Business

સરકારની કમાણી 'ડબલ': ડાયરેક્ટ ટેક્સની આવક 5 વર્ષમાં 9 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ થઇ

By GS Team
18 Feb 20262 mins read
TukuTouch Logo
દેશના દરેક નાગરિક પર દર વર્ષે સરેરાશ 51000 રૂપિયાનો ટેક્સ બોજ આવી રહ્યો હોવાનો દાવો થઇ રહ્યો છે, આ મામલો વિપક્ષના સાંસદ દ્વારા લોકસભામાં ઉઠાવાયો હતો, જેનો હવે સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શન સતત વધી રહ્યું છે. જેના સરકાર દ્વારા કેટલાક આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારની કમાણી 'ડબલ': ડાયરેક્ટ ટેક્સની આવક 5 વર્ષમાં 9 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ થઇ

Direct Tax News  : દેશના દરેક નાગરિક પર દર વર્ષે સરેરાશ 51000 રૂપિયાનો ટેક્સ બોજ આવી રહ્યો હોવાનો દાવો થઇ રહ્યો છે, આ મામલો વિપક્ષના સાંસદ દ્વારા લોકસભામાં ઉઠાવાયો હતો, જેનો હવે સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શન સતત વધી રહ્યું છે. જેના સરકાર દ્વારા કેટલાક આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે.  

શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે ગત સપ્તાહે રાજ્યસભામાં પૂછ્યું હતું કે શું 2024-25માં કેન્દ્ર અને રાજ્યોની કુલ ટેક્સ રેવન્યૂની વસતી પ્રમાણે ગણતરી કરીએ તો પ્રતિ નાગરિક ટેક્સનો બોજ આશરે 51000 રૂપિયા નીકળે છે? સાથે જ તેમણે પૂછ્યું હતું કે શું આ બોજ મોટાભાગે જીએસટી, પેટ્રોલિયમ લેવી, સેસ અને સરચાર્જ જેવા ઇનડાયરેક્ટ ટેક્સથી આવી રહ્યો છે જે કોઇ વ્યક્તિની ઇનકમને ધ્યાનમાં રાખ્યા વગર તમામ નાગરિકોને બરાબર લાગુ થતો હોય છે? 

જવાબમાં નાણાકીય વર્ષ 2020-21થી 2024-25ના આંકડા સરકાર દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. જે મુજબ નાણાકીય વર્ષ 2020-21માં  9,47,176 કરોડ રૂપિયા, 2021-22માં 14,12,422 કરોડ રૂપિયા, 2022-23માં 16,63,686 કરોડ રૂપિયા, 2023-24માં 19,60,166 કરોડ, 2024-25માં 22,26,375 કરોડ રૂપિયાનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન થયું છે. એટલે કે 2020-21માં જે આંકડો 9.4 લાખ કરોડ હતો તે 2024-25માં વધીને 22.2 લાખ કરોડે પહોંચી ગયો છે. 

જેથી સ્પષ્ટ છે કે ઇનકમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ જેવા ડાયરેક્ટ ટેક્સથી સરકારની આવક વધી રહી છે. છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન સરકારની ડાયરેક્ટ ટેક્સ આવકમાં 10 લાખ કરોડથી વધુનો વધારો થયો છે.   તેવી જ રીતે સરકાર દ્વારા ઇનડાયરેક્ટ ટેક્સના આંકડા પણ રજુ થયા છે જે મુજબ નાણાકીય વર્ષ 2020-21માં 10.74 લાખ કરોડ, 2021-22માં 12.89 લાખ કરોડ, 2022-23માં 13.81 લાખ કરોડ, 2023-24માં 14.96 લાખ કરોડ, 2024-25માં 15.60 લાખ કરોડ રૂપિયા સરકારની આવક થઇ હતી. એટલે કે પાંચ વર્ષમાં આશરે પાંચ લાખ કરોડનો વધારો થયો છે.