Get The App

ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન 17 ટકા વધીને 19.7 લાખ યુનિટને સ્પર્શી ગયું

- ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ (કાર અને એસયુવી સહિતના પેસેન્જર વાહનો)ની નોંધણીએ ૧૦૦,૦૦૦નો આંકડો વટાવી દીધો

Updated: Apr 19th, 2025

GS TEAM


Google News
Google News
ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન 17 ટકા વધીને 19.7 લાખ યુનિટને સ્પર્શી ગયું 1 - image


નવી દિલ્હી : સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ) દ્વારા રજુ કરાયેલ ડેટા અનુસાર, ભારતમાં ઈલેક્ટ્રિક વાહન (ઈવી)ની નોંધણી નાણાંકીય વર્ષ ૨૦૨૫માં ૧૯.૭ લાખ યુનિટને સ્પર્શી ગઈ હતી, જે મુખ્યત્વે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિને કારણે છે. તે નાણાંકીય વર્ષ ૨૦૨૪ની સરખામણીમાં ૧૭% નો વધારો દર્શાવે છે.

દ્વિચક્રી વાહનોમાં ઇલેક્ટ્રિક પાવરટ્રેનનો સ્વીકાર સૌથી વધુ અગ્રણી હતો, જેણે ઓટોમોટિવ ક્ષેત્રની અંદર ઈલેક્ટ્રિક વાહન સંક્રમણનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન વાર્ષિક ધોરણે ૨૧% વધીને ૧૧.૫ લાખ યુનિટ થયું છે.

એકંદર ટુ-વ્હીલર માર્કેટમાં સેગમેન્ટનો હિસ્સો ૨૦૨૪-૨૫ દરમિયાન ૬%ના આંકને વટાવી ગયો.ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરડબલ્યુ સેગમેન્ટમાં વર્ષ દરમિયાન બજાજ ઓટો, ટીવીએસ મોટર કંપની અને હીરો મોટોકોર્પ જેવા લેગસી ખેલાડીઓ સાથે તીવ્ર સ્પર્ધા જોવા મળી હતી.

ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ (કાર અને એસયુવી)ની નોંધણીએ ૧૦૦,૦૦૦નો આંકડો વટાવી દીધો છે, જે વાર્ષિક ધોરણે ૧૮.૨%ની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૫ માટે એકંદર પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો  હિસ્સો લગભગ ૩% હતો.

નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરનું રજિસ્ટ્રેશન વાર્ષિક ધોરણે ૧૧% વધીને લગભગ ૭૦૦,૦૦૦ યુનિટ થયું છે. ઇલેક્ટ્રિક વ્હીકલના હવે કુલ થ્રી-વ્હીલર રજીસ્ટ્રેશનમાં ૫૭%નો હિસ્સો ધરાવે છે, જે સેગમેન્ટના ઝડપી વિદ્યુતીકરણને અન્ડરસ્કોર કરે છે.

EV રજીસ્ટ્રેશન પર નજર

વાહન

રજીસ્ટ્રેશન

 

વધારો

-

નાણાં વર્ષ ૨૦૨૪

નાણાં વર્ષ ૨૦૨૫

(ટકામાં)

ટુ વ્હીલર

૯૪૮૫૦૦

૧૧૫૦૦૦૦

૨૧

થ્રી વ્હીલર

૬૩૨૮૦૦

૭૦૦૦૦૦

૧૧

કાર

૯૧૫૦૦

૧૦૭૬૦૦

૧૮

કુલ

૧૬૮૦૦૦૦

૧૯૭૦૦૦૦

૧૭

Tags :