For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફેબ્રુઆરીમાં ઈ-વે બિલ જનરેશન ઘટીને 3 મહિનાની નીચી સપાટીએ

- બિલ જનરેશન ઘટતા માર્ચ માસમાં GST કલેક્શન પ્રભાવિત થશે

Updated: Mar 25th, 2023

Article Content Image

નવી દિલ્હી : ફેબ્રુઆરીમાં ઈ-વે બિલ જનરેશન ઘટીને ૮.૧૮ કરોડથી વધુની ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું છે. તે જાન્યુઆરી અને ડિસેમ્બરમાં ૮.૨૪ કરોડ અને ૮.૪૧ કરોડથી વધુ હતું.

ટેક્નિકલ રીતે, ફેબ્રુઆરીનો ડેટા ૨૮ દિવસનો છે જ્યારે અગાઉના બે (જાન્યુઆરી અને ડિસેમ્બર) મહિનાની કુલ સંખ્યા ૩૧ દિવસની છે. જો કે, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન, ડિસેમ્બરમાં જનરેટ થયેલા ઈ-વે બિલની સંખ્યા ૭.૧૬ કરોડ હતી જે જાન્યુઆરીમાં ઘટીને ૬.૮૮ કરોડ થઈ હતી પરંતુ ફેબ્રુઆરીમાં વધીને ૬.૯૧ કરોડ થઈ ગઈ હતી.

એક મહિનાનું ઇ-વે બિલ જનરેશન આગામી મહિનામાં જીએસટી કલેક્શન વિશે સંકેત આપે છે. આનો અર્થ એ છે કે ફેબ્રુઆરીમાં ઈ-વે બિલની ઓછી સંખ્યા ઓછી કલેક્શનમાં સમાપ્ત થઈ શકે છે. જો કે, કેટલાક નિષ્ણાતો કહે છે કે ઈ-વે બિલ જનરેશન સીધી રીતે રેવન્યુ કલેક્શન સાથે જોડાયેલું નથી.

ઈ-વે બિલ એ એક ઈલેક્ટ્રોનિક દસ્તાવેજ છે જે પોર્ટલ પર સામાનની હિલચાલનો પુરાવો આપે છે. સીજીએસટી નિયમો, ૨૦૧૭ ના નિયમ ૧૩૮ મુજબ, રૂ.૫૦,૦૦૦થી વધુ માલસામાનની અવરજવર (જે સપ્લાયને કારણે જરૂરી ન હોઈ શકે) કરાવતી દરેક નોંધાયેલ વ્યક્તિએ ઈ-વે બિલ જનરેટ કરવું જરૂરી છે.

જો વાહનવ્યવહાર પોતાના/ભાડે રાખેલા વાહનવ્યવહારમાં અથવા રેલ્વે દ્વારા હવાઈ અથવા જહાજ દ્વારા કરવામાં આવી રહ્યો હોય તો માલ મોકલનાર અથવા માલ લેનાર દ્વારા પોતે જ આ જનરેટ કરવાની જરૂર છે.

જીએસટી કલેક્શન, માર્ચ ૨૦૨૨ અને ફેબ્રુઆરી ૨૦૨૩ના ૧૨ મહિનાના સમયગાળા દરમિયાન, દર મહિને રૂ.૧.૪૦ લાખ કરોડ અથવા તેથી વધુ રહ્યું છે. હકીકતમાં, એપ્રિલ ૨૦૨૨માં રૂ.૧.૬૮ લાખ કરોડનું સર્વકાલીન ઉચ્ચ કલેક્શન જોવા મળ્યું હતું જ્યારે બીજા નંબરનું સૌથી વધુ કલેક્શન આ વર્ષે જાન્યુઆરીમાં રૂ.૧.૫૬ લાખ કરોડથી વધુ હતું. હવે, સરકાર આગામી મહિનાઓમાં રૂ.૧.૫૦ લાખ કરોડથી વધુની અપેક્ષા રાખે છે.

Gujarat