Get The App

યુદ્વનો ભય : સ્મોલ, મિડ કેપ, કેપિટલ ગુડઝ શેરોમાં ધબડકો : સેન્સેક્સ 156 પોઈન્ટ ઘટીને 80641

- નિફટી ૮૨ પોઈન્ટ ઘટીને ૨૪૩૮૦ : FIIની રૂ.૩૭૯૫ કરોડની ખરીદી

- શેરોમાં રોકાણકારોની સંપતિમાં રૂ.૬.૧૭ લાખ કરોડનું જંગી ધોવાણ

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
યુદ્વનો ભય : સ્મોલ, મિડ કેપ, કેપિટલ ગુડઝ શેરોમાં ધબડકો : સેન્સેક્સ 156 પોઈન્ટ ઘટીને 80641 1 - image


મુંબઈ : ભારત-પાકિસ્તાન વચ્ચે ગમે તે ઘડીએ યુદ્વનું એલાન થવાની શકયતા અને પહેલગામ-કાશ્મીર આતંકવાદી હુમલાનો ઐતિહાસિક જડબાતોડ જવાબ આપવા ભારત તડામાર સૈન્ય તૈયારી કરી રહ્યાના સંકેતો વચ્ચે આજે ભારતીય શેર બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. યુદ્વનું ટેન્શન અને બીજી તરફ ટેરિફ મામલે અમેરિકા-ચાઈના વચ્ચે એક દિવસ સમાધાનના તો  બીજા દિવસે ઘર્ષણના ડેવલપમેન્ટ વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતીની પણ અસર આજે જોવાઈ હતી. યુદ્વ જેવી સ્થિતિના સંજોગોમાં આર્થિક મોરચે પડકારો સર્જાવાની શકયતાએ પણ ફંડો, મહારથીઓ શેરોમાં નવી મોટી ખરીદીથી દૂર રહી સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કરી નફો ઘરભેગો કરવા માંડયા હતા. સેન્સેક્સ, નિફટી બેઝડ મર્યાદિત ઘટાડા સામે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક કડાકો બોલાવી દેવાયો હતો. આ સાથે કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ, હેલ્થકેર, બેંકિંગ શેરોમાં મોટું ઓફલોડિંગ કરાયું હતું. સેન્સેક્સ ૧૫૫.૭૭ પોઈન્ટ ઘટીને ૮૦૬૪૧.૦૭ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૮૧.૫૫ પોઈન્ટ ઘટીને ૨૪૩૭૯.૬૦ બંધ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૮૪ તૂટયો : સીજી પાવર, સુઝલોન, કમિન્સ, ભેલ, આઈનોક્સ વિન્ડ તૂટયા

કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ મોટું ઓફલોડિંગ કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૮૩.૫૫ પોઈન્ટ તૂટીને ૬૨૧૧૭.૦૬ બંધ રહ્યો હતો. સીજી પાવર રૂ.૩૭.૯૦ તૂટીને રૂ.૫૯૭.૨૦, સુઝલોન રૂ.૩.૨૨ તૂટીને રૂ.૫૩.૭૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૪૯.૯૦ તૂટીને રૂ.૨૭૯૦.૮૫, ભેલ રૂ.૧૧ તૂટીને રૂ.૨૧૭.૭૦, કલ્પતરૂ પાવર રૂ.૩૮.૯૦ તૂટીને રૂ.૯૨૪, એનબીસીસી રૂ.૩.૭૯ તૂટીને રૂ.૯૨.૩૮, ગ્રાઈન્ડવેલ રૂ.૬૩.૪૫ ઘટીને રૂ.૧૫૭૫.૯૦, આરવીએનએલ રૂ.૧૩.૪૫ ઘટીને રૂ.૩૪૧.૨૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૬.૭૫ ઘટીને રૂ.૪૪૦.૯૦, કેઈન્સ રૂ.૧૯૩.૫૦ ઘટીને રૂ.૧૯૩.૫૦ ઘટીને રૂ.૫૬૧૦, એબીબી ઈન્ડિયા રૂ.૧૭૩.૬૫ ઘટીને રૂ.૫૩૨૦, કાર્બોરેન્ડમ રૂ.૨૬.૪૫ તૂટીને રૂ.૯૮૮.૯૫ રહ્યા હતા.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ : કલ્યાણ જવેલર્સ, ડિક્સન ટેકનોલોજી, વ્હર્લપુલ, ક્રોમ્પ્ટન ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ થતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૯૦૫.૬૯ પોઈન્ટ તૂટીને ૫૬૨૩૦.૭૧ બંધ રહ્યો હતો. કલ્યાણ જવેલર્સ રૂ.૨૬.૧૦ તૂટીને રૂ.૫૦૪.૫૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૬૬૬.૬૦ તૂટીને રૂ.૧૬,૦૫૨.૪૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૪૧.૨૦ ઘટીને રૂ.૧૧૯૮, આદિત્ય બિરલા ફેશન રૂ.૬.૩૦ ઘટીને રૂ.૨૫૬.૬૫, ક્રોમ્પ્ટન રૂ.૬.૭૦ ઘટીને રૂ.૩૨૮.૩૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૫ ઘટીને રૂ.૩૪૪૯.૭૦, વોલ્ટાસ રૂ.૧૨.૧૦ ઘટીને રૂ.૧૨૨૯.૬૫, ટાઈટન રૂ.૨૫.૬૫ ઘટીને રૂ.૩૨૮૯.૨૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોના વ્યાપક ઓફલોડિંગે માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ : ૨૯૩૮ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, રોકડના અનેક શેરોમાં ફંડો, ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈવેસ્ટરોએ મોટાપાયે ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડથ ફરી નબળી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૨  સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૧૬૭ અને વધનારની સંખ્યા માત્ર ૭૭૯  રહી હતી.

ક્રુડના ભાવ ઘટતાં અટક્યા : ઓઈલ શેરોમાં વેચવાલી : અદાણી ગેસ, એચપીસીએલ, આઈઓસી ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટતાં અટકી સાધારણ વધી આવતાં ઓઈલ-ગેસ શેરોમાં પણ વેચવાલી નીકળી હતી. અદાણી ટોટલ ગેસ રૂ.૩૧.૮૫ તૂટીને રૂ.૬૩૩.૨૦, એચપીસીએલ રૂ.૧૩.૫૦ ઘટીને રૂ.૩૯૬.૯૦, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ.૪.૬૦ ઘટીને રૂ.૧૪૪, બીપીસીએલ રૂ.૯.૮૫ ઘટીને રૂ.૩૧૧.૩૦, ઓએનજીસી રૂ.૨.૪૫ ઘટીને રૂ.૨૩૬.૯૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦.૫૫ ઘટીને રૂ.૧૪૨૦.૫૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૯૦૫.૬૯ પોઈન્ટ તૂટીને ૫૬૨૩૦.૭૧ બંધ રહ્યો હતો.

હેલ્થકેર ઈન્ડેક્સ ૩૬૮ પોઈન્ટ તૂટયો : અમી ઓર્ગેનિક્સ, મોરપેન, જયુબિલન્ટ ફાર્મા, થેમીસ ઘટયા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ ફંડોએ આજે તેજીનો વેપાર હળવો કર્યો હતો.  અમી ઓર્ગેનિક્સ રૂ.૭૪.૪૫ ઘટીને રૂ.૧૧૨૮.૩૫, મોરપેન લેબ રૂ.૩.૬૮ ઘટીને રૂ.૫૭.૩૫, ડિકાલ રૂ.૧૧ ઘટીને રૂ.૧૮૨.૧૫, જયુબિલન્ટ ફાર્મા રૂ.૪૮.૩૫ ઘટીને રૂ.૮૬૦, થેમીસ મેડી રૂ.૭ ઘટીને રૂ.૧૨૪.૬૫, હાઈકલ રૂ.૨૦.૮૦ ઘટીને રૂ.૩૭૬.૯૫, કોપરાન રૂ.૯.૮૫ ઘટીને રૂ.૧૮૦.૦૫, સિગાચી રૂ.૨.૧૦ ઘટીને રૂ.૪૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૬૭.૮૧ પોઈન્ટ તૂટીને ૪૨૦૧૨ બંધ રહ્યો હતો.

બેંક ઓફ બરોડા પરિણામ પાછળ રૂ.૨૬ તૂટી રૂ.૨૨૩ : કેનેરા બેંક, ફેડરલ, સ્ટેટ બેંક, ઈન્ડસઈન્ડ બેંક ઘટયા

બેંકિંગ શેરોમાં પણ ફંડોની આજે પરિણામો પાછળ વેચવાલી રહી હતી. બેંક ઓફ બરોડાના ત્રિમાસિક પરિણામમાં ચોખ્ખી વ્યાજ આવક ૭ ટકા ઘટીને આવતાં અને ચોખ્ખો નફો માત્ર ૩ ટકા વધીને રૂ.૫૦૪૮ કરોડ થતાં શેરમાં વેચવાલીએ રૂ.૨૫.૬૦ તૂટીને રૂ.૨૨૩.૬૫ રહ્યો હતો. કેનેરા બેંક રૂ.૪.૮૧ ઘટીને રૂ.૯૨.૩૩, ફેડરલ બેંક રૂ.૪.૪૦ ઘટીને રૂ.૧૮૭.૦૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૫.૮૫ ઘટીને રૂ.૭૭૪.૧૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૫.૦૫ ઘટીને રૂ.૮૩૧.૭૦, એક્સિસ બેંક રૂ.૧૨.૪૫ ઘટીને રૂ.૧૧૬૧, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૧.૨૫ ઘટીને રૂ.૨૦૭૩.૮૦ રહ્યા હતા.

મેટલ શેરોમાં વેચવાલી : નાલ્કો, હિન્દુસ્તાન ઝિંક, જિન્દાલ સ્ટીલ, સેઈલ, એનએમડીસી, વેદાન્તા ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડો આજે વેચવાલ રહ્યા હતા. નાલ્કો રૂ.૫.૯૦ ઘટીને રૂ.૧૫૪.૯૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૫.૦૫ ઘટીને રૂ.૪૧૩.૩૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૯.૭૦ ઘટીને રૂ.૮૭૩.૧૦, સેઈલ રૂ.૩.૦૫ ઘટીને રૂ.૧૧૧.૬૦, એનએમડીસી રૂ.૧.૫૭ ઘટીને રૂ.૬૪.૩૫, વેદાન્તા રૂ.૮.૫૫ ઘટીને રૂ.૪૧૦.૭૫, કોલ ઈન્ડિયા રૂ.૭.૩૦ ઘટીને રૂ.૩૭૮.૩૫, હિન્દાલ્કો રૂ.૩.૯૦ ઘટીને રૂ.૬૨૯.૭૦ રહ્યા હતા.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬.૧૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૨૧.૩૧ લાખ કરોડ

સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ગાબડાં પડયા સાથે એ ગુ્રપના પણ ઘણા શેરોમાં વેચવાલી નીકળતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૬.૧૭ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૨૧.૩૧ લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FII કેશમાં રૂ.૩૭૯૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૩૯૮ કરોડની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે મંગળવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૩૭૯૪.૫૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી.  જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૩૯૭.૬૮ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.

Tags :