mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ફરી એક વખત ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ ચૂકાયો : માત્ર રૂ.16,500 કરોડ ઊભા થયા

- છેલ્લા એક દાયકામાં બે જ વખત બજેટ ટાર્ગેટ સિદ્ધ થયો

Updated: Apr 2nd, 2024

ફરી એક વખત ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ ચૂકાયો : માત્ર રૂ.16,500 કરોડ ઊભા થયા 1 - image


મુંબઈ : સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં સરકારી ઉપક્રમોમાં હિસ્સાના વેચાણ મારફત સરકાર માત્ર રૂપિયા ૧૬૫૦૭ કરોડ ઊભા કરી શકી છે. દસ જેટલી કંપનીઓમાં પોતાના હિસ્સાનું આંશિક વેચાણ કરી સરકારે આ રકમ ઊભી કરી હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. ઓફર ફોર સેલ મારફત સરકાર આ રકમ ઊભી કરી શકી છે. જે ઉપક્રમોમાં હિસ્સાનું વેચાણ કરવામાં આવ્યું છે તેમાં કોલ ઈન્ડિયા, એનએચપીસી, એનએલસી ઈન્ડિયા, આઈઆરઈડીએ, આરવીએનએલ, હુડકોનો મુખ્યત્વે સમાવેશ થાય છે. 

દેશમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમોને ખાનગી ખેલાડીઓના હાથમાં સોંપવામાં સરકાર ધીમી પડી છે.  છેલ્લા એક દાયકામાં મોદી સરકાર જાહેર ઉપક્રમોમાં  હિસ્સાના વેચાણના ટાર્ગેટને સરકાર માત્ર બે જ નાણાં વર્ષમાં સિદ્ધ કરી શકી હોવાનું જોવા મળે છે. 

નાણાં વર્ષ ૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯માં જ સરકાર તેના ડિસઈન્વેસ્ટમેન્ટસ ટાર્ગેટને સિદ્ધ કરી શકી છે. 

નાણાં વર્ષ ૨૦૧૭-૧૮માં સરકારે જાહેર ઉપક્રમોમાં હિસ્સાના વેચાણ મારફત રૂપિયા એક લાખ કરોડથી સહેજ વધુ રકમ ઊભી કરી હતી જે અત્યારસુધીની સૌથી ઊંચી રકમ છે. ત્યારપછીના વર્ષમાં રૂપિયા ૮૪૯૭૨ કરોડ ઊભા કરાયા છે, જ્યારે ટાર્ગેટ રૂપિયા ૮૦,૦૦૦ કરોડનો હતો. 

આજથી શરૂ થયેલા વર્તમાન નાણાં વર્ષ માટે સરકારે ઉપક્રમોમાં હિસ્સાના વેચાણનો કોઈ ટાર્ગેટ  હજુ નિશ્ચિત કર્યો નથી.  સમાપ્ત થયેલા નાણાં વર્ષના બજેટની  રજુઆત કરતી વેળા ડિસઈન્વેસ્ટમેન્ટસ મારફત રૂપિયા ૫૧૦૦૦ કરોડ ઊભા કરવાનો  સરકારે મૂળ ટાર્ગેટ રાખ્યો હતો.  જો કે નવા નાણાં વર્ષના વચગાળાના બજેટની રજુઆત કરતી વેળા ટાર્ગેટમાં ફેરબદલ કરાયા હતા. 

કેન્દ્રના જાહેર ક્ષેત્રના ઉપક્રમો મારફત સરકારને ડિવિડન્ડસ પેટે રૂપિયા ૬૩૦૦૦ કરોડ પ્રાપ્ત થયા છે જે બજેટ અંદાજના ૨૬ ટકા વધુ છે.  ડિવિડન્ડસ પેટેની આવક ઊંચી રહેતા સરકારને ડિસઈન્વેસ્ટમેન્ટની તૂટ ભરપાઈ કરવામાં મદદ મળી છે. 


Gujarat