mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

અતિની ગતિને બ્રેક, ઓવર વેલ્યુએશને ધબડકો : સ્મોલ, મિડ કેપ શેરોમાં ધોવાણ

Updated: Feb 13th, 2024

અતિની ગતિને બ્રેક, ઓવર વેલ્યુએશને ધબડકો :  સ્મોલ, મિડ કેપ શેરોમાં ધોવાણ 1 - image


- કુલ માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ.7,51,465 કરોડનું ધોવાણ: સેન્સેક્સ  523 પોઈન્ટ તૂટી 71072 : નિફટી સ્પોટ 166 પોઈન્ટ ઘટીને 21616 

- નિફટી મિડ કેપ 1213, સ્મોલ કેપ 652 પોઈન્ટ તૂટયા : કેપિટલ ગુડઝ 1258 પોઈન્ટ ખાબક્યો

- રોકાણકારોની સંપતિ એક જ દિવસમાં અધધ... રૂ.પાંચ લાખ કરોડ ધોવાઈ

મુંબઈ : તેજીની અતિની ગતિને આજે અંતે ખેલાડીઓ, ફંડો, મહારથીઓએ બ્રેક લગાવી સ્મોલ, મિડ કેપ શેરોની ઓવર વેલ્યુએશનની તેજીનો અંત લાવ્યો હતો. સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં કંપનીઓના ફંડામેન્ટલને બાજુએ મૂકી ભાવોને બેફામ, બેરોકટોક ચગાવી મૂકી કરાયેલા તેજીના અતિરેકમાં આજે મોટો ઉથલો આવ્યો હતો. જાણે કે ઐતિહાસિક તેજી સાથે સ્મોલ, મિડ કેપ શેરોની તેજીનો અંત આવી ગયો હોય એમ જાતેજાત શેરોમાં ગભરાટભરી વેચવાલીએ ગાબડાં પડયા હતા.રેલવે, ડિફેન્સ, પીએસયુ, બેંકિંગ, પાવર શેરોમાં આજે ખાસ મોટી ખાનાખરાબી થઈ હતી. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૧૪૪૩.૫૨ પોઈન્ટ તૂટીને ૪૪૨૦૬.૭૮ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૧૦૩૮.૪૩ પોઈન્ટ ગબડીને ૩૮૫૩૧.૧૪ના લેવલે આવી ગયા હતા.  આજે એક દિવસમાં રોકાણકારોની કુલ સંપતિમાં એટલે કે (બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત)બજારના કુલ માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ.૭,૫૧,૪૬૫ કરોડના થયેલા ધોવાણમાંથી સ્મોલ, મિડ કેપ શેરોમાં મળીને રૂ.૪,૭૯,૨૨૯ કરોડનું ધોવાણ થયું છે. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૭,૫૧,૪૬૫ કરોડ ઘટીને રૂ.૩૭૮.૮૫ લાખ કરોડ રહીય હતું.

બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સમાં સમાવિષ્ટ કુલ ૯૪૬ સ્ક્રિપો-શેરો પૈકી ૮૨૩ શેરોના ભાવ તૂટી નેગેટીવ બંધ રહ્યા હતા. જ્યારે માત્ર ૧૨૩ પોઝિટીવ બંધ રહ્યા હતા. આ સાથે બીએસઈ સ્મોલ કેપ શેરોમાં કડાકા સાથે સ્મોલ કેપ શેરોનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૨,૪૧,૯૩૧ કરોડ ધોવાઈ જઈ રૂ.૬૭,૪૬,૫૦૯ કરોડ રહી ગયું હતું.બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૨૪ સ્ક્રિપો-શેરો પૈકી ૧૦૩ શેરોના ભાવ તૂટીને  નેગેટીવ રહ્યા હતા. જ્યારે માત્ર ૨૧ પોઝિટીવ બંધ રહ્યા હતા. આ સાથે બીએસઈ મિડ કેપ શેરોનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં ૨,૩૭,૨૯૭ કરોડ ધોવાઈ જઈને દિવસના અંતે રૂ.૬૩,૬૯,૮૫૪ કરોડ રહી ગયું હતું. આમ બન્ને સ્મોલ, મિડ કેપ ઈન્ડેક્સમાં સમાવિષ્ટ શેરોનું માર્કેટ કેપિટલાઈઝેશન જે શુક્રવાર ૯, ફેબુ્રઆરી ૨૦૨૪ના રૂ.૧૩૫.૯૫ લાખ કરોડ હતું એ આજે એક દિવસમાં જ રૂ.૪,૭૯,૨૨૯ કરોડ ઘટીને રૂ.૧૩૧.૧૬ લાખ કરોડ રહી ગયું હતું. બેંકિંગ-ફાઈનાન્સ, પાવર-કેપિટલ ગુડઝ, મેટલ, એફએમસીજી શેરોમાં કડાકો બોલાઈ જતાં સેન્સેક્સ ૫૨૩ પોઈન્ટ ઘટીને ૭૧૦૭૨.૪૯ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૬૬.૪૫ પોઈન્ટ તૂટીને ૨૧૬૧૬.૦૫ બંધ રહ્યા હતા. અલબત આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, હેલ્થકેર શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યું હતું.

એનએસઈ મિડ કેપ ૧૦૦ ઈન્ડેક્સ ૧૨૧૩.૨૫ પોઈન્ટ એટલે કે ૨.૪૮ ટકા તૂટીને ૪૭૬૭૫.૮૦ અને નિફટી સ્મોલ કેપ ૧૦૦ ઈન્ડેક્સ ૬૫૨.૨૫ પોઈન્ટ એટલે કે ૪.૦૧ ટકા તૂટીને ૧૫૬૧૭.૦૫ બંધ રહ્યા હતા. કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડોએ તેજીના વેપારને મોટાપાયે હળવો કરતાં અને ઓવર વેલ્યુએશને પહોંચી ગયેલા ઘણા શેરોમાં પેનિક સેલિંગ કરતાં કડાકો બોલાઈ ગયો હતો. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૫૮.૦૩ પોઈન્ટ તૂટીને ૫૪૧૯૩.૭૧ બંધ રહ્યો હતો. રેલ વિકાસ રૂ.૨૪.૨૫ તૂટીને રૂ.૨૩૪.૯૫, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૫૪.૮૫ તૂટીને રૂ.૧૦૦૩, સુઝલોન એનજીૅ રૂ.૨.૩૬ ઘટીને રૂ.૪૫.૦૨, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૯૬.૬૫  ઘટીને રૂ.૨૮૬૯, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪.૩૫ ઘટીને રૂ.૪૮૫, ભેલ રૂ.૬.૩૫ ઘટીને રૂ.૨૨૧.૨૦, ટીમકેન રૂ.૫૭.૬૦ ઘટીને રૂ.૨૮૩૮.૫૫ રહ્યા હતા.

પાવર શેરોમાં એનએચપીસી રૂ.15, એનટીપીસી રૂ.9 તૂટયા

પાવર શેરોમાં તેજીનો મોટો વેપાર સંકેલાવા લાગતાં મોટા ગાબડાં પડયા હતા. એનએચપીસી રૂ.૧૫.૨૨ એટલે ૧૫.૭૧ ટકા તૂટીને રૂ.૮૧.૦૩, ટાટા પાવર રૂ.૩૦.૩૫ તૂટીને રૂ.૩૬૧.૭૫, ભેલ રૂ.૧૧.૨૫ તૂટીને રૂ.૨૧૬.૩૦, એનટીપીસી રૂ.૮.૮૫ તૂટીને રૂ.૩૧૬.૦૫, સિમેન્સ રૂ.૬૮.૮૦ તૂટીને રૂ.૪૨૦૭.૮૦, પાવર ગ્રીડ કોર્પ રૂ.૩ ઘટીને રૂ.૨૭૦.૧૦ રહ્યા હતા.

સેઈલ, એનએમડીસી, કોલ ઈન્ડિયા, જિન્દાલ ગબડયા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ આજે તેજીના વળતાં પાણી થતાં જોવાઈ ઘણા શેરોમાં કડાકો બોલાઈ ગયો હતો. સેઈલ રૂ.૭.૫૫ તૂટીને રૂ.૧૨૬.૧૦, એનએમડીસી રૂ.૧૦.૩૫ ઘટીને રૂ.૨૩૧.૧૦, કોલ ઈન્ડિયા રૂ.૧૭.૪૦ તૂટીને રૂ.૪૩૮.૩૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૬.૮૫ ઘટીને રૂ.૫૯૦.૫૫, જિન્દાલ સ્ટીલ રૂ.૯.૭૫ ઘટીને રૂ.૭૫૧.૬૦, હિન્દાલ્કો રૂ.૭.૦૫ ઘટીને રૂ.૫૮૪.૫૫, વેદાન્તા રૂ.૨.૭૫ ઘટીને રૂ.૨૭૧.૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૭૫૬.૫૧ પોઈન્ટ તૂટીને ૨૬૯૯૬.૯૭ બંધ રહ્યો હતો.

બીપીસીએલ, પેટ્રોનેટ, એચપીસીએલ ગબડયા

ઓઈલ માર્કેટીંગ પીએસયુ શેરો સાથે ગેસ કંપનીઓના શેરોમાં પણ આજે મોટાપાયે પ્રોફિટ બુકિંગ થતાં બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૭૧૬.૯૦ પોઈન્ટ ઘટીને ૨૭૩૧૫.૨૦ બંધ રહ્યો હતો. પેટ્રોનેટ એલએનજી રૂ.૧૨.૮૦ તૂટીને રૂ.૨૫૭.૪૦, આઈઓસી રૂ.૭.૦૫ ઘટીને રૂ.૧૭૫.૪૫, બીપીસીએલ રૂ.૨૩.૪૫ તૂટીને રૂ.૫૯૦.૫૫, ઓએનજીસી રૂ.૯.૧૫ ઘટીને રૂ.૨૫૭.૮૦, એચપીસીએલ રૂ.૧૦.૯૫ ઘટીને રૂ.૪૯૯.૧૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯.૩૫ ઘટીને રૂ.૨૯૦૨.૯૫ રહ્યા હતા.

બીઓબી, સ્ટેટ બેંક, આઈડીએફસી ફર્સ્ટ, ઈન્ડસઈન્ડ બેંકમાં ધોવાણ

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ તેજીનો મોટો વેપાર હળવો થવા લાગતાં  ઘણા શેરોના ભાવો સતત તૂટતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૭૫૩.૮૦ પોઈન્ટ તૂટીને ૫૦૯૭૮.૮૮ બંધ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૂ.૭.૬૫ ઘટીને રૂ.૨૫૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૨.૦૭ ઘટીને રૂ.૭૯.૨૧, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૬.૩૫ ઘટીને રૂ.૭૦૭.૯૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૨.૬૫ ઘટીને રૂ.૧૪૫૨.૯૫, કોટક બેંક રૂ.૩૨.૧૦ ઘટીને રૂ.૧૭૧૦.૦૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૫.૧૦ ઘટીને રૂ.૯૯૫.૬૫, એચડીએફસી બેંક રૂ.૧૨.૬૫ ઘટીને રૂ.૧૩૯૦.૫૫ રહ્યા હતા. 

તેજીના વળતાં પાણી : વ્યાપક ગાબડાં 

શેરોમાં તેજીના વળતાં પાણી થયા હોય એમ લાંબા સમય બાદ આજે માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. જાતેજાતમાં વેચવાલીના પરિણામે બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૯ સ્ક્રિપો-શેરો પૈકી ૩૦૧૫ શેરો નેગેટીવ બંધ રહ્યા હતા. જ્યારે માત્ર ૯૮૦ શેરો પોઝિટીવ બંધ રહ્યા હતા. ૮૪ શેરો સ્થિર રહ્યા હતા.

 FPIs/FIIની રૂ.127 કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ખરાબ બજારે આજે-સોમવારે કેશમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ અને એફઆઈઆઈઝની રૂ.૧૨૬.૬૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી.  જેમાં કુલ રૂ.૯૧૫૬.૯૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૦૩૦.૩૭ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે ડીઆઈઆઈની રૂ.૧૭૧૧.૭૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. જેમાં કુલ રૂ.૧૧,૧૮૩.૯૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૪૭૨.૧૫ કરોડની વેચવાલી થઈ હતી. 

સ્મોલ, મિડ કેપ શેરોમાં ધબડકાના પ્રમુખ કારણો

(૧) શેર બજારોમાં લિસ્ટેડ કંપનીઓ પૈકી ૭૦ ટકા કંપનીઓના શેરો ઓવર વેલ્યુડ-એટલે કે ફંડામન્ટલથી આગળ નીકળી જઈ વધુ ખર્ચાળ બનતાં વેચવાલી

(૨)લિક્વિડિટીના અભાવમાં શેરોમાં ઓછા વોલ્યુમે થતી બેફામ તેજીને ખતરો ગણી ફંડો હળવા થવા લાગ્યા

(૩) જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને આર્થિક અનિશ્ચિતતાના સંજોગોમાં સંભવિત વૈશ્વિક કડાકાએ સાવચેતી

(૪) રોકાણ સુરક્ષિત કરવા સ્મોલ-મિડ કેપમાંથી રોકાણ પાછું ખેંચી લાર્જ કેપ. શેરોમાં રોકાણ તરફ વળતાં ફંડો

(૪) તાજેતરમાં પીએસયુ રેલવે, ડિફેન્સ, બેંકિંગ શેરોમાં થયેલા તેજીના અતિરેકથી સાવચેત થઈ મ્યુ. ફંડો નફો બુક કરવા લાગ્યા.

(૫) છેલ્લા એક વર્ષની ઐતિહાસિક તેજીમાં અનેકગણો નફો મળતાં અને માર્ચ એન્ડિંગ પહેલા મોટા કડાકાની આશંકાએ અગમચેતીમાં ઈન્વેસ્ટરોની નફો ઘરભેગો કરવાની હોડ.

નિષ્ણાતો-સમીક્ષોનું હજુ સ્મોલ-મિડ શેરોના ભાવોમાં 18 થી 20 ટકા ઘટાડાનું અનુમાન

શેરોમાં આજે આખરે સ્મોલ, મિડ કેપ શેરોમાં જોવાયેલા મોટા ઘટાડાના પગલે બજારના નિષ્ણાંતો-સમીક્ષકો આ કરેકશનને અપેક્ષિત ગણાવી રહ્યા હતા. સમીક્ષકોના અનુમાને કરેકશન ઘટાડાની આ હજુ શરૂઆત હોવાનું અને ઓવર વેલ્યુએશનને લઈ હજુ સ્મોલ, મિડ કેપ શેરોમાં ૧૮ થી ૨૦ ટકા ઘટાડો શકય હોવાનું અનુમાન બતાવી રહ્યા હતા. આ સાથે હાલના તબક્કે બોટમ ફિશિંગ કે ઘટાડાને શેરો સસ્તા મળી રહ્યા હોવાનું માનીને ખરીદીની ઉત્તાવળ નહીં કરવાનું અને ખાસ પેન્ની શેરોથી દૂર રહેવા અને ઘટાડામાં ક્વોલિટી લાર્જ કેપ શેરો જ ધ્યાનમાં રાખવા સલાહભર્યુ હોવાનું જણાવી રહ્યા હતા.

મિડ કેપ શેરોમાં માર્કેટ કેપ. રૂ.2,37,297 કરોડ ધોવાયું : 124 શેરો પૈકી 103 ગબડયા

બીએસઈ મિડ કેપ શેરોમાં આજે પણ ઓલ રાઉન્ડ પેનિક સેલિંગ થતાં શેરોમાં વ્યાપક ગાબડાં પડતાં બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૧૦૩૮.૪૩ પોઈન્ટ એટલે કે ૨.૬૨ ટકા તૂટીને ૩૮૫૩૧.૧૪ બંધ રહ્યો હતો. બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૨૪ સ્ક્રિપો-શેરો પૈકી ૧૦૩ શેરોના ભાવ તૂટીને  નેગેટીવ રહ્યા હતા. જ્યારે માત્ર ૨૧ પોઝિટીવ બંધ રહ્યા હતા. આ સાથે બીએસઈ મિડ કેપ શેરોનું માર્કેટ કેપિટલાઈઝેશન જે ૯, ફેબુ્રઆરી ૨૦૨૪ના રૂ.૬૬,૯૭,૧૫૨ કરોડ હતું , એ આજે એક દિવસમાં ૨,૩૭,૨૯૭ કરોડ ધોવાઈ જઈને દિવસના અંતે રૂ.૬૩,૬૯,૮૫૪ કરોડ રહી ગયું હતું. 

કંપનીનું નામ

શેરનો ભાવ

કેટલો ઘટયો

કેટલા ટકા તૂટયો

-

૧૨-૦૨-૨૪

     (રૂપિયામાં)  

  (ટકાવારીમાં)

એસજેવીએન

રૂ.૧૧૨.૫૦

-રૂ.૨૮.૧૦

-૧૯.૯૯%

એનએચપીસી

રૂ.૮૧.૦૩

-રૂ.૧૫.૨૨

-૧૫.૮૧%

એનઆઈએસીએલ

રૂ.૨૪૬.૯૦

-રૂ.૪૪.૦૫

-૧૫.૧૪%

જીઆઈસીરી

રૂ.૩૪૭.૩૫

-રૂ.૫૮.૫૦

-૧૪.૪૧%

ભારત ફોર્જ

રૂ.૧૧૩૦

-રૂ.૧૮૪.૬૦

-૧૪.૦૪%

આઈઆરએફસી

રૂ.૧૩૩

-રૂ.૨૦.૭૦

-૧૩.૪૭%

આઈઓબી

રૂ.૬૪.૦૫

-રૂ.૭.૦૬

-૯.૯૩%

યશ બેંક લિ.

૨૮.૨૮

-રૂ.૩.૦૯

-૯.૮૫%

ઓઈલ ઈન્ડિયા

રૂ.૪૬૬.૭૫

-રૂ.૪૮.૭૦

 


સ્મોલ કેપ શેરોમાં માર્કેટ કેપ. રૂ.2,41,931 કરોડ ધોવાયું : 946 શેરો પૈકી 823 ગબડયા

સ્મોલ કેપ કંપનીઓના શેરોમાં આજે વ્યાપક ગાબડાં પડતાં બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૧૪૪૩.૫૨ પોઈન્ટ એટલે કે ૩.૧૬ ટકા તૂટીને ૪૪૨૦૬.૭૮ બંધ રહ્યો હતો. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સમાં સમાવિષ્ટ કુલ ૯૪૬ સ્ક્રિપો-શેરો પૈકી ૮૨૩ શેરોના ભાવ તૂટી નેગેટીવ બંધ રહ્યા હતા. જ્યારે માત્ર ૧૨૩ પોઝિટીવ બંધ રહ્યા હતા. આ સાથે બીએસઈ સ્મોલ કેપ શેરોમાં કડાકા સાથે સ્મોલ કેપ શેરોનું માર્કેટ કેપિટલાઈઝેશન જે ૯, ફેબુ્રઆરી ૨૦૨૪ના રૂ.૬૯,૮૮,૪૪૦ કરોડ હતું , એ આજે એક દિવસમાં જ રૂ.૨,૪૧,૯૩૧ કરોડ ધોવાઈ જઈ રૂ.૬૭,૪૬,૫૦૯ કરોડ રહી ગયું હતું. અહીં ૯, ફેબુ્રઆરી ૨૦૨૪ની તુલનાએ એક દિવસમાં સૌથી વધુ તૂટનાર ૧૦ શેરોની યાદી આપવામાં આવી છે.

કંપનીનું નામ

શેરનો ભાવ

કેટલો ઘટયો

કેટલા ટકા તૂટયો

-

૧૨-૦૨-૨૪

(રૂપિયામાં)             

 (ટકાવારીમાં)

રામકી લિ.

રૂ.૫૮૩.૫૫

-રૂ.૧૨૫.૮૦

-૧૭.૭૩%

આંધ્ર પેટ્રો.

રૂ.૮૭.૬૦

-રૂ.૧૬.૪૦

-૧૫.૭૭%

પીટીસી લિ.

રૂ.૧૯૨.૩૦

-રૂ.૩૪.૭૫

-૧૫.૩૦%

એનએલસી ઈન્ડિયા

રૂ.૨૧૪.૩૫

-રૂ.૩૮.૧૫

-૧૫.૧૧%

આઈટીઆઈ લિ.

૨૧૪.૩૫

-રૂ.૪૫.૩૦

-૧૩.૮૪%

જીએમડીસી લિ.

રૂ.૩૭૫

-રૂ.૫૫.૯૦

-૧૨.૯૭%

અનુપ લિ.

રૂ.૨૬૮૩

-રૂ.૩૯૯.૮૦

-૧૨.૯૭%

હેમિસ્ફિયર પ્રોપર્ટી

રૂ.૨૦૦.૯૦

-રૂ.૨૯.૮૦

-૧૨.૯૨%

Gujarat