Get The App

પામતેલમાં માગ વધતાં ધૂમ કામકાજ: સીંગ ખોળ તેમજ સોયા ખોળમાં નરમાઇ

- રાજકોટ બાજુ આશરે 3500 ગુણી જેટલી મગફળીની આવકો

Updated: Oct 4th, 2019

GS TEAM


Google News
Google News
પામતેલમાં માગ વધતાં ધૂમ કામકાજ: સીંગ ખોળ તેમજ સોયા ખોળમાં નરમાઇ 1 - image

મુંબઈ, તા. 04 ઓકટોબર 2019, શુક્રવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે પામતેલમાં માગ  જળવાઈ રહેતા ૧૦ કિલોના રૂ.૬૩૦ના મથાળે રિફાઈનરીઓના ડાયરેકટ ડિલીવરીના  આશરે ૪૦૦ ટનના વેપાર થયા હતા. ભાવ હવાલા રિસેલમાં  ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાચાર પણ પ્રોત્સાહક હતા.

 મલેશિયા ખાતે પામતેલનો વાયદો આજે  ૧૨,૧૧ તથા ૯ પોઈન્ટ પ્લસમાં  રહ્યો હતો  જ્યારે ત્યાં  પામ પ્રોડકટના ભાવ જોકે  અઢી ડોલર નરમ રહ્યા હતા.  મુંબઈ બજારમાં  પામતેલના ભાવ વધી હવાલા રિસેલના  રૂ.૬૩૦ તથા જેએનપીટીના રૂ.૬૨૭  રહ્યા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના  ભાવ રૂ.૫૪૭ વાળા  રૂ.૫૫૦ રહ્યા હતા જ્યારે  સીપીઓ વાયદાના  ભાવ આજે સાંજે  રૂ.૫૪૬ તથા સોયાતેલ વાયદાના રૂ.૭૫૯.૮૫ બોલાતા હતા. 

દરમિયાન મુંબઈ હાજર બજારમાં સિંગતેલના ભાવ રૂ.૧૦૩૦  રહ્યા હતા.  જ્યારે રાજકોટ બાજુ  ભાવ રૂ.૯૨૦થી ૧૦૦૦ તથા ૧૫ કિલોના રૂ.૧૫૫૦થી ૧૫૮૦ રહ્યા હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૭૪૫થી ૭૪૮ તથા મુંબઈમા ંકપાસિયા તેલના ભાવ રૂ.૮૦૦ રહ્યા હતા.  સોયાતેલના ભાવ ડિગમના ર-.૭૦૮થી ૭૧૦ તથા રિફા.ના રૂ.૭૪૮થી ૭૫૦ રહ્યા હતા.  

એરંડા ઓકટો. વાયદાના  ભાવ વધુ ગબડી સાંજે ૧૬૬ માઈનસમાં રૂ.૪૨૮૮ બોલાઈ રહ્યા હતા.  નવી મુંબઈ જેએનપીટી બંદર ખાતે કામ કરતા ટ્રાન્સપોર્ટ  ઓપરેટરો વિવિધ માગણીના સમર્થનમાં  આંદોલને ઉતર્યાના વાવડ મળ્યા હતા. મુંબઈ બજારમાં   આજે સનફલાવરના ભાવ રૂ.૭૮૦ તથા રિફા.ના રૂ.૮૨૫ બોલાતા હતા.  જ્યારે મસ્ટર્ડના ભાવ રૂ.૮૦૦ તથા કોપરેલના રૂ.૧૩૧૦ વાળા રૂ.૧૩૦૦ રહ્યા હતા. 

મુંબઈ ખોળ બજારમાં આજે સિંગખોળના ભાવ ટનના રૂ.૨૯૦૦૦ વાળા રૂ.૨૮૫૦૦ જ્યારે સોયાખોળના રૂ.૩૭૫૬૫ વાળા ગબડી રૂ.૩૫૪૭૫થી ૩૫૪૮૦  બોલાતા થયા હતા.  અન્ય ખોળો જોકે શાંત હતા. મલેશિયામાં પામતેલનો સ્ટોક સપ્ટેમ્બરના અંતે ઓગસ્ટની સામે આશરે  ૧૪ ટકા વધ્યો છે. તથા આવો સ્ટોક ત્યાં  ૨૫.૬૦થી  ૨૫.૬૫ લાખ ટન મનાઈ રહ્યો છે. ત્યાં સપ્ટેમ્બરમાં ઉત્પાદન વધ્યું છે. સામે ત્યાંથી નિકાસ ઘટી છે.

ઘરઆંગણે મગફળીની આવકો આજે  સવારે  ગોંડલ બાજુ આશરે ૩ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૩૫૦૦ ગુણી નોંધાઈ હતી .તથા ત્યાં  ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૯૦૦થી ૯૫૦ તથા ઉંચામાં રૂ.૧૪૦૦થી ૧૪૪૦ રહ્યા હતા. 

મધ્ય-પ્રદેશ ખાતે આજે  બપોરે  સોયાબીનની આવકો  આશરે ૭૪થી ૭૫ હજાર ગુણી નોંધાઈ હતી તથા ત્યાં ભાવ જૂનાના રૂ.૩૮૦૦થી ૪૦૫૦  તથા નવાના ૧૮થી ૨૫ ટકા ભેજવાળા માલોના રૂ.૩૧૦૦થી ૩૫૦૦ રહ્યા હતા. ત્યાં એમપીમાં સોયાતેલના ભાવ રૂ.૭૧૫થી ૭૨૦ તથા રિફા.ના રૂ.૭૫૭થી ૭૬૦ રહ્યા હતા.  સોયાબીનની ઓલ ઈન્ડિયા  આવકો આજે આશરે ૧ લાખ પાંચ હજાર ગુણી નોંધાઈ હતી.

Tags :