કોરોના વાઇરસ સ્ટીલ, ડાયમંડના વેપારને ફટકો પડવાની ભીતિ
- કટ અને પોલિશ્ડ ડાયમંડની ભારતની નિકાસ ૧૭.૧૪ ટકા ઘટી
નવી દિલ્હી, તા. 05 ફેબુ્રઆરી 2020, બુધવાર
કોરોના વાઇરસા ઉત્પાતથી નિકાસકાર વર્ગ ચીન અને ફાર ઇસ્ટમાં ડાયમંડની નિકાસને ફટકો પડવાની ધારણા બતાવી રહ્યો છે. કટ અને પોલિશ્ડ ડાયમંડના ભારતના કુલ શિપમેન્ટમાં આ ક્ષેત્રનો હિસ્સો લગભગ ૩૦ ટકા જેટલો છે. સામાન્ય રીતે ચીનના નવા વર્ષના દિવસોમાં વેચાણો વધતા હોય છે. જે ઘરખમ ઘટયા હતા.
ડાયમંડ નિકાસકારોએ જણાવ્યું હતું કે, યુ.એસ. અને ચીન વચ્ચે પ્રથમ તબક્કાના કરારો પર સહી-સિક્કા થતા ડાયમંડ નિકાસકારોએ રાહતનો શ્વાસ લીધો તેવા સમયે જ કોરોનાનો ઉત્પાત વધ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં વર્ષાનુવર્ષ ધોરણે કટ અને પોલિશ્ડ ડાયમંડની ભારતની નિકાસ ૧૭.૧૪ ટકા ઘટી છે. યુ.એસ. અને ચીન વચ્ચે કરારો થવાથી ચોથા ત્રિમાસિક ગાળામાં નિકાસ વધવાની વેપારીઓની આશાને કોરોના વાઇરસના ફેલાવાથી ફટકો પડયો છે.
ટીન પ્લેટ સહિત નવ વધારાની સ્ટીલ અને સ્ટીલ પ્રોડક્ટો ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર હેઠળ સામેલ કરવાની વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના (ડબલ્યુટીઓ) સભ્યોની દરખાસ્ત માટે ભારતે અન્ય રાષ્ટ્રોમાંથી આયાત કરતા સહિતના તમામ ઉત્પાદકો માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનું (બીઆઇએસ) પ્રમાણીકરણ મેળવવાનું ફરજિયાત બનાવવા તેમની ટિપ્પણી માંગી છે.
આ બાબત બહુપક્ષીય વેપાર ધારાધોરણોના અનુપાલન પ્રમાણે છે. ભારત પાસેથી ગુણવત્તા પ્રમાણીકરણની પ્રાપ્તિની જરૂરિયાત ચીન, જાપાન અને યુરોપિયન યુનિયન જેવા રાષ્ટ્રોના નિકાસકારો માટે અડચણરૂપ બની શકે છે.
આ પગલું કોઈ રીતે બહુપક્ષીય ધારાધોરણોની વિરુદ્ધનું નથી કારણ કે ગુણવત્તાનો તે જ માપદંડો સ્થાનિક ઉત્પાદકોને પણ લાગુ પડે છે. યુરોપિયન યુનિયન માંગણી કરે છે કે, ભારતે આઇએસઓને (કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ) અનુપાલિત પ્રમાણીકરણ સાથે માન્ય વિદેશી લેબોરેટરીમાં હાથ ધરાયેલા પરિક્ષણનો સ્વીકાર કરવો જોઈએ અને આઇએસઓ ૯૦૦૧ની વ્યાખ્યા મુજબની ગુણવત્તા પ્રબંધન પદ્ધતિ ધરાવતી ઇયુ સ્ટીલ મિલોમાં ફેક્ટરી ઇન્સ્પેક્શન રોકવું જોઈએ.