Business

12 સરકારી બેંકોનું મર્જર કરીને 4 ‘વર્લ્ડ ક્લાસ બેંક’ બનાવાશે, નાણાંમંત્રીએ કહ્યું- ‘કર્મીઓની નોકરીઓ પર કોઈ ખતરો નહીં’

By GS TEAM
30 Nov 20253 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે ફરી એકવાર દેશની સરકારી બેંકોના મર્જર પર કામ શરૂ કરી દીધું છે. સરકારની યોજના મુજબ, હાલમાં કાર્યરત 12 સરકારી બેંકો ઘટીને માત્ર ચાર થઈ જાય, તેવી શક્યતા છે. વાસ્તવમાં સરકાર દેશમાં કદમાં મોટી અને વૈશ્વિક સ્તરની બેન્કિંગ સિસ્ટમ બનાવવા માંગે છે. ભારતની અર્થવ્યવસ્થા પાંચ ટ્રિલિયન ડૉલરના લક્ષ્ય તરફ ઝપથી આગળ વધી રહી છે, ત્યારે સરકાર વધતી જરૂરિયાતોને પૂર્ણ કરી શકે, તેવી મોટી બેંકો બનાવવા માટે સક્રિય બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

12 સરકારી બેંકોનું મર્જર કરીને 4 ‘વર્લ્ડ ક્લાસ બેંક’ બનાવાશે, નાણાંમંત્રીએ કહ્યું- ‘કર્મીઓની નોકરીઓ પર કોઈ ખતરો નહીં’

Bank Merger Plan : કેન્દ્ર સરકારે ફરી એકવાર દેશની સરકારી બેંકોના મર્જર પર કામ શરૂ કરી દીધું છે. સરકારની યોજના મુજબ, હાલમાં કાર્યરત 12 સરકારી બેંકો ઘટીને માત્ર ચાર થઈ જાય, તેવી શક્યતા છે. વાસ્તવમાં સરકાર દેશમાં કદમાં મોટી અને વૈશ્વિક સ્તરની બેન્કિંગ સિસ્ટમ બનાવવા માંગે છે. ભારતની અર્થવ્યવસ્થા પાંચ ટ્રિલિયન ડૉલરના લક્ષ્ય તરફ ઝપથી આગળ વધી રહી છે, ત્યારે સરકાર વધતી જરૂરિયાતોને પૂર્ણ કરી શકે, તેવી મોટી બેંકો બનાવવા માટે સક્રિય બની છે.

સરકારી બેંકોના મર્જર પર સરકાર-RBI વચ્ચે વાતચીત શરૂ

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં પુષ્ટિ કરી છે કે, સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વચ્ચે ફરીથી સરકારી બેંકોના મર્જર પર વાતચીત શરૂ થઈ છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, આ વખતે સરકાર અને RBI બેન્કિંગ ઈકોસિસ્ટમને સબળ બનાવીને એવું વાતાવરણ બનાવવા માંગે છે, જેમાં બેંકો જાતે વિકાસ કરી શકે. આ માટે બેંકો અને નિયામક વચ્ચે ચર્ચા ચાલી રહી છે. સરકારનો લક્ષ્ય માત્ર વિલીનીકરણ નહીં, પરંતુ બેન્કિંગ સેક્ટરની સ્થિરતા, શ્રેષ્ઠ ધિરાણ સુવિધા અને ભારતની વિકાસ ગતિમાં સહાયક ‘વર્લ્ડ ક્લાસ બેંક’ બનાવવાનો છે.

કર્મચારીઓ અને શાખાઓ પર કોઈ સંકટ નહીં

નાણાં મંત્રીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, મર્જર બાદ કર્મચારીને નોકરી સલામત રહેશે, શાખાઓ અને બેંકો પણ બંધ નહીં થાય. મર્જર માત્ર એક પ્રક્રિયા છે અને તેનાથી કર્મચારીઓની નોકરી પર કોઈ સંકટ નથી. દેશમાં 2019-20 દરમિયાન મર્જર પ્રક્રિયા હેઠળ સરકારી બેંકોની સંખ્યા 21થી ઘટાડીને 12 કરી દેવાઈ છે. સરકારનો મુખ્ય ધ્યાન હવે ગ્રાહકોની તમામ સમસ્યાઓ દૂર થાય તેવા વર્લ્ડ ક્લાસ બેંક બનાવવા પર છે.

આ પણ વાંચો : VIDEO : બિહારના મોતિહારમાં બેકાબૂ ટ્રકે 8 બાઇકને કચડી, 5 લોકોના કરૂણ મોત, અનેક ઇજાગ્રસ્ત

ભારતમાં હાલમાં કાર્યરત 12 સરકારી બેંકોની યાદી

  1. State Bank of India (SBI)
  2. Punjab National Bank (PNB)
  3. Bank of Baroda (BOB)
  4. Canara Bank
  5. Union Bank of India
  6. Bank of India (BOI)
  7. Indian Bank
  8. Central Bank of India
  9. Indian Overseas Bank (IOB)
  10. UCO Bank
  11. Bank of Maharashtra
  12. Punjab And Sind Bank

અત્યાર સુધીમાં આ બેંકોનું થયું મર્જર

  • 2017 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પાંચ સહયોગી બેંકો (સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, અને સ્ટેટ બેંક ઓફ ટ્રાવણકોર) અને ભારતીય મહિલા બેંકનું મર્જર કરવામાં આવ્યું હતું.
  • 2019 : બેંક ઓફ બરોડામાં વિજયા બેંક અને દેના બેંકનું મર્જર કરવામાં આવ્યું હતું.
  • 2020 : પંજાબ નેશનલ બેંકમાં ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાનું મર્જર કરાયું હતું.
  • 2020 : કેનેરા બેંકમાં સિન્ડિકેટ બેંકનું મર્જર કરાયું હતું.
  • 2020 : યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકનું મર્જર થયું હતું.
  • 2020 : ઇન્ડિયન બેંકમાં અલ્હાબાદ બેંકનું મર્જર કરાયું હતું.

આ પણ વાંચો : દંતેવાડા : 26 સૈનિકોની શહીદી માટે જવાબદાર ભીમા સહિત 37 નક્સલીઓનું આત્મસમર્પણ, 20 મહિનામાં 508 નક્સલીઓનું સરન્ડર