Get The App

ક્રૂડતેલમાં થયેલી પીછેહટ: ચાંદીમાં બેતરફી વધઘટ: સોનું ફરી ઉંચકાયું

- પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ વચ્ચેનો તફાવત સંકડાયો: રૂપિયા સામે ડોલર ઉંચકાયો

- ઓપેકના દેશો મર્યાદા તોડી વધુ ક્રૂડતેલ વેચતા થયાના નિર્દેશો

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
ક્રૂડતેલમાં થયેલી પીછેહટ: ચાંદીમાં બેતરફી વધઘટ: સોનું ફરી ઉંચકાયું 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે હવામાન મિશ્ર હતું. સોનાના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા જ્યારે ચાંદીના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ફરી ઉંચા  જતા જોવા મળ્યા હતા.  વિશ્વ બજારમાં સોનાના ભાવ ફરી ઉંચા જતા જોવા મળ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૨૩૫૮થી ૨૩૫૯ ડોલર વાળા ઉંચામાં ૨૩૮૨ થઈ ૨૩૮૦થી ૨૩૮૧ ડોલર રહ્યા હતા. અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા વધતાં વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં પીછેહટ વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા હતી. 

વિશ્વ બજાર પાછળ  ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૫૦૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૫૨૦૦ રહ્યા હતા. જો કે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૩૦૦ ઘટી રૂ.૯૩ હજાર રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૦.૯૧થી ૩૦.૯૨ વાળા નીચામાં ૩૦.૬૮ તથા ઉંચામાં ભાવ ૩૧.૧૧ થઈ ૩૧.૦૭ થધી ૩૧.૦૮ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૨૦૫૬ વાળા રૂ.૭૨૩૨૫  જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૨૩૪૬ વાળા રૂ.૭૨૬૧૬ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૧૮૪૭ વાળા રૂ.૯૧૪૩૯ થઈ રૂ.૯૧૭૯૩ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે કોપરના ભાવ ૦.૪૩ ટકા વધ્યા હતા. જ્યારે પ્લેટીનમના ભાવ ઔંશના ૯૯૨ વાળા ૯૭૫ થઈ ૯૯૬થી ૯૯૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૦૭થી ૧૦૦૮ વાળા ૯૮૩ થયા પછી ૧૦૦૨ થઈ  ૯૯૬થી ૯૯૭ ડોલર રહ્યા હ૭તા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૧૯થી ૨૦ લાખ બેરલ્સ ઘટયો હોવાનું અમેરિકાના પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું. 

જો કે વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ નરમ રહ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના  ૮૫.૨૨ વાળા નીચામાં ૮૪.૦૦ થઈ ૮૪.૬૧ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૮૧.૭૪ વાલા ૮૦.૮૧ થઈ ૮૧.૪૩ ડોલર રહ્યા હતા. ઓપેકના સૂત્રોના જણાવ્યા મુજબ ઓપેકના દેશોને ઉત્પાદન કાપ વચ્ચે સપ્લાયની જે મર્યાદા બાંધી આપવામાં આવી છે તેના કરતાં અમુક દેશો આ મર્યાદાથી વધુ ક્રૂડ તેલ બજારમાં વેંચતા જોવા મળ્યા છે. આની અસર વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પર જોવા મળી હતી.

મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૫૦ વાળા નીચામાં રૂ.૮૩.૪૭ તથા ઉંચામાં રૂ.૮૩.૫૪ થઈ છેલ્લે રૂ.૮૩.૫૩ રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટી ૧૦૫.૦૯ રહ્યો હતો. 

મુંબઈ શેરબજાર તૂટતાં કરન્સી બજારમાં આજે ડોલર સામે રૂપિયાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. બ્રિટીશ પાઉન્ડના ભાવ ૪થી ૫ પૈસા વધી રૂ.૧૦૬.૯૯થી ૧૦૭ રહ્યા હતા. યુરોના ભાવ ૪ પૈસા વધી રૂ.૯૦.૩૮થી ૯૦.૩૯ રહ્યા હતા.  ચીન તથા જાપાનની કરન્સીના ભાવ રૂપિયા સામે નરમ હતા.

bullion

Google NewsGoogle News