Get The App

જૂન મહિનામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે તીવ્ર વૃદ્ધિ થવા છતાં ઈ-વે બિલમાં ઘટાડો

- જૂનમાં ઈ-વે બિલ જનરેટ થવામાં ૨.૬ ટકાનો ઘટાડો

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
જૂન મહિનામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે તીવ્ર વૃદ્ધિ થવા છતાં ઈ-વે બિલમાં ઘટાડો 1 - image


નવી દિલ્હી : દેશમાં માલની હેરફેરના મુખ્ય સૂચક, ઈ-વે બિલના જનરેશનમાં જૂન મહિનામાં નજીવો ઘટાડો થયો છે. આ આ મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ના સંગ્રહમાં પણ ઘટાડો થયો છે.

જીએસટી નેટવર્ક (જીએસટીએન)ના ડેટા દર્શાવે છે કે જૂનમાં ૧૧.૯૪૮ કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે મે મહિનામાં ૧૨.૨૬૫ કરોડ કરતા ૨.૬ ટકા ઓછા છે. માસિક ધોરણે ઘટાડો હોવા છતાં, તે ગયા વર્ષે જૂનમાં જનરેટ થયેલા ૧૦.૦૧ કરોડ ઈ-વે બિલ કરતા નોંધપાત્ર રીતે ૧૯.૩ ટકા વધુ છે. 

ક્રમિક ધોરણે, મે મહિનામાં ઈ-વે બિલની સંખ્યામાં ૨.૮૩ ટકાનો વધારો થયો હતો, જ્યારે એપ્રિલમાં તેમાં ૪.૨ ટકાનો ઘટાડો થયો હતો.

રાજ્યની અંદર અને એક રાજ્યથી બીજા રાજ્યમાં ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ કિંમતના માલની હેરફેર માટે ઈ-વે બિલ જરૂરી છે. તેને વ્યવસાય અને આર્થિક પ્રવૃત્તિઓના સૂચક તરીકે જોવામાં આવે છે. જૂનમાં, રાજ્યની અંદર હેરફેર માટે જનરેટ થયેલા ઈ-વે બિલ ૭.૮૮૪ કરોડ હતા અને એક રાજ્યથી બીજા રાજ્યમાં માલની હેરફેર માટે જનરેટ થયેલા ઈ-વે બિલ ૪.૦૬ કરોડ હતા. જૂન મહિનામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે તીવ્ર વૃદ્ધિ નોંધાવી છે.

Tags :