Get The App

બિહારમાં ચૂંટણી, અન્ય રાજ્યોના ઉદ્યોગો ઠપ

- ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજક્ટો બિહારના મજૂરો આધારીત બની ગયા

- છઠ પૂજાના દિવસોથી સુરત, મુંબઇ જેવા સ્ટેશનો પર હકડેઠઠ ભીડ જોવા મળી હતી: આ ભીડ મતદાન માટે જતા લોકોની નથી હોતી પરંતુ ચૂંટણીં જંગમાં મળતા આડકતરા લાભ માટેની હોય છે

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં ચૂંટણી, અન્ય રાજ્યોના ઉદ્યોગો ઠપ 1 - image


અમદાવાદ : બે તબક્કામાં યોજાઇ રહેલા  બિહાર  વિધાનસભા જંગમાં તારીખ ૬ના ગુુરૂવારે પ્રથમ તબક્કાનું મતદાન છે. બીજો તબક્કો ૧૧મી તારીખે છે જ્યારે ૧૪મીએ પરિણામો છે. બિહાર વિધાનસભાનો જંગ તેજીમાં છે પરંતુ તેની આડ અસરના કારણે અનેક ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટો બંધ હાલતમાં આવી ગયા છે. આ ઉપરાંત રીયલ એસ્ટેટ, સ્ટીલ ફાઉન્ડ્રી સહિતના દરેક મોટા ઉદ્યોગ પ્રોજેક્ટના પાયામાં મજૂરો રહેલા છે. બ્રિજ બાંધવા જેવા હેવી પ્રોજેક્ટોમાં બિહારના મજૂરોની જરૂર પડે છે.

બિહારના મજૂરોની શોર્ટેજ પાછળના મુખ્ય બે કારણો છે. એક છે છઠ પૂજા અને બીજી છે બિહાર વિધાનસભાની ચૂંટણી. તમિળનાડુુ અને પંજાબમાં તો બિહારમાં મજૂરોની સંખ્યા ૩૦થી ૬૦ ટકા જેટલી છે. આ બંને રાજ્યોમાં ચાલતા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજક્ટો બિહારના મજૂરો આધારીત બની ગયા છે.

આ બંને રાજ્યોની અનેક કંપનીઓનું ઉત્પાદન ઠપ થઇ ગયું છે. કેટલાક કંપનીઓેએ તો બિહારના પરિણામો સુધી કંપનીમાં રજા જાહેર કરી દીધી છે. ૧૪મીના પરિણામો પછી દરેક મજૂરો તેમના કામ પર પાછા ફરશે.

ચૂંટણીઓની ખાસિયત એ હોય છેકે દરેક ઘરમાં રાજકીય પક્ષો ચૂંટણી પ્રલોભન રુપે નાની મોટી ભેટ આપતા હોય છે. રાજકીય પક્ષો રોકડ રકમ પણ આપતા હોય છે. જેમનું ઘર ખુલ્લું હોય તેને ચૂંટણીમાં રોકડ સહીતના વિવિધ લાભો મળતા હોય છે.

છઠ પૂજાના દિવસોથી સુરત, મુંબઇ જેવા સ્ટેશનો પર હકડેઠઠ ભીડ જોવા મળી હતી. આ ભીડ મતદાન માટે જતા લોકોની નથી હોતી પરંતુ રાજકીય ભેટ લેવા માટે જતા લોકોની છે એમ કહી શકાય.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અનેક પ્રોજક્ટો બિહારના મજૂરો વિના ચાલી શકે એમ નથી હોતા. જ્યાં સખત મજૂરીની વાત આવે છે ત્યાં બિહારના મજૂરોની ટૂકડી કામ આવે છે. મજૂરો દરેક રાજ્યોમાંથી કામ પર આવે છે પરંતુ તેમાં ઘરકામ, ખેતીના કામ, રોડના બંાધકામ, રેલ્વેના પાટા પર કામ કરનારા, મોટા બ્રિજ કે ટનેલ યોજના માટેના મજૂરો જેવા પ્રકારો હોય છે.

રાજસ્થાનથી કે મહારાષ્ટ્રથી આવતા મજૂરો મોટા ભાગે ઘરકામમાં નિષ્ણાત હોય છે, પંચમહાલથી આવતા મજૂરો રોડકામ વગેરે બહુ સારી રીતે કરે છે, ખેતીનું કામ સ્થાનિક સ્તરના મજૂરો કરતા હોય છે જ્યારે બ્રિજ માટે મોટા ગર્ડર ઉઠાવવા કે ઉંડા ખોદકામ માટે બિહારના મજૂરોને કામ પર લેવામાં આવે છે.

પ્રોજેક્ટ ગમે તેટલો મોટો હોય પરંતુ તે શરૂઆતમાં તેમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ કે કોમ્પ્યુટર ટેકનોલોજી કામમાં નથી આવતી પણ પરસેવો પાડતા મજૂરો કામમાં આવે છે. કેટલાક પ્રોજક્ટો પર કામ કરવાની મજૂરોની આંતરીક સ્કીલ હોય છે.

કડિયાનાકા પર મળતા મજૂરો અને પ્રોજક્ટના કામમાં લેવાતા મજૂરોમાં આસમાન જમીનનો ફર્ક હોય છે. મોટી એન્જીન્યરીંગ કંપનીઓ મજૂરોની તમામ સવલતો પુરી કરતી હોય છે. કેમકે મજૂરોની ચોક્કસ ટુકડીઓ સાચવ્યા વગર તેમને છૂટકો નથી હોતો. તેમને વારે તહેવારે રજા અપાય તે તો ઠીક પણ  તેમને બિહારમાં વતન જવાની ટિકીટ પણ કાઢી અપાય છે.છઠ પૂજાના દિવસોથી સુરત, મુંબઇ જેવા સ્ટેશનો પર હકડેઠઠ ભીડ જોવા મળી હતી. આ ભીડ મતદાન માટે જતા લોકોની નથી હોતી પરંતુ ચૂંટણીં જંગમાં મળતા આડકતરા લાભ હોય છે.બિહારના મજૂરોની ગેરહાજરીના કારણે  અનેક પ્રોજક્ટો  ઠપ સ્થિતિમાં છે.

Tags :