Get The App

વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવ ઉછળ્યા ઘરઆંગણે પણ ચમકારો

- વાયદા બજારમાં પણ ખાદ્યતેલો આંચકા પચાવી ઝડપથી વધ્યા

- મુંબઈ હાજર એરંડાના ભાવ ગબડી રૂ.૪૦૦૦ની અંદર ઉતર્યા

Updated: Feb 4th, 2020

GS TEAM

Google News
Google News
વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવ ઉછળ્યા ઘરઆંગણે પણ  ચમકારો 1 - image

મુંબઈ, તા. 04 ફેબુ્રઆરી 2020, મંગળવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ આંચકા પચાવી ફરી ઉંચા બોલાતા હતા. વિશ્વ બજારના  સમાચાર પ્રોત્સાહક હતા. ઘરઆંગણે માગ પણ વધી હતી. પામતેલમાં  આજે ૧૦ કિલોના રૂ.૮૩૫થી ૮૪૦માં આશરે ૬૦૦થી ૭૦૦ ટનના વેપાર થયા હતા.   મલેશિયામાં  પામતેલનો વાયદો  આજે ઈન્ટ્રા-ડે ચાલુ બજારે ઉંચામાં  ૮૩થી ૮૪ પોઈન્ટ ઉછળ્યો  હતો. 

અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો આજે સાંજે પ્રોજેકશનમાં ૪૮થી ૪૯ પોઈન્ટ ઉંચો બોલાતો હતો. ઘરઆંગણે મુંબઈ  બજારમાં આજે પામતેલના ભાવ વદી  હવાલા રિસેલના રૂ.૮૪૦ તતા જેએનપીટીના  રૂ.૮૩૫ રહ્યા હતા.  જ્યારે ક્રૂડ પામ ઓઈલ  સીપીઓ કંડલાના ભાવ રૂ.૭૫૦થી ૭૫૨ રહ્યા હતા.  ભારતે તાજેતરમાં પામતેલની આયાત પર જે અંકુશો મૂક્યા છે તે ટેમ્પરરી છે તથા મલેશિયા અને ભારત વચ્ચેના મતભેદો ટૂંકમાં દૂર થવાની આશા મલેશિયા દ્વારા બતાવાઈ છે. 

દરમિયાન, મલેશિયાએ બી-૨૦ બાયોડિઝલ વિકસાવ્યું છે જેથી ક્રૂડતેલના વિકલ્પના સ્વરૂપમાં આવું બાયોડિઝલ વ્યાપક ચલણી બનશે એવી શક્યતા વિશ્વ બજારના જાણકારો આજે બતાવી રહ્યા હતા. 

મુંબઈ બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૧૪૦ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૧૧૦૦ તથા ૧૫ કિલોદીઠ રૂ.૧૭૬૦થી ૧૭૮૦ રહ્યા હતા. ત્યાં કોટન વોશ્ડના  ભાવ રૂ.૭૮૦થી ૭૮૫ વાળા રૂ.૭૯૦થી ૭૯૫ તથા મુંબઈ બજારમાં  કપાસિયા તેલના ભાવ રૂ.૮૪૦થી ૮૪૨ રહ્યા હતા. સોયાતેલના ભાવ ડિગમના રૂ.૮૨૨ તથા રિફાઈન્ડના રૂ.૮૫૫ રહ્યા હતા જ્યારે  સોયાતેલ વાયદાના ભાવ રૂ.૮૩૬.૪૦ રહ્યા પછી   ઉંચામાં  રૂ.૮૪૯.૪૦ થઈ સાંજે ભાવ રૂ.૮૪૭ રહ્યા હતા.  સનફલાવરના હાજર ભાવ રૂ.૮૩૦ તથા રિફા.ના રૂ.૮૭૦ રહ્યા હતા. જ્યારે કોપરેલના ભાવ  રૂ.૧૪૦૦ વાળા રૂ.૧૪૨૦  બોલાયા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૮૭૦ રહ્યા હતા. 

દરમિયાન, દિવેલના  ભવા આજે ૧૦ કિલોના રૂ.૮ ગબડયા હતા.   જ્યારે મુંબઈ  હાજર એરંડાના ભાવ  રૂ.૪૦૨૫ વાળા રૂ.૩૯૮૫ રહ્યા હતા.  મુંબઈ  ખોળ બજારમાં આજે સોયાખોળના ભાવ ટનના રૂ.૩૩૩૯૦થી ૩૩૩૯૫ વાળા રૂ.૩૩૭૦૦થી ૩૩૭૦૫ રહ્યા હતા જયારે  એરંડા ખોળના ભાવ રૂ.૪૫૫૦ વાળા રૂ.૪૫૦૦ રહ્યા હતા. મલેશિયામાં પામતેલનો સ્ટોક ઘટી ૨૭ મહિનાના તળિયે ઉતર્યો છે.

Tags :