ICICI બેંકનાં પુર્વ CEO અને MD ચંદા કોચરનાં પતિ દીપક કોચરની EDએ કરી ધરપકડ
નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર 2020 સોમવાર
EDએ ICICI બેંકનાં પુર્વ CEO અને MD ચંદા કોચરનાં પતિ દીપક કોચરની ધરપકડ કરી છે. દીપકને ICICI બેંક- વિડિયોકોન કેસમાં ધરપકડ કરવામાં આવ્યા છે. ICICI બેંક અને વિડિયોકોન કેસમાં ICICI બેંકનાં પુર્વ એમડી અને સીઇઓ ચંદા કોચર તથા તેમનાં પરિવારજનોની સંપત્તીને ED જપ્ત કરી ચુકી છે.
આ પહેલા EDએ જાન્યુઆરી મહિનામાં કુલ 78 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત જેમાં મુંબઇ સ્થિત ફ્લેટ અને ચંદાનાં પતિની કંપનીની પોપર્ટીનો પણ સમાવેશ થાય છે તે પણ ED જપ્ત કરી ચુકી છે.
EDએ ગયા વર્ષે ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર, ધુત અને અન્ય વિરૂધ્ધ ICICI બેંક દ્વારા વિડિયોકોન ગ્રુપને 1,875 કરોડ રૂપિયાની લોનની મંજુરી આપવાનાં કેસમાં કથિત અનિયમિતતા અને ભ્રષ્ટાચારની તપાસ માટે પીએમએલએ હેઠળ કેસ નોંધ્યો હતો, સીબીઆઇની એફઆઇઆરનાં આધારે EDની કાર્યવાહી કરી હતી.