ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 18,500 કરોડનો ઈન્ફલો, કુલ AUM ઘટીને રૂ. 37.4 લાખ કરોડ

અમદાવાદ,તા. 9 જુન 2022,ગુરૂવાર

યુદ્ધની કટોકટી અને હવે વ્યાજદરમાં વધારાને કારણે સર્જાઈ રહેલ ઉથલપાથલને ઈક્વિટી માર્કેટમાં પ્રત્યક્ષ રોકાણમાં વધી રહેલ જોખમથી બચવા માટે મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનું જોમ વધી રહ્યું છે. એમફીના આંકડા અનુસાર મે મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 18.500 કરોડનો ઈન્ફલો જોવા મળ્યો છે જે અગાઉના મહિને રૂ. 15,900 કરોડની આસપાસ હતો.

જોકે અનિશ્ચિત્તાના આ માહોલ છતા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં વધી રહેલું રોકાણ ઈન્વેસ્ટરોનું મજબૂત સેન્ટીમેન્ટ અને આગામી સમયનો આશાવાદી અભિગમ રજૂ કરે છે. આવો જોઈએ મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટના મે મહિનાના લેખા-જોખાં..........

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા(AMFI) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર ઇક્વિટી અને ઇક્વિટી-લિંક્ડ સ્કીમ્સમાં નેટ રોકાણ મે મહિનામાં 16% વધીને રૂ. 18,529.4 કરોડ થયું છે. ઈક્વિટી સ્કીમમાં રોકાણનો આ સતત પંદરમો મહિનો છે.

જોકે સામે પક્ષે ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક ઈન્ડાયસિસમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. મે માસમાં સેન્સેક્સ 2.5% ઘટ્યો અને નિફ્ટી 50 2.8% ઘટ્યો હતો.

મહત્વની વાત એ છે કે મે મહિનામાં મ્યુચ્યુઅલ ફંડના તમામ સેગમેન્ટમાં ઇનફ્લો નોંધાયો હતો. તમામ કેટેગરીમાં મલ્ટી કેપ સ્કીમમાં  સૌથી ઓછું રોકાણ જોવા મળ્યું હતું, જ્યારે લાર્જ કેપ્સમાં સૌથી વધુ રોકાણ જોવા મળ્યું હતું.


સ્કીમ

એપ્રિલ ઈન્ફલો

(કરોડ રૂપિયા)

મે ઈન્ફલો

(કરોડ રૂપિયા)

 

 

 

મલ્ટી કેપ ફંડ

૧૨૬૫

૧૩૪૦.૩

લાર્જકેપ ફંડ

૨૪૮૫.૩

૧૨૫૮.૯

મિડકેપ ફંડ

૧૮૩૧.૫

૧૫૪૯.૭

સ્મોલકેપ ફંડ

૧૭૬૯

૧૭૧૬


SIPનું પરફોર્મન્સ : 

ભારતીયોની રોકાણની નવી ઢબ બનેલ સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં ઈન્ફલો મે મહિનામાં રૂ. 12,000 કરોડને પાર નીકળ્યું છે. માર્ચ મહિનામાં એસઆઈપી રોકાણ રૂ. 12,327.9 કરોડની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

ડેટ ફંડ્સ :

કંપનીઓ દ્વારા વધારાની ફાજલ પડેલ રોકડ રકમ ટૂંકા ગાળા માટે રોકાણ કરવા માટે વપરાતા મ્યુચ્યુઅલ ફંડના લિક્વિડ ફંડ્સમાં સતત બીજા મહિને ઇનફ્લો જોવા મળ્યો હતો. જોકે લિક્વિડ ફંડમાં ગત મહિને આવેલ રોકાણ ઓગસ્ટ 2021 પછીનું સૌથી ઓછું છે. સતત છઠ્ઠા મહિને રોકાણકારોએ ક્રેડિટ રિસ્ક ફંડમાંથી પૈસા પરત ખેંચ્યા હતા.

ચોખ્ખું રોકાણ : 

ડેટ અને ઇક્વિટી સહિતની તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ્સ, લો ડ્યુરેશન ફંડ્સ, મની માર્કેટ ફંડ્સ અને શોર્ટ ડ્યુરેશન ફંડ્સ દ્વારા પરત ખેંચાયેલા રોકાણનને પગલે આઉટફ્લો નોંધાયો હતા.મની માર્કેટ ફંડ્સમાં એપ્રિલમાં રૂ. 16,193.7 કરોડના પ્રવાહ સામે મે મહિનામાં રૂ. 14,598.6 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો.
એવરેજ અંડર મેનેજમેન્ટ એપ્રિલમાં રૂ. 38.88 લાખ કરોડની સામે રૂ. 37.3 લાખ કરોડ હતું. નેટ એયુએમ પણ પાછલા મહિનામાં રૂ. 37.56 લાખ કરોડથી ઘટીને રૂ. 37.2 લાખ કરોડ પર આવી ગયું છે.


SIP at Rs 12,286 cr vs Rs 11,863 cr (MoM)

 

Jan'20:  8532 cr.

Feb'20 : 8513 cr.

Mar'20 : 8641 cr.

Apr'20 : 8380 cr.

May'20 : 8123 cr.

June'20 : 7927 cr.

July'20 : 7830 cr.

Aug'20 : 7792 cr.

Sept'20 : 7788 cr.

Oct'20 : 7800 cr.

Nov'20 : 7302 cr.

Dec'20 : 8418 cr.

Jan'21 : 8023 cr.

Feb'21 : 7528 cr.

Mar'21 : 9182 cr.

Apr'21 : 8591 cr.

May'21 : 8819 cr.

June'21 : 9156 cr.

July'21 : 9609 cr.

Aug'21 : 9923 cr.

Sept'21 : 10,351 cr.

Oct'21 : 10,519 cr.

Nov'21 : 11,005 cr.

Dec'21 : 11,305 cr.

Jan'22 : 11,517 cr.

Feb'22 : 11,438 cr.

Mar'22 : 12,328 cr.

Apr'22 : 11,863 cr.

May'22 : 12,286 cr

City News

Sports

RECENT NEWS