને રૂ.૧૨,૬૨૪.૫૫, ટાટા મોટર્સ રૂ.૪.૪૫ વધીને રૂ.૬૮૮.૪૦, બોશ રૂ.૧૩૧.૭૫ વધીને રૂ.૩૨,૪૬૫.૨૦, હીરો મોટોકોર્પ રૂ.૧૧.૮૫ વધીને રૂ.૪૨૪૦.૭૫ રહ્યા હતા.
વિમતા લેબ્સ રૂ.૩૩ વધી રૂ.૪૮૩ : મેનકાઈન્ડ રૂ.૯૭, એનજીએલ ફાઈન રૂ.૪૦, આરતી ડ્રગ્ઝ રૂ.૧૪ વધ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. વિમતા લેબ્સ રૂ.૩૩.૨૫ વધીને રૂ.૪૮૩.૨૫, મેનકાઈન્ડ રૂ.૯૭.૫૫ વધીને રૂ.૨૩૮૬.૩૫, એનજીએલ ફાઈન રૂ.૪૦.૪૫ વધીને રૂ.૧૧૯૦, આરતી ડ્રગ્ઝ રૂ.૧૪.૧૦ વધીને રૂ.૪૮૩.૬૦, ઈન્ડોકો રૂ.૭.૬૫ વધીને રૂ.૩૨૦.૪૦, ફોર્ટિસ રૂ.૧૭.૬૦ વધીને રૂ.૭૯૨.૧૦, ઓરોબિન્દો ફાર્મા રૂ.૨૫.૨૫ વધીને રૂ.૧૧૫૭.૭૫, અબોટ ઈન્ડિયા રૂ.૬૯૧.૯૦ વધીને રૂ.૩૪,૩૮૯.૪૦, અજન્તા ફાર્મા રૂ.૪૩.૪૫ વધીને રૂ.૨૫૪૯.૦૫ રહ્યા હતા.
બજાજ કન્ઝયુમર, બજાજ હિન્દુસ્તાન, ઈન્ડિયા ગ્લાયકોલ, ગોકુલ એગ્રો, ગોદરેજ એગ્રોમાં લેવાલી
એફએમસીજી શેરોમાં આજે પસંદગીની ખરીદી રહી હતી. બજાજ કન્ઝયુમર રૂ.૧૬.૪૫ વધીને રૂ.૨૨૭.૯૫, બજાજ હિન્દુસ્તાન સુગર રૂ.૧.૪૯ વધીને રૂ.૨૭.૨૫, એલટી ફૂડ્સ રૂ.૨૦.૬૦ વધીને રૂ.૪૯૬.૩૦, ઈન્ડિયા ગ્લાયકોલ રૂ.૬૮.૩૦ વધીને રૂ.૨૧૦૦.૪૫, ગોકુલ એગ્રો રૂ.૭.૬૫ વધીને રૂ.૩૦૦.૩૦, સનડ્રોપ રૂ.૨૧.૬૫ વધીને રૂ.૮૯૬.૬૦, ગોદરેજ એગ્રો રૂ.૧૫.૫૫ વધીને રૂ.૮૦૧.૭૫, અવન્તી ફીડ રૂ.૧૬.૩૦ વદીને રૂ.૭૩૫.૫૫ રહ્યા હતા.
સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં અંતે ફંડો વેચવાલ બનતાં માર્કેટબ્રેઝથ નેગેટીવ : ૨૨૭૭ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો વેચવાલ બનતાં અને એ ગુ્રપના શેરોમાં વેચવાલીએ માર્કેટબ્રેડથ ફરી નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૭૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૨૧થી ઘટીને ૧૭૩૬ અને ઘટનારની સંખ્યા ૧૯૮૯થી વધીને ૨૨૭૭ રહી હતી.
FPIs/FIIની રૂ.૧૫૬૨ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૦૩૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે બુધવારે શેરોમાં કેશમાં રૂ.૧૫૬૧.૬૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૩,૯૫૪.૪૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૫૧૬.૦૨ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૩૦૩૬.૬૮ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૬૯૫.૦૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૬૫૮.૩૩ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪૫ હજાર કરોડ ઘટીને રૂ.૪૬૦.૮૧ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ આંચકા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં ઉછાળે વેચવાલી રહેતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૪૫ હજાર કરોડ ઘટીને રૂ.૪૬૦.૮૧ લાખ કરોડ રહ્યું હતું.