For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશી-આયાતી ખાદ્યતેલોમાં મંદીનો પવન ફૂંકાયો : પામતેલ રૂા. 900ની અંદર

Updated: Jan 25th, 2023


વિશ્વ બજારમાં વિવિધ ખાદ્યતેલોના ભાવ તૂટયા

નવી માગ રુંધાઇ : મલેશિયાથી પામતેલની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થતાં ત્યાં પામતેલના ભાવ ગબડયાના નિર્દેશો

મુંબઇ: મુંબઇ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ પાંખી હતી. વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. સૌરાષ્ટ્રના તથા વિશ્વ બજારના સમાચાર  નરમાઇ બતાવતા હતા. મુંબઇ હાજર બજારમાં આજે આયાતી પામતેલના ભાવ ૧૦ કિલોના ગબડી રૂા. ૯૦૦ની અંદર જતા રહ્યા હતા. વિશ્વ બજારમાં મલેશિયા ખાતે આજે પામતેલનો વાયરો ૧૨૫થી ૧૩૦ પોઇન્ટ તૂટયો હતો જ્યારે અમેરિકા સોયાતેલના ભાવ ઓવરનાઇટ ૧૦૬ પોઇન્ટ ગબડયા  પછી આજે પ્રોજેક્શનમાં ભાવ ૩૦થી ૩૧ પોઇન્ટ માઇનસમાં રહ્યા હતા.

 ઘર આંગણે સૌરાષ્ટ્ર ખાતે કોટન વોશ્ડના ભાવ વધુ તૂટી રૂા. ૧૦૫૦થી ૧૦૫૫ રહ્યા હતા જ્યારે સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવ રૂા. ૧૫૫૦થી ૧૬૦૦ તથા ૧૫ કિલોના રૂા. ૨૫૫૦ રહ્યા હતા. દરમિયાન, મુંબઇ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ આયાતી પામતેલના ૯૦૮ વાળા તૂટી રૂા. ૮૯૫ બોલાયા હતા. નવા વેપારો ધીમા હતા. ક્રૂડપામ ઓઇલ સીપીઓ કંડલાના ભાવ ઘટી રૂા. ૮૨૦ રહ્યા હતા. મુંબઇ બજારમાં સિંગતેલના ભાવ ઘટી રૂા. ૧૬૦૦ તથા કપાસીયા તેલના ભાવ વધુ તૂટી રૂા. ૧૧૧૦ બોલાતા થયા હતા.

મુંબઇ સોયાતેલના ભાવ ઘટી નિગમના રૂા. ૧૦૯૦ તથા રિફાઇન્ડના રૂા. ૧૧૭૦ રહ્યા હતા. જ્યારે સન ફ્લાવરના ભાવ ઘટી રૂા. ૧૦૭૦ તથા રિફાઇન્ડના રૂા. ૧૧૯૦ બોલાતા થયા હતા. મસ્ટર્ડના ભાવ ઘટી રૂા. ૧૨૬૦ તથા રિફાઇન્ડના રૂા. ૧૨૯૦ રહ્યા હતા. મુંબઇ દિવેલના હાજર ભાવ આજે રૂા. પાંચ ઘટયા હતા જ્યારે મુંબઇ હાજર એરંડાના ભાવ ક્વિ.ના રૂા. ૨૫ નરમ હતા. એરંડા વાયદામાં ભાવ આજે વધુ રૂા. ૫૦થી ૫૫ નરમ રહ્યા હતા. મુંબઇ ખોળ બજારમાં ટનના ભાવ જો કે એરંડા ખોળના રૂા. ૫૦૦ વધી આવ્યા હતા જ્યારે સોયાખોળના ભાવ ટનના રૂા. ૩૫૦ નરમ રહ્યા હતા. જો કે અન્ય ખોળો શાંત હતા. 

મલેશિયાથી પામતેલની કુલ નિકાસ આ મહિનાના ૨૫ દિવસમાં ૩૩થી ૩૪ ટકા ઘટયાના સમાચાર હતા. સોયાબીનની આવકો આજે મધ્ય- પ્રદેશમાં ૧ લાખ ૫૦ હજાર ગુણી તથા મહારાષ્ટ્રમાં ૧ લાખ ૭૫ હજાર ગુણી આવી હતી. ઓલ ઇન્ડિયા આવકો ૩ લાખ ૯૫ હજાર ગુણી આવી હતી. રૂની આવકો આજે દેશવ્યાપી ઘટાડો આશરે દોઢ લાખ ગાંસડી આવી હતી. મસ્ટર્ડની આવકો રાજસ્થાનમાં ૩૫ હજાર ગુણી તથા ઓલ ઇન્ડિયા સવા લાખ ગાંસડી આવી હતી. રાડસ્થાનમાં ભાવ ક્વિ.ના રૂા. ૬૧૨૫થી ૬૧૫૦ રહ્યા હતા. અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઇઠ ટ્ રેડમાં સોયાબીનના ભાવ ૧૭૫ પોઇન્ટ તથા સોયાખોળના ભાવ ૨૧૦ પોઇન્ટ ગબડયા હતા.


Gujarat