Get The App

કસ્ટમ ડયુટીના સુધારાથી જેમ્સ જવેલરીની નિકાસને વેગ મળશે

- આ પગલાથી પ્રવાહિતાની સ્થિતિ સુધારશે, ઉત્પાદનને ટેકો મળશે

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
કસ્ટમ ડયુટીના સુધારાથી જેમ્સ જવેલરીની નિકાસને વેગ મળશે 1 - image

અમદાવાદ : બજેટમાં કસ્ટમ ડયુટીના સુધારાથી જેમ્સ જવેલરીની નિકાસને વેગ મળશે. તેમજ આ  સુધારા મૂલ્ય શૃંખલાને મજબૂત બનાવશે તેમ જેમ્સ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલે જણાવ્યું હતું.

આ પગલાથી ઉદ્યોગના મુખ્ય અવરોધોને દૂર કરે છે અને રત્નો અને ઝવેરાત ક્ષેત્રને નવી ગતિ પ્રદાન કરશે. તેનાથી પ્રવાહિતાની સ્થિતિ સુધારશે, ઉત્પાદનને ટેકો મળશે અને મૂલ્ય શૃંખલામાં નિકાસને મજબૂત બનશે. તેમજ ડિજિટલ મૂલ્યાંકન અને સરળ ક્લિયરન્સ પ્રક્રિયાઓ વિલંબ અને ખર્ચ ઘટાડશે. 

આનાથી ફેક્ટરીઓ નિષ્ક્રિય ક્ષમતાનો ઉપયોગ કરી શકશે, નોકરીઓનું રક્ષણ કરી શકશે અને યુએસ ટેરિફ અને વૈશ્વિક માંગની અનિશ્ચિતતાઓ વચ્ચે વેપારને મજબૂત બનાવી શકશે. કુરિયર નિકાસ પર રૂા. ૧૦ લાખની મર્યાદા દૂર કરવાથી ઈ-કોમર્સ માટે મોટો પ્રોત્સાહન મળશે.

ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ રત્નો અને ઝવેરાત ઉદ્યોગ પ્રત્યે સ્થિર અને સંવેદનશીલ અભિગમ દર્શાવે છે. કસ્ટમ ડયુટી અથવા જીએસટામાં કોઈ વધારો ન થવો, સતત નીતિગત નિશ્ચિતતા, મજબૂત એમએસએમઈ અને ક્લસ્ટર સપોર્ટ, વ્યવસાય કરવામાં સરળતા અને મુકદ્દમા ઘટાડતા આવકવેરા સુધારાઓએ વ્યવસાયને વિશ્વાસ પૂરો પાડયો છે.