DDT દૂર કરવા તેમજ STT પર રિબેટ પુન: અમલી બનાવવા રજૂઆત
- ડિવિડન્ડ ટેક્સથી કોર્પોરેટ અર્નિંગની સાથોસાથ બજાર પર પણ પ્રતિકૂળ અસર
બ્રોકર્સ એસોસીએશન દ્વારા
મુંબઈ, તા. 17 ડિસેમ્બર 2019, મંગળવાર
આગામી બજેટમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ (ડીટીટી) નાબુદ કરવા તેમજ સિક્યોરીટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી)ની ચુકવણી પર પુન: રિબેટ અમલી બનાવવા એસોસિએશન ઓફ નેશનલ એક્સચેન્જિસ મેમ્બર્સ ઓફ ઈન્ડિયાએ નાણાં મંત્રાલય સમક્ષ રજૂઆત કરી છે.
બજેટ પહેલા નાણા મંત્રાલયને રજૂ કરાતી ભલામણોમાં આ સંસ્થા દ્વાર ા ડીડીટીને પાછો ખેંચીને લિસ્ટેડ શેરોમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પર મુક્તિને પુન: દાખલ કરવા રજૂઆત કરાશે.
શેરબજારમાં વોલ્યુમમાં વધારો થાય તે હેતુસર ઈન્કમટેક્સ એક્ટ હેઠળ કલમ ૮૮ ઈને પુન: દાખલ કરવી જોઈએ.
આ ઉપરાંત એસટીટીમાં ઘટાડો કરવો પણ જરૂરી છે. આ બે પગલાથી સરકારની વેરાની આવકમાં વધારો થશે.
વિશ્વ બેંક દ્વારા રજૂ કરાયેલ એક અભ્યાસ મુજબ માર્કેટ-કેપ રેશિયો સામે ભારતનું ટર્નઓવર ૪૩ ટકા કરતા વધુ પ્રમાણમાં ઘટયું છે. ૨૦૦૪માં આ આંકડો ૧૦૧૦ હતો જે ગત વર્ષે ઘટીને ૫૮ પર ઉતરી આવ્યો છે.
ડિવિડન્ડ પર ટેક્સના અમલના કારણે કોર્પોરેટ અર્નિંગ પર અસર થઈ છે. જેની બજાર પર પણ અસર થાય છે. આમ, આ મુદ્દા પર વિચારણા કરી સરકારે તેને દૂર કરવો જોઈએ.