Get The App

કોરોના વાયરેસનો કહેર,ચીનનાં શેર બજારમાં 5 વર્ષનો સૌથી મોટો કડાકો

Updated: Feb 3rd, 2020

GS TEAM

Google News
Google News
કોરોના વાયરેસનો કહેર,ચીનનાં શેર બજારમાં 5 વર્ષનો સૌથી મોટો કડાકો 1 - image

શાંઘાઇ,3 ફેબ્રુઆરી 2020 સોમવાર


ચીનમાં 361 લોકોનાં જીવ લેનારો કોરોના વાયરસનો કહેર શેર બજાર પર પણ તુટી પડ્યો છે, કોરોના વાયરસથી ચિંતાઓનાં કારણે શાંઘાઇ શેર બજાર 7.72 ટકા તુટ્યું, ચીનના શેર બજારમાં 5 વર્ષની આ સૌથી નીચો ઘટાડો છે.

શાંઘાઇ કંપોઝીટ ઇન્ડેક્સ 229.92 આંક એટલે કે 7.72 ટકા ઘટીને 2,746.61 આંક પર અને શેમઝેન કંપોઝીટ ઇંન્ડેક્સ 8.41 ટકા એટલે  કે 147.81 આંક ઘટીને 1609 આંક પર બંધ રહ્યો.

તેનાથી તેજીથી વધી રહેલા ચેપનો વૈશ્વિક અર્થતંત્ર પર અસર પડી રહ્યો છે, બજારમાં રોકાણકારોમાં તેને લઇને ખુબ જ ડરનો માહોલ છે, જોકે ચીનનાં રેગ્યુલેટર્સે બજારને સ્થીર કરવા માટે ઘણા પગલા લીધા છે. 

કોરોના વાયરેસનો કહેર,ચીનનાં શેર બજારમાં 5 વર્ષનો સૌથી મોટો કડાકો 2 - image23 જાન્યુઆરી બાદ બજાર ખુલ્યું તો મચ્યો હાહાકાર

ચીનમાં નુતન વર્ષની એક સપ્તાહ લાંબી રજાઓ બાદ શાંઘાઇ શેર બજારમાં સોમવારે જોરદાર કડાકો બોલાયો. શાંઘાઇ કંપોઝીટ શેર બજાર 8 ટકા સુંધી ઘટીને બંધ રહ્યું, તે ઓગસ્ટ 2015 બાદનનો સૌથી મોટો ઘટાડો છે.

શાંઘાઇ કંપોઝીટ 229.92 આંક એટલે કે 7.72 ટકા ઘટીને 2,746.61 આંક પર બંધ રહ્યું. રજાઓ શરૂ થયા પહેલા બજાર 23 જાન્યુઆરીનાં દિવસે ખુલ્યું હતું, અને એ દિવસે શાંઘાઇ કંપોઝીટ ઇંન્ડેક્સ 2.8 ટકા ઘટ્યો હતો.

ચીનની સરકાર 2008માં વૌશ્વિક મંદી અને 2002-2003માં સાર્સ બિમારી બિમારી ફેલાયા બાદ બજારોમાં થયેલી ઉથલ-પુથલને રોકવા દરમિયાન પણ આ જ પ્રકારનાં પગલા લીધા છે. ચીનની મોટાભાગની કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ સરકારનાં નિયંત્રણમાં છે.

કોરોના વાયરેસનો કહેર,ચીનનાં શેર બજારમાં 5 વર્ષનો સૌથી મોટો કડાકો 3 - imageદવા કંપનીઓનાં શેર શરૂઆતમાં જ તુટ્યા

રવિવારે ચીનનાં કેન્દ્રીય બેંકએ બજારમાં 1200 અબજ યુઆન(173 અબજ ડોલર)ની વધારાની મુડી ઝીંકવાની યોજના બનાવી છે, આ નાણા એટલા માટે કારણે કે હાલ બજારને ભંડોળની ખુંબ જ જરૂર છે.

સોમવારે કેટલાય સેક્ટરની કંપનીઓનાં શેરમાં ઘટાડો જોવા મળ્યો, ચીનની દવા કંપનીઓનાં શેર સૌથી પહેલા એટલે કે 10 ટકા તુટ્યા, આ જ પ્રકારે ચીનનાં નાના બજારોનો ઇન્ડેક્સ શેનઝેન ઇન્ડેક્સ 8.41 ટકા એટલે કે 147.81 ટકા ઘટીને 1609 આંક પર બંધ રહ્યો.

કોરોના વાયરેસનો કહેર,ચીનનાં શેર બજારમાં 5 વર્ષનો સૌથી મોટો કડાકો 4 - imageહોંગકોંગનાં અર્થતંત્રમાં 2019માં 1.2 ટકાનો ઘટાડો

હોંગકોંગનાં અર્થતંત્રમાં વર્ષ 2019માં 1.2 ટકાનો ઘટાડો આવ્યો, સત્તાવારરૂપે સોમવારે આ જાણકારી આપી,તેનાથી અર્થવ્યવસ્થાનાં ગયા વર્ષમાં જ મંદી આવશે તેની જાણ થઇ હતી.

અર્થતંત્રમાં ઘટાડાનું કારણ અમેરિકા-ચીન ટ્રેડ વોર અને લોકશાહી સમર્થકો દ્વારા મહિનાઓ સુંધી થયેલા વિરોધ પ્રદર્શન છે, નિવેદન પ્રમાણે હોંગકોંગની જીડીપીમાં ગયા વર્ષે 1.2 ટકાનો ઘટાડો થયોય ત્યાં જ ચોથા ત્રિમાસિકમાં વૃધ્ધી દરમાં 2.9 ટકાનો ઘટાડો આવ્યો હતો.      

Tags :