Get The App

ક્રૂડ તેલમાં તેજી: 95 ડોલર તરફ આગેકૂચ

- ચીનની માગ ફરી નિકળવાની બતાવાતી આશા: સપ્લાય ડેફીસીટ દૈનિક વધી ૨૦ લાખ બેરલ્સ થવાનો અંદાજ:

- સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ ભાવમાં આગેકૂચ : વૈશ્વિક પ્લેટીનમ તથા પેલેડીયમમાં સામસામા રાહ

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
ક્રૂડ તેલમાં તેજી: 95 ડોલર તરફ આગેકૂચ 1 - image


મુંબઈ : વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં આજે તેજી આગળ વધી હતી. ક્રૂડમાં ટાઈટ સપ્લાય સામે હવે ચીનની માગ વધવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા. એએનઝેડ ઈન્વેસ્ટમેન્ટ બેન્કના જણાવ્યા મુજબ ક્રુડતેલમાં હવે પછી દૈનિક ધોરણે માગ કરતાં સપ્લાયની ખાધ ડેફીસીટી વધી આશરે ૨૦ લાખ બેરલ્સ થવાની ભીતી છે. વિશ્વબજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૯૪.૭૮ થઈ ૯૪.૫૪ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રુડના ભાવ વધી ૯૧.૭૦ થઈ ૯૧.૩૫ ડોલર રહ્યા હતા.

મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવ વધુ ઉંચકાયા હતા. વિશ્વબજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર વધતાં તથા રૂપિયો ઘટતાં ઘરઆંગણે આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધ્યાના નિર્દેશો હતા. આના પગલે દેશના ઝવેરીબજારોમાં તહેવારો ટાંણે વધતા ભાવોએ નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું. વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૧૯૨૩થી ૧૯૨૪ વાળા વધી ૧૯૩૦થી ૧૯૩૧ થઈ ૧૯૨૬થી ૧૯૩૭ ડોલર રહ્યા હતા.

વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં પીછેહટ થતાં વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી  જોવા મળી હતી. દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૩.૦૩થી ૨૩.૦૪ ડોલરવાળા ઉંચામાં ૨૩.૨૫ થઈ ૨૩.૦૮થી ૨૩.૦૯ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૬૧૦૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૧૨૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૭૩૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં આજે કોપરના ભાવ ૦.૨૨ ટકા નરમ રહ્યા હતા.

વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશદીઠછ ૯૩૦ વાળા ૯૪૦ થઈ ૯૩૫થી ૯૩૬ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૧૨૫૦ વાળા ૧૨૪૧ થઈ ૧૨૪૪થી ૧૨૪૫ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૮૯૫૦ વાળા રૂ.૫૯૦૮૬ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૫૯૨૦૦ વાળા રૂ.૫૯૩૨૪ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૧૫૭૫ વાળા આજે વધી રૂ.૭૨૨૧૨ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

ક્રુડ તેલના  ઊંચા ભાવ વૈશ્વિક નાણાંકીય સ્થિરતા સામે નવું જોખમ : રિઝર્વ બેન્ક

ક્રુડ તેલના  ઊંચા ભાવ વૈશ્વિક નાણાંકીય સ્થિરતા સામે નવા જોખમ તરીકે ઊભરી રહ્યા છે. સેફ હેવન તરીકે ડોલરની વધી રહેલી માગ પણ ક્રુડ તેલના ભાવને ઊંચે  લઈ જઈ રહ્યા છે એમ રિઝર્વ બેન્ક ઓફ  ઈન્ડિયાએ તેના બુલેટિનમાં જણાવ્યું છે. વૈશ્વિક ફુગાવો ઊંચે ગયો છે અને ક્રુડ તેલની વૈશ્વિક માગ નહીં ઘટે તો, વૈશ્વિક તેલ પૂરવઠામાં સતત ઘટ જોવા મળતી રહેશે, એમ રિઝર્વ બેન્કે તેના સપ્ટેમ્બરના બુલેટિનમાં જણાવ્યું છે.વૈશ્વિક અર્થતંત્રમાં ૨૦૨૪માં મંદી તોળાઈ રહ્યાની પણ બુલેટિનમાં ધારણાં મૂકવામાં આવી છે. દરમિયાન રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ના સભ્ય અસીમા ગોયલે પીટીઆઈને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૬ ટકાથી ઉપર જોવા મળશે. વૈશ્વિક મંદીથી ભારતની નિકાસ ઘટી રહી છે  એટલું જ નહીં ક્રુડ તેલ તથા અનાજના ઊંચા ભાવ અને હવામાનની અનિશ્ચિતતાના પડકારોનો ભારત સતત સામનો કરી રહ્યું છે. 

bullion

Google NewsGoogle News