ઑક્ટોબર માસમાં ક્રૂડ ઓઈલની આયાત વધીને રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા તરફથી થતી સપ્લાય જે સપ્ટેમ્બરમાં ૧,૪૨,૦૦૦ બેરલ પ્રતિ દિવસથી વધી ૧,૫૭,૦૦૦ બેરલ પ્રતિ દિવસ નોંધાઈ
અમદાવાદ : આક્ટોબર મહિનામાં ભારતની ક્રૂડ ઓઈલની આયાત ૫૬.૩ લાખ બેરલ પ્રતિ દિવસની અત્યાર સુાૃધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચવાની શક્યતા છે. સપ્ટેમ્બરની સરખામણીએ તેમાં ૫%થી વધુનો વધારો જોવા મળ્યો છે, કારણ કે એટલાન્ટિક બેસિનમાંથી થયેલો વાૃધારાનો માલસામાન અને રશિયા તરફથી સતત જળવાયેલી સપ્લાયે મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ)માંથી ઘટેલી આવકની ભરપાઈ કરી દીધી છે.
કોમોડિટી એનાલિટિક્સ ફર્મ કેપ્લરના ડેટા અનુસાર, ૩૦ આક્ટોબર સુાૃધીના પ્રાથમિક આંકડા દર્શાવે છે કે આયાત ૫૬.૩ લાખ બેરલ પ્રતિ દિવસ રહી છે, જે સપ્ટેમ્બરમાં ૫૩.૪ લાખ બેરલ પ્રતિ દિવસ અને એક વર્ષ પહેલાં ૪૯.૫ લાખ બેરલ પ્રતિ દિવસ હતી. આ વાર્ષિક ધોરણે લગભગ ૧૪%નો વધારો દર્શાવે છે.
ભારતના સૌથી મોટા ક્રૂડ સપ્લાયર તરીકે રશિયાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યાં સપ્ટેમ્બરની તુલનામાં દૈનિક આશરે ૧,૦૦,૦૦૦ બેરલનો વાૃધારો થઈને આક્ટોબરમાં તે ૧૯.૭ લાખ બેરલ પ્રતિ દિવસ પર પહોંચ્યું હતું. જોકે, આ આંકડો જુલાઈના ૨૮.૨ લાખ બેરલ પ્રતિ દિવસના સર્વોચ્ચ સ્તર કરતાં ઘણો ઓછો છે, જ્યારે ભારતની કુલ આયાતમાં રશિયાનો હિસ્સો ૫૫% હતો. ઑક્ટોબરમાં આ હિસ્સો ૩૫% રહ્યો હતો, જે દર્શાવે છે કે રશિયા પાસેથી વાૃધારે જથ્થો ખરીદવા છતાં ભારતે વિવિધ દેશો પાસેથી સપ્લાય મેળવવાનું ચાલુ રાખ્યું છે.
અમેરિકા તરફથી થતી સપ્લાયમાં પણ થોડો વાૃધારો જોવા મળ્યો હતો, જે સપ્ટેમ્બરમાં ૧,૪૨,૦૦૦ બેરલ પ્રતિ દિવસથી વાૃધીને આશરે ૧,૫૭,૦૦૦ બેરલ પ્રતિ દિવસ નોંધાઈ હતી.
આ વધારામાં અંગોલા મોખરે રહ્યું હતું, જ્યાં એક મહિના પહેલાંની માંડ ૩૬,૦૦૦ બેરલ પ્રતિ દિવસની સપ્લાય વધીને આશરે ૩,૩૫,૦૦૦ બેરલ પ્રતિ દિવસ થઈ હતી. વેનેઝુએલા તરફથી આવતી સપ્લાય પણ ૧,૯૬,૦૦૦ બેરલ પ્રતિ દિવસથી વધીને લગભગ ૩,૪૫,૦૦૦ બેરલ પ્રતિ દિવસ થઈ હતી




