આ ફૂલની ખેતી કરો થઈ જશો માલામાલ, કેટલીક બીમારીઓ માટે છે રામબાણ ઈલાજ
આ ફુલ પેટ સાથે જોડાયેલી બીમારીઓમાં રામબાણ ઈલાજની જેમ કામ કરે છે
આ ઉપરાંત જલન, અનિદ્રા અને ચિડિયાપણમાં પણ ખૂબ જ ફાયદાકારક છે
Image Envato |
તા. 26 મે 2023, શુક્રવાર
જો તમે કોઈ નવો બિઝનેસ શરુ કરવા માંગતા હોવ તો આજે આ સ્ટોરી તમારા માટે છે. આ બિઝનેસને લોકો જાદુઈ બિઝનેસ કહે છે.અને આ બીઝનેસમાં નુકસાન થવાની કોઈ સંભાવના નથી. વાસ્તવમાં આ ધંધો ફૂલોની ખેતી કરવાનો છે.
આ ફૂલથી આયુર્વેદિક અને હોમિયોપેથીની દવા બનાવવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના હમીરપુર જીલ્લામાં બુંદેલખંડના ખેડૂતો ફૂલોની ખેતી કરીને પોતાની કિસ્મત ચમકાવી દીધી છે. એક વાર ખેતી શરુ કર્યા બાદ ખેડૂતો તેમાથી અઢળક પાક લઈ રહ્યા છે. અને આ ફૂલોને કેમોમાઈલ ફૂલ (Chamomile Flower) નામથી જણવામાં આવે છે. અને આ ફૂલથી આયુર્વેદિક અને હોમિયોપેથીની દવા બનાવવામાં આવે છે. એટલા માટે પ્રાઈવેટ કંપનીઓમાં તેની જબરજસ્ત માંગ રહેલી છે.
બંજર જમીનમાં આ પ્રકારની ખેતી થાય છે
આ ખેતી વિશે થોડી માહિતી આપતા તમને જણાવી દઈએ કે આ ખેતી બંજર જમીનમાં થાય છે. આ ફૂલોની ખેતીથી ખેડૂત તેની આર્થિક સ્થિતિ સુધારી શકે છે. એક એકર જમીનમાં 5 ક્વિંટલ જાદુઈ ફૂલ ઉગાડી શકાય છે. તો એક એક્ટરમાં આશરે 12 ક્વિંટલ સુધી આ જાદુઈ ફૂલોની ખેતી કરી શકાય છે. આ માટે તેમા લગભગ 10 થી 12 હજારનું રોકાણ કરવાનું હોય છે. તમે આ ફૂલોની ખેતીમાં કરેલ રોકાણમાંથી 5 થી 6 ગણો નફો મેળવી શકો છો. અને આ ફસલ માત્ર 6 મહિનામાં જ તૈયાર થઈ જાય છે. એટલે કે માત્ર 6 મહિનામાં જ ખેડૂત લાખો રુપિયા કમાઈ શકે છે. એટલે કે આ ખેતીથી તમે લાખો રુપિયા કમાઈ શકો છો.
જાણો આ ફૂલના ગુણ વિશે
આ ફૂલોને શુકવીને તેની ચા બનાવીને પીવામાં ઉપયોગ કરી શકાય છે. તેની ચાથી અલ્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. આ સાથે સ્કીનના વિવિધ રોગોમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તો આ સાથે તેનાથી જલન, અનિદ્રા અને ચિડિયાપણમાં પણ ખૂબ જ ફાયદો થાય છે. આ ફૂલનો ઉપયોગ મચકોડ, ઘા, ઉઝરડા, ફોલ્લીઓ અને પેટની બિમારીઓ માટે પણ થાય છે.