Business

ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પને ઝટકો: ભારતમાં હજારો કરોડનું રોકાણ કરશે 140 વર્ષ જૂની ફાર્મા કંપની

By GS TEAM
6 Oct 20252 mins read
TukuTouch Logo
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પર 100 ટકા ટેરિફ લાદવાની ધમકીની સીધી અસર જોવા મળી રહી છે. અમેરિકાની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક એલી લિલી (Eli Lilly)એ ભારતમાં એક બિલિયન ડૉલર (આશરે 8,800 કરોડ રૂપિયા)નું જંગી રોકાણ કરવાની જાહેરાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પને ઝટકો: ભારતમાં હજારો કરોડનું રોકાણ કરશે 140 વર્ષ જૂની ફાર્મા કંપની

US Pharma Company Shifts To India: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પર 100 ટકા ટેરિફ લાદવાની ધમકીની સીધી અસર જોવા મળી રહી છે. અમેરિકાની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક એલી લિલી (Eli Lilly)એ ભારતમાં એક બિલિયન ડૉલર (આશરે 8,800 કરોડ રૂપિયા)નું જંગી રોકાણ કરવાની જાહેરાત કરી છે.

અમેરિકન કંપનીઓ દેશ છોડીને વિદેશમાં રોકાણ કરી રહી છે, જેનો સીધો લાભ ભારતને મળી શકે છે. એલી લિલીનું આ પગલું 'મેક ઇન ઇન્ડિયા' ઝુંબેશને મોટો વેગ આપશે.

હૈદરાબાદમાં નવું યુનિટ સ્થપાશે!

કંપનીનું આ રોકાણ આગામી થોડા વર્ષોમાં નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ અને ક્વોલિટી ફેસિલિટી માટે કરવામાં આવશે. કંપનીએ જાહેરાત કરી કે હૈદરાબાદમાં એક નવી ઉત્પાદન અને ગુણવત્તા સુવિધા સ્થાપિત કરશે. આ હબ સમગ્ર ભારતમાં એલી લિલીના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ નેટવર્કનું નિરીક્ષણ કરશે.

એલી લિલીના જણાવ્યાનુસાર,આ રોકાણ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગને મજબૂત બનાવશે અને વિશ્વભરના દર્દીઓ માટે સ્થૂળતા (Obesity), ડાયાબિટીસ, અલ્ઝાઇમર, કેન્સર અને ઓટોઇમ્યુન બિમારી માટે દવાઓ પહોંચાડવામાં મદદ કરશે.

આ પણ વાંચો: ચીન ખાતેથી આયાત થતા કોલ્ડ રોલ્ડ ફલેટ સ્ટેનલેસ સ્ટીલની એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ

ભારતની પ્રતિભા અને નીતિઓમાં વિશ્વાસ

ભારતમાં રોકાણ કરવાનો એલી લિલીનો નિર્ણય દેશની કુશળ પ્રતિભા, મજબૂત માળખાગત સુવિધાઓ અને વ્યવસાય-મૈત્રીપૂર્ણ સરકારી નીતિઓમાં તેના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. 140 વર્ષ જૂની અને 795 બિલિયન ડૉલર ( 70 લાખ કરોડ રૂપિયા)થી વધુ માર્કેટ કેપ ધરાવતી આ કંપની ભારતને તેના વૈશ્વિક આરોગ્યસંભાળ નેટવર્ક માટે એક મુખ્ય કેન્દ્ર બનાવવા માંગે છે.

ઈન્વેસ્ટ ઈન્ડિયાના CEOની પ્રતિક્રિયા

ઈન્વેસ્ટ ઇન્ડિયાના સીઈઓ નિવૃતિ રાયે જણાવ્યું હતું કે, 'એલી લિલીનું રોકાણ ભારતની ક્ષમતા અને નીતિગત સ્થિરતામાં તેમના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. આનાથી માત્ર આરોગ્યસંભાળની સાથે સાથે દેશમાં ઉત્પાદનને પણ વેગ મળશે.' કંપનીનો આ નિર્ણય ભારતના આરોગ્યસંભાળ ક્ષેત્ર માટે નવી વૈશ્વિક ઓળખ સ્થાપિત કરવા તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.