Get The App

ધનતેરસે સોના-ચાદીમાં ફરી આગેકૂચ : પરંપરાગત માંગ ઓછી રહ્યાનો અંદાજ

- ધનતેરસના દિવસે સોનાની માગ ૧૫થી ૧૬ ટકા ઘટયાનો અંદાજ

- વૈશ્વિક સોનાના ભાવ ફરી ઉછળી ૨૭૫૦ ડોલરની ઉપર

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
ધનતેરસે સોના-ચાદીમાં ફરી આગેકૂચ : પરંપરાગત માંગ ઓછી રહ્યાનો અંદાજ 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે ધનતેરસના દિવસે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજાર ફરી ઉછળતાં ઘરઆંગણે ઝવેરી બજારોમાં તેજી પાછી પ્રવેશી હતી. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડની પીછેહટ તથા ક્રૂડતેલના ભાવ પણ ઘટતા અટકી વધી આવતાં વિશ્વ બજારમાં સોનામાં ઘટાડે ફંડોનું ફરી એક્ટીવ બાઈંગ જોવા મળ્યું હતું.

 વિશ્વ બજાર ઉંચકાતાં ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ફરી રૂ.૮૧ હજાર પાર કરી ૯૯.૫૦ના ભાવ રૂ.૮૧૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૧૫૦૦ બોલાતા થયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૫૦૦ વધી રૂ.૯૭૫૦૦ રહ્યા હતા. તહેવારોની માગ જળવાઈ રહી હતી. શુકન પૂરતા વેપારો થઈ રહ્યા હતા.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૭૩૩થી ૨૭૩૪  વાળા ફરી વધી ૨૭૫૨થી ૨૭૫૩ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ  ૩૩.૩૪ વાળા વધી ૩૪.૧૬ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં આજે કોપરના ભાવ ૦.૩૭ ટકા વધ્યા હતા. જ્યારે પ્લૅેટીનમના ભાવ ૧૦૪૯ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના ભાવ ૧૨૩૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ પણ આંચકા પચાવી ફરી ઉંચા જતા જોવા મળ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૭૧.૫૫ વાળા ઉંચામાં ૭૨.૬૦ થઈ ૭૨.૩૮ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૭.૩૬ વાળા ઉંચામાં ૬૮.૫૨ થઈ ૬૮.૩૭ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી  વગર ૯૯.૫૦ના રૂ.૭૭૯૩૨ વાળા રૂ.૭૮૫૩૦ થઈ ૭૮૪૩૦ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ  રૂ.૭૮૨૪૫ વાળા રૂ.૭૮૮૪૬  થઈ રૂ.૭૮૭૪૫ રહ્યા હતા. મુંબી ચાંદીના ભાવ જીેસટી વગર રૂ.૯૬૦૮૬ વાળા રૂ.૯૭૮૭૩ રહ્યા હતા. 

દરમિયાન, ઈન્ડિયન બુલીયન એન્ડ જ્વેલર્સ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે ધનતેરસના દિવસે સોનાની માગ ૧૫થી ૧૬ ટકા ઘટયાનો અંદાજ છે. ગયા વર્ષે આ માગનો આંકડો ૩૦થી ૩૫ ટનનો હતો તે આ વર્ષે ૨૫થી ૩૦ ટનનો અંદાજાયો છે. 

bullion

Google NewsGoogle News