મુંબઈ : ભારતીય ઈક્વિટીસના બેન્ચમાર્ક ઈન્ડેકસ નિફટી૫૦માં હિસ્સાના દ્રષ્ટિકોણથી ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)એ પ્રથમ જ વખત વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ને પાછળ મૂકી દીધા છે.
નિફટી૫૦માં ડીઆઈઆઈનો હિસ્સો ડિસેમ્બર, ૨૦૨૫ ત્રિમાસિકના અંતે વધી ૨૪.૮૦ રહ્યો છે જ્યારે એફઆઈઆઈનો હિસ્સો ઘટી ૨૪.૩૦ ટકા રહ્યો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની નિફટી ઈન્ડેકકસ શેરોમાં માલિકી ઘટી આઠ ત્રિમાસિકની નીચી સપાટીએ પહોંચી હોવાનું મોતીલાલ ઓસવાલ સિક્યુરિટીસ દ્વારા જારી ડેટામાં જણાવાયું હતું.
આ અગાઉ ડીઆઈઆઈએ એકંદર ઈક્વિટી માલિકીમાં એફઆઈઆઈને પાછળ મૂકી દીધા હતા પરંતુ નિફટી૫૦માંના શેરોમાં માલિકીની દ્રષ્ટિએ તે એફઆઈઆઈથી પાછળ હતા.
વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા અને ભારે વોલેટિલિટીને કારણે વિદેશી રોકાણકારોનો ભારતીય ઈક્વિટીસ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે.
૨૦૨૫ના કેલેન્ડર વર્ષમાં એસઆઈપી ઈન્ફલોસમાં રૂપિયા ૩.૩૪ લાખ કરોડ જેટલો મજબૂત વધારો જોવા મળ્યો હતો.
ભારતીય રૂપિયામાં નબળાઈ તથા ભારતની સરખામણીએ અન્ય વૈશ્વિક બજારોમાં સારી તકને કારણે વિદેશી રોકાણકારો દેશની ઈક્વિટીસમાંથી પીછેહઠ કરી રહ્યા હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
ડિસેમ્બર ત્રિમાસિકમાં નિફટી૫૦માં એફઆઈઆઈનું હોલ્ડિંગ વાર્ષિક ધોરણે ૯૦ બેઝિસ પોઈન્ટ ઘટયું હતું જ્યારે ત્રિમાસિક ધોરણે આ ઘટાડો ૨૦ બેઝિસ પોઈન્ટ રહ્યો હતો. બીજી બાજુ ડીઆઈઆઈનું હોલ્ડિંગ વાર્ષિક ધોરણે ૧૭૦ બેઝિસ પોઈન્ટન અને ત્રિમાસિક ધોરણે ૩૦ બેઝિસ પોઈન્ટ વધી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું.
ડિસેમ્બર ત્રિમાસિકમાં વિદેશી રોકાણકારોએ નિફટી૫૦માંના ૭૮ ટકા શેરોમાં પોતાના હોલ્ડિંગમાં ઘટાડો કર્યો હતો જ્યારે ડીઆઈઆઈએ ૮૨ ટકા શેરોમાં હોલ્ડિંગ વધાર્યું હતું.
બજારમાં કરેકશનના સમયે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોનો ફલોસ રિવર્સ થવાને બદલે ધીમો પડી શકે છે. એસઆઈપી, ઈપીએફઓ તથા વીમા કંપનીઓની ફાળવણીને ધ્યાનમાં રાખતા આવી સ્થિતિ


