Business

અનિલ અંબાણી વિરુદ્ધ EDની વધુ એક કાર્યવાહી, રૂ.1400 કરોડની સંપત્તિઓ જપ્ત

By GS TEAM
20 Nov 20252 mins read
TukuTouch Logo
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ અનિલ અંબાણી અને તેમની ગ્રૂપ કંપનીઓ સામે કથિત લોન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે ₹1400 કરોડથી વધુ મૂલ્યની અનેક પ્રોપર્ટીઝ જપ્ત કરી છે. સૂત્રોના અહેવાલ મુજબ મુંબઈ, ચેન્નઈ, પૂણે અને ભુવનેશ્વરમાં ફેલાયેલી આ સંપત્તિઓને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ(PMLA)ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી સીધી રીતે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપ સાથે જોડાયેલી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અનિલ અંબાણી વિરુદ્ધ EDની વધુ એક કાર્યવાહી, રૂ.1400 કરોડની સંપત્તિઓ જપ્ત

ED Action On Anil Ambani: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ અનિલ અંબાણી અને તેમની ગ્રૂપ કંપનીઓ સામે કથિત લોન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે ₹1400 કરોડથી વધુ મૂલ્યની અનેક પ્રોપર્ટીઝ જપ્ત કરી છે. સૂત્રોના અહેવાલ મુજબ મુંબઈ, ચેન્નઈ, પૂણે અને ભુવનેશ્વરમાં ફેલાયેલી આ સંપત્તિઓને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ(PMLA)ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી સીધી રીતે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપ સાથે જોડાયેલી છે.

જપ્તીનો કુલ આંકડો ₹9,000 કરોડની નજીક

આ કાર્યવાહીના પરિણામે ચાલી રહેલી તપાસમાં અંબાણી ગ્રૂપની અત્યાર સુધીમાં કુલ જપ્ત કરાયેલી સંપત્તિઓનું મૂલ્ય લગભગ ₹9000 કરોડ સુધી પહોંચી ગયું છે. કેન્દ્રીય એજન્સીએ રિલાયન્સ હોમ ફાયનાન્સ લિમિટેડ(RHFL) અને રિલાયન્સ કોમર્શિયલ ફાયનાન્સ લિમિટેડ(RCFL) દ્વારા જાહેર ભંડોળના કથિત ડાયવર્ઝન અને લોન્ડરિંગના કેસમાં આ સંપત્તિઓ જપ્ત કરી છે.

અગાઉના એક પ્રવક્તાના નિવેદન મુજબ, 'વર્ષ 2017થી 2019 દરમિયાન, યસ બૅન્કે RHFL ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ₹2965 કરોડ અને RCFL ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ₹2045 કરોડનું રોકાણ કર્યું હતું. જોકે, ડિસેમ્બર 2019 સુધીમાં આ રોકાણ નોન-પર્ફોર્મિંગ ઇન્વેસ્ટમેન્ટ્સમાં પરિવર્તિત થઈ ગયું હતું, જેમાં RHFLના ₹1353.50 કરોડ અને RCFLના ₹1984 કરોડ બાકી હતા.'

અગાઉની જપ્તી અને સુપ્રીમ કોર્ટની કાર્યવાહી

આ મહિનાની શરુઆતમાં EDએ અનિલ અંબાણી સાથે જોડાયેલી આશરે ₹3084 કરોડની સંપત્તિઓ કામચલાઉ ધોરણે જપ્ત કરી હતી. આ સંપત્તિઓમાં મુંબઈનું એક ઘર, દિલ્હીમાં આવેલી રિલાયન્સ સેન્ટર પ્રોપર્ટી અને દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ, મુંબઈ, પૂણે, થાણે, હૈદરાબાદ, ચેન્નઈ, કાંચીપુરમ અને પૂર્વ ગોદાવરી સહિતના વિવિધ શહેરોની અન્ય પ્રોપર્ટીઝનો સમાવેશ થતો હતો.

આ પણ વાંચો: OFS દ્વારા કંપનીઓએ રૂ.96,000 કરોડ એકત્ર કર્યા

એજન્સીએ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ(PMLA)ની કલમ 5(1) હેઠળ 31 ઑક્ટોબરે આદેશો જાહેર કર્યા હતા, જેના પગલે ઑફિસ પરિસર, રહેણાંક અને જમીન સહિતની આ સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી.

આ ઉપરાંત, મંગળવારે સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણી પ્રમોટેડ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ અને અન્ય કંપનીઓ દ્વારા કથિત બૅન્ક છેતરપિંડીના મામલામાં કોર્ટની દેખરેખ હેઠળ તપાસ(કોર્ટ-મોનિટરિંગ)ની માગ કરતી અરજી પર નોટિસ જાહેર કરી છે.