Get The App

આઈટીઆર ફાઈલ કરતી વખતે યોગ્ય ફોર્મની પસંદગી કરવી આવશ્યક, આ કિસ્સામાં ITR-1 ફોર્મ નકામું સાબિત થશે

Updated: Jun 24th, 2024

GS TEAM


Google News
Google News
Income tax Return


ITR-1 Form Filling: નાણાકીય વર્ષ 2023-24 (એસેસમેન્ટ યર 2024-25) માટે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ નજીક આવી ચૂકી છે. 31 જુલાઈ પહેલાં આ કામ પતાવી દેજો, નહિં તો તેના થકી મળનારા લાભોથી વંચિત રહી શકો છો. કેપિટલ ગેઈન ટેક્સ સ્ટેટમેન્ટ, ફોર્મ 16, ફોર્મ 26 એએસ, એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS), સેલેરી સ્લિપ, ગતવર્ષનું આઈટીઆર વગેરે ડોક્યુમેન્ટ એકત્રિત કરી રિટર્ન ભરવુ જોઈએ, જેથી રિટર્ન ભરતી વખતે કોઈ મુશ્કેલી ન આવે.

ITR-1 ફોર્મ તમામ માટે નથી

જો તમે પગારદાર કે પેન્શનર છો, અથવા તમે કોઈ વ્યવસાય મારફત આવક મેળવી રહ્યા નથી. તો તમારે ITR-1 તથા ITR-2 ફોર્મ ભરવુ પડશે. જેની નોંધ લેવી જરૂરી છે, કારણકે, ખોટા ફોર્મનો ઉપયોગ કરવાથી તમારા રિટર્ન અને રિફંડમાં મુશ્કેલી આવી શકે છે. 

આ કિસ્સામાં ITR-1 ફોર્મ ભરવુ જોઈએ નહીં

- જો તમે રેસિડન્ટ છો, પરંતુ ઓર્ડિનરીલી રેસિડન્ટ અથવા નોન-રેસિડન્ટ ઈન્ડિવિઝ્યુઅલ નથી.

- તમારી આવક 50 લાખથી વધુ હોય

- તમે બિઝનેસ કે પ્રોફેશન ધરાવતા હોવ

- તમારી પાસે એકથી વધુ ઘર હોય

- કૃષિ મારફત થતી આવક રૂ. 5000થી વધુ હોય

- તમે કોઈ કંપનીમાં ડિરેક્ટર હોવ

- તમારી પાસે અનલિસ્ટેડ શેર તથા ESOPs હોય

- તમે વિદેશમાંથી આવક મેળવતા હોવ, તથા ભારતની બહાર સંપત્તિ અને બેન્ક એકાઉન્ટ ધરાવતા હોવ

- તમારા શેર્સના વેચાણ, મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ, અને અન્ય સિક્યુરિટીઝ મારફત કેપિટલ ગેન્સ અથવા નુકસાન કર્યું હોય

- આવકવેરા અધિનિયમની કલમ 194 (એન) અંતર્ગત ટેક્સ કપાત હોય, આવકવેરાના નિયમો અનુસાર, જો તમે કોઈ નાણાકીય વર્ષમાં રૂ. 20 લાખથી વધુ રોકડ ઉપાડી હોય.

- છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં રિટર્ન ફાઈલ કર્યુ હોય અને રોકડ ઉપાડની મર્યાદા રૂ. 1 કરોડ હોય

પગારદારો અને પેન્શનધારકો ITR-2 ફોર્મ ફાઈલ કરે

પગારદારો લોકો અને પેન્શનધારકો માટે ITR-2 ફોર્મનો ઉપયોગ કરવો જોઈએ. જે જટિલ હોય છે, કારણકે, તેમાં આવક, નાણાકીય વ્યવહારો, એસેટ અને લાયબિલિટીઝની વિગતો રજૂ કરવાની હોય છે. જો તમે બિઝનેસ કે પ્રોફેશન મારફત આવક રળતા હોવ તો ITR-2 ફોર્મ ભરી શકાશે નહીં.

Tags :