Get The App

ખાદ્યતેલોમાં આગળ વધતો ભાવ ઘટાડો કપાસિયા તેલમાં સૌરાષ્ટ્ર પાછળ પીછેહટ

Updated: May 25th, 2023


Google NewsGoogle News
ખાદ્યતેલોમાં આગળ વધતો ભાવ ઘટાડો કપાસિયા તેલમાં સૌરાષ્ટ્ર પાછળ પીછેહટ 1 - image


વિશ્વ બજારમાં સોયાતેલના ભાવ વધુ ગબડયા

જો કે સિંગતેલમાં ઘટયા મથાળેે સ્થિર થવા મથતું બજારઃ એરંડા વાયદામાં વધુ ઘટાડોઃ મલેશિયામાં પામતેલનું ઉત્પાદન વધ્યું

મુંબઈ: મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે   વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં  ઘટાડો આગળ વધ્યો હતો.  નવા વેપાર દીમા હતા.  બાયરો  બજાર સ્થિર થવાની રાહ જોઈ રહ્યા હતા. સૌરાષ્ટ્રના બજારો પણ સૂસ્ત હતા. જો કે વિશ્વ બજારમાં હવામાન મિશ્ર જોવા મળ્યું હતું.  દરમિયાન, મલેશિયા ખાતે આજે પામતેલના વાયદાના ભાવ નજીકની ડિલીવરીમાં ૨૪ પોઈન્ટ  નરમ રહ્યા હતા.ત  જ્યારે ત્યાર પછીની ડિલીવરીના ભાવ ૧૫થી ૨૮ પોઈન્ટ સ પ્લસમાં રહ્યા હતા. 

 ત્યાં  પામ પ્રોડકટના  ભાવ અઢી ડોલર ઘટયા હતા.  દરમિયાન, અમેરિકાના કૃષી બજારોમાં  સોયાતેલના ભાવ ઓવરનાઈટ ૧૦૧ પોઈન્ટ તૂટયા પછી  આજે પ્રોજેકશનમાં  ભાવ વધુ ૧૫ પોઈન્ટ માઈનસમાં રહ્યા હતા.  ઘરઆંગણે સૌરાષ્ટ્ર કાતે કોટન વોશ્ડના ભાવ વધુઘટી  રૂ.૮૨૫  બોલાતા થયા હતા.  સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવ જો કે ઘટયા મથાલે  અથડાતા રહ્યા હતા.  સિંગદાણાના નવા ઉનાળુ પાકની આવકો પર બજારની નજર રહી હતી.   સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવ રૂ.૧૬૦૦થી ૧૬૨૫ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૨૫૫૦ રહ્યાના નિર્દેશો હતા.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે  ૧૦ કિલોદીઠ ભાવ સિંગતેલના રૂ.૧૬૨૫ રહ્યા હતા.  જ્યારે કપાસિયા તેલના ભાવ સૌરાષ્ટ્ર પાછળ વધુ ઘટી  રૂ.૯૨૫ બોલાતા થયા હતા.   મુંબઈ આયાતી પામતેલના ભાવ ઘટી નીચામાં રૂ.૮૬૬ થઈ છેલ્લે ભાવ  ડાયરેકટ  ડિલીવરીના  રૂ.૮૭૦ રહ્યા હતા.   પામતેલમાં ૧૫૦થી ૨૦૦ ટનના વેપાર થયા હતા.  ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૮૫૦  વાળા રૂ.૮૪૫  બોલાઈ રહ્યા હતા.   દરમિયાન, મુંબઈ સોયાતેલના ભાવ ઘટી ડિગમના રૂ.૮૫૦ તથા રિફાઈન્ડના ભાવ રૂ.૯૦૦  રહ્યા હતા. સનફલાવરના  ભાવ વધુ  ઘટી રૂ.૮૫૦ તથા રિફાઈન્ડના રૂ.૯૩૦  રહ્યા હતા ત્યારે   જ્યારે મસ્ટર્ડના  ભાવ ઘટી  રૂ.૯૯૦ તથા રિફાઈન્ડના  રૂ.૧૦૨૦ બોલાઈ  રહ્યા હતા.   મુંબઈ દિવેલના હાજર ભાવ આજે  ઘટતા અટકી ૧૦ કિલોના રૂ.૪ વધી  આવ્યા હતા. જ્યારે  હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૨૦ ઉંચકાયા હતા. જો કે  એરંડા વાયદા બજારમાં મંદી  આગળ વધતાં  ભાવ રૂ.૧૦થી ૧૫ નીચા બોલાઈ રહ્યા હતા એવું વાયદા બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં  આજે  ટનના ભાવ કપાસિયા કોળના રૂ.૧૦૦૦ તૂટયા હતા જ્યારે  સનફલાવર ખોળના ભાવ ટનના રૂ.૫૦૦ નરમ રહ્યા હતા.  સોયાખોળના ભાવ ટનના રૂ.૨૦૦થી ૨૫૦ નીચા  બોલાઈ રહ્યા હતા.   જ્યારે અન્ય ખોળો શાંતચ હતા. 

સોયાબીનની આવકો મધ્ય-પ્રદેશમાં  ૬૦ હજાર ગુણી તથા  મહારાષ્ટ્રમાં  ૫૫ હજાર ગુણી નોંધાઈ હતી.  સોયાબીનની ઓલ ઈન્ડિયા આવકો આજે ૧ લાખ  ૩૫ હજાર ગુણી આવી હતી.  સોયાબીનના ભાવ મધ્ય પ્રદેશમાં  રૂ.૪૯૦૦થી ૫૧૦૦ તથા મહારાષ્ટ્રમાં  રૂ.૪૮૫૦થી  ૫૦૫૦  રહ્યા હતા.  મલેશિયામાં  પામતેલનું  કુલ ઉત્પાદન  મે મહિનાના પ્રથમ ૨૦ દિવસમાં  આશરે ૯ ટકા વધ્યાનું  વિશ્વ બજારના  જાણકારોએ જણાવ્યું  હતું.   

દરમિયાન, અમેરિકાના  કૃષી બજારોમાં  ઓવરનાઈટ ટ્રેડમાં  સોયાબીનના ભાવ ૧૮૫થી ૧૯૦  પોઈન્ટ ગબડયા હતા જ્યારે  ત્યાં સોયાખોળના ભાવ ૫૫થી ૬૦  પોઈન્ટ ઘટયા  હતા. ત્યાં  સોયાતેલના ભાવ પણ ઓવરનાઈટ ઘટયા પછી આજે  પ્રોજેકશનમાં ભાવ ઘટાડો  આગળ વધ્યાના નિર્દેશો મળ્યા હતા.


Google NewsGoogle News