બજેટમાં એક્સપોર્ટર્સ માટે ખાસ સ્કીમ નિર્વિક રજૂ થવાની સંભાવના
- આ યોજના હેઠળ લોન પ્રક્રિયા સરળ બનશે
નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2020, ગુરૂવાર
આગામી બજેટમાં એક્સપોર્ટર્સ માટે ખાસ સ્કીમ નિર્વિક લાગુ કરવાની જાહેરાત સરકાર કરી શકે છે. આ સ્કીમ હેઠળ એક્સપોર્ટર્સને સસ્તી અને સરળ શરતો પર લોન આપવાની ક્રિયા સરળ થઈ જશે.
એક્સપોર્ટર્સ માટે ખાસ સ્કીમ નિર્યાત ઋણ વિકાસ યોજના છે જેમાં એક્સપોર્ટર્સ માટે ઇન્શ્યોરન્સ પ્રિમિયમ પર સબસિડી આપવાનું પ્રાવધાન છે. ઇન્શ્યોરન્સ કવરની મર્યાદા ૬૦%થી વધારીને ૯૦% થઈ શકે છે. હાલ ઇસીઆઇએસ હેઠળ ૬૦%નું ઇન્સ્યોરન્સ કવર મળે છે.
રૂપિયા પર મળનારો એક્સપોર્ટ ક્રેડિટ રેટ ૮%થી નીચે રહેશે. પ્રી શિપમેન્ટ અને પોસ્ટ શિપમેન્ટ બન્નેના વીમા કવર થશે. સરકારે સપ્ટેમ્બરમાં આ સ્કીમ લાવવાની જાહેરાત કરી હતી. પણ અત્યાર સુધી સ્કીમ લાગુ થઈ નથી. તેથી બજેટમાં આ સ્કીમનો અમલ કરવાનો નિર્ણય લેવાય તેવી સંભાવના છે.
ઓટો, ગ્રામીણ, રોડ, ઇન્ફ્રા માટે વધુ નાણાં ફાળવાશે
આગામી બજેટમાં ઓટો, ગ્રામીણ, રોડ, ઇન્ફ્રા માટે વધુ નાણાં ફાળવાય તેવી સંભાવના છે બજેટમાં સીએનજી કાર અને તેના સ્પેરપાર્ટસ પર ટેક્સ ઘટે તેમજ સ્ક્રેપેજ પોલિસી પર સ્પષ્ટતા થવાની સંભાવના છે. આ ઉપરાંત સ્ક્રેપિંગ સેન્ટર માટે ફાળવણી પણ થઈ શકે છે.
ગ્રામીણ માંગમાં વારો થાય તે હેતુસર સરકાર ઇન્કમટેક્સના દરમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત બેટરી, સેલની ઇમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થવાની સંભાવના છે.