Get The App

નવા વર્ષના પ્રારંભે સોના-ચાંદીની ટેરીફ વેલ્યુમાં વધારો થતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલી વૃદ્ધિ

- ચીન તથા અમેરિકા વચ્ચે ટૂંકમાં વેપાર સમજૂતીના કરાર થવાની આશાએ વિશ્વ બજારમાં સોનાના ભાવ ઘટયા : ચીને રિઝર્વ રેશિયો ઘટાડયો

- વિશ્વ બજાર પાછળ કિંમતી ધાતુઓમાં ઉંચેથી ઘટાડો

Updated: Jan 1st, 2020

GS TEAM

Google News
Google News
નવા વર્ષના પ્રારંભે  સોના-ચાંદીની ટેરીફ વેલ્યુમાં વધારો થતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ  ડયુટીમાં થયેલી વૃદ્ધિ 1 - image

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 01 જાન્યુઆરી 2020, બુધવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે  નવા વર્ષના પ્રથમ દિવસે સોના-ચાંદીના ભાવ વધ્યા મથાલેથી ઘટાડા પર રહ્યા હતા.  વિશ્વ બજારના સમાચાર ઉછાળે નરમાઈ બતાવતા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૧૫૨૨.૧૦ ડોલરવાળા ઘટી સાંજે ૧૫૧૭.૫૦ ડોલર રહ્યા હતા. સોના પાછળ ચાંદીના ભાવ વિશ્વ બજારમાં ૧૮.૦૪ ડોલર વાળા ઘટી આજે સાંજે  ૧૭.૮૫ ડોલર રહ્યા હતા.

દરમિયાન, ઘરઆંગણે આજે કરન્સી બજારમાં  રૂપિયા સામે  ડોલરના ભાવ ૩ પૈસા વધી રૂ.૭૧.૩૬થી ૭૧.૩૭ રહ્યા હતા.  વિશ્વ બજારમાં   ડોલર ઈન્ડેક્સ ઉંચો જતાં  સોનામાં ઉછાળે ફંજડવાળા હળવા થઈ રહ્યા હતા.  મુંબઈ બજારમાં  આજે કરન્સી બજારમાં બ્રિટીશ પાઉન્ડના ભાવ વધી રૂ.૯૪.૭૫ થઈ રૂ.૯૪.૫૬ બંધ રહેતાં  ૩૭ પૈસાની  વૃદ્ધી નોંધાઈ હતી.

જોકે યુરોના ભાવ ઘટી ૭૯.૬૬ થઈ ૭૯.૮૯થી ૭૯.૯૦ બંધ રહેતાં ૧૯ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. યુરોપ અને બ્રિટન વચ્ચેના છૂટાછેડા બ્રેકઝીટ વિશે હવે આગળ ઉપર પ્રગતિ કેવી થાય છે તેના પર કરન્સી બજારના ખેલાડીઓની નજર રહી હતી. 

દરમિયાન, ઘરઆંગણે ઝવેરી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં  આયાત થતા  સોના-ચાંદીની આયાત જકાત ગણવા બેન્ચમાર્ક  તરીકે વપરાતી  ટેરીફ વેલ્યુમાં  સરકારે વધારો કર્યો છે. આવી ટેરીફ વેલ્યુ સોનાની ૧૦ ગ્રામદીઠ ૪૭૨ ડોલરથી વધારી ૪૮૭ ડોલર કરવામાં આવી છે જ્યારે ચાંદીની આવી ટેરીફ વેલ્યુ કિલોના ૫૪૪ ડોલરવાળી વધારીને  ૫૭૫ ડોલર કરવામાં આવી છે. 

આના પગલે ઘરઆંગણે આયાત થતી કિંમતી ધાતુઓની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ઉંચકાઈ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.  દરમિયાન ચીનની સરકારે રિઝર્વ રિકવાયરમેન્ટ રેશિયો ૫૦ પોઈન્ટ ઘટાડયો છે. જેનો અમલ છઠ્ઠી જાન્યુઆરીથી થવાનો હોવાના સમાચાર હતા.

દરમિયાન, મુંબઈ ઝવેરી બજારમાં  સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૯૦૮૩ વાળા ૩૮૯૫૧ થઈ ૩૮૯૬૨ બંધ રહ્યા હતા.  જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૯૨૪૦  વાળા રૂ.૩૯૧૦૮ થઈ રૂ.૩૯૧૧૯ બંધ રહ્યા હતા જ્યારે  જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા રહ્યા હતા.  દરમિયાન મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર ૪૬૬૬૫ વાળા રૂ.૪૬૧૦૫  થઈ રૂ.૪૬૧૪૫ બંધ રહ્યા પછી  સાંજે ભાવ રૂ.૪૬૧૦૦થી ૪૬૧૫૦ તથા કેશમાં ભાવ આ ભાવથી રૂ.૯૦૦ ઉંચા રહ્યા હતા જ્યારે  જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા રહ્યા હતા. 


Tags :