Get The App

FY24 માં ભારતીય કંપનીઓની ડિવિડન્ડ ચૂકવણી પાંચ વર્ષની નીચી સપાટીએ

- મોટી કંપનીઓ પણ આ વખતે ડિવિડન્ડ આપવામાં ઓછી ઉદાર રહી

Updated: Jun 2nd, 2024

GS TEAM

Google News
Google News
FY24 માં ભારતીય કંપનીઓની ડિવિડન્ડ ચૂકવણી પાંચ વર્ષની નીચી સપાટીએ 1 - image

અમદાવાદ : ભારતીય કંપનીઓએ નાણાં વર્ષ ૨૦૨૪ માટે નફામાં સારો ઉછાળો નોંધાવ્યો હતો, જે લગભગ ૨૫% નો વધારો દર્શાવે છે. જો કે જે કંપનીઓએ અત્યાર સુધી પરિણામો જાહેર કર્યા છે તે માટેનો ડિવિડન્ડ ચૂકવણીનો ગુણોત્તર ૩૪.૮૩% છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચો છે.  
 પરિણામો જાહેર કરનારી ૨,૮૩૨ કંપનીઓમાંથી અડધાથી પણ ઓછી એટલે કે ૧,૦૦૯ કંપનીઓએ  ૨૯૨૪ના નાણાં વર્ષ માટે રૂ.૪.૦૪ લાખ કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું છે.  આ ૧,૦૦૯ કંપનીઓ દ્વારા નોંધાયેલ કુલ ચોખ્ખો નફો રૂ.૧૨ ટ્રિલિયનની નજીક છે.  અગાઉના વર્ષ અથવા નાણાં વર્ષ ૨૦૨૩ માં, ૧,૧૫૧ કંપનીઓના સમૂહે ડિવિડન્ડ તરીકે રૂ.૪.૧૪ લાખ કરોડની રકમ ચૂકવી હતી.   
મોટી કંપનીઓ પણ આ વખતે ડિવિડન્ડ આપવામાં  ઓછી ઉદાર રહી છે.  નિફ્ટી ૫૦ બાસ્કેટમાં ૪૯ કંપનીઓ માટે, ડિવિડન્ડ પેઆઉટ રેશિયો નાણાં વર્ષ ૨૦૨૩ના ૪૨.૫% થી ગત વર્ષે ૩૭.૧% પર ઉતરી આવ્યો છે.  
TCS એ સતત ત્રીજા વર્ષે રૂ.૨૬,૪૧૨ કરોડ ડિવિડન્ડ ચૂકવીને ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, જોકે આ રકમ નાણાં વર્ષ ૨૦૨૩ની સરખામણીમાં ૩૭% ઓછી હતી. ઈન્ફોસીસ ૩૫.૪%ના ઉછાળા સાથે, રૂ.૧૯,૦૯૪ કરોડ ડિવિડન્ડ ચૂકવીને બીજા સ્થાને હતી.
અન્ય ટોચની ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓમાં ITC (રૂ.૧૭,૧૬૬ કરોડ), IOCL ( રૂ.૧૬,૯૪૫ કરોડ) અને કોલ ઇન્ડિયા (રૂ.૧૫,૭૧૫ કરોડ)નો સમાવેશ થાય છે.  જોકે, અનિલ અગ્રવાલની આગેવાની હેઠળના વેદાંત અને હિન્દુસ્તાન ઝિંક દ્વારા ડિવિડન્ડની ચૂકવણીમાં અનુક્રમે ૭૧% અને ૮૩% નો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.

કંપનીઓ દ્વારા ડિવિડન્ડ ચૂકવણી

નાણાંકીય

કંપનીની

ડિવિડન્ડ

વર્ષ

સંખ્યા

પેઆઉટ

-

-

રેશિયો

-

-

(ટકામાં)

૨૦૧૫

૧૧૨૦

૩૬.૧૭

૨૦૧૬

૧૦૭૮

૩૪.૮૫

૨૦૧૭

૧૦૯૦

૩૭.૩૮

૨૦૧૮

૧૧૩૨

૩૮.૦૯

૨૦૧૯

૧૧૪૭

૩૪.૭૪

૨૦૨૦

૯૫૫

૩૮.૮૭

૨૦૨૧

૧૦૩૬

૪૧.૯૭

૨૦૨૨

૧૧૪૨

૪૪.૧૪

૨૦૨૩

૧૧૫૧

૪૩.૫૯

૨૦૨૪

૧૦૦૯

૩૪.૮૩


Tags :