Get The App

ગુજરાતમાં કોરોના બાદ શેરબજારના 'ખેલાડી' વધ્યાં, ડીમેટ એકાઉન્ટ હોલ્ડર 1 કરોડને પાર, દેશમાં ત્રીજા ક્રમે

Updated: Dec 3rd, 2024

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં કોરોના બાદ શેરબજારના 'ખેલાડી' વધ્યાં, ડીમેટ એકાઉન્ટ હોલ્ડર 1 કરોડને પાર, દેશમાં ત્રીજા ક્રમે 1 - image


Demat account Holders Increase In Gujarat: કોરોના બાદ શેરબજારમાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં યુનિક ડીમેટ એકાઉન્ટ ધારકોની સંખ્યા વધીને 1.05 કરોડ થઇ ગઇ છે. દેશમાં સૌથી વઘુ ડીમેટ એકાઉન્ટ ધારકો ધરાવતા રાજ્યોમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. 

છેલ્લા બે વર્ષમાં જ ગુજરાતમાં ડીમેટ એકાઉન્ટ હોલ્ડર્સમાં વધારો નોંધાયો

ગુજરાતમાં વર્ષ 2020 દરમિયાન 46.61 લાખ ડીમેટ એકાઉન્ટ ધારકો હતા. આ પ્રમાણે કોરોના બાદ ગુજરાતમાં ડીમેટ ધારકોની સંખ્યામાં બમણાથી વઘુનો વધારો નોંધાયો છે. છેલ્લા બે વર્ષની જ વાત કરવામાં આવે તો ગુજરાતમાં ડીમેટ ધારકો 40 ટકાથી વધુ વધી ગયા છે. વર્ષ 2022માં ગુજરાતમાં 73.22 લાખ ડીમેટ એકાઉન્ટ ધારકો હતા. 

ગુજરાતમાં કોરોના બાદ શેરબજારના 'ખેલાડી' વધ્યાં, ડીમેટ એકાઉન્ટ હોલ્ડર 1 કરોડને પાર, દેશમાં ત્રીજા ક્રમે 2 - image

ગુજરાતમાં કોરોના બાદ શેરબજારના 'ખેલાડી' વધ્યાં, ડીમેટ એકાઉન્ટ હોલ્ડર 1 કરોડને પાર, દેશમાં ત્રીજા ક્રમે 3 - image

શેરબજારમાં લોકો આંધળું રોકાણ કરવાથી ચેતે તેના માટે ગુજરાતમાં નાણાકીય વર્ષ 2023-24માં 4023 જેટલા વિવિધ પ્રોગ્રામ યોજાયા હતા અને તેમાં 3.14 લાખ લોકોએ ભાગ લીધો હતો. 2022-23માં આ પ્રકારના 1439 પ્રોગ્રામમાં ભાગ લેનારા 54768 હતા. સમગ્ર દેશમાં 2023-24માં શેરબજારમાં જાગૃતિ અંગે યોજાયેલા 43826 પ્રોગ્રામમાં 27.93 લાખ લોકોએ ભાગ લીધો હતો.

ગુજરાતમાં કોરોના બાદ શેરબજારના 'ખેલાડી' વધ્યાં, ડીમેટ એકાઉન્ટ હોલ્ડર 1 કરોડને પાર, દેશમાં ત્રીજા ક્રમે 4 - image

Tags :