અર્થતંત્ર પર મંદીની અસર,નવેમ્બરમાં કોર સેક્ટર્સનો વૃધ્ધિદર ઘટ્યો
નવી દિલ્હી,31 ડિસેમ્બર 2019 મંગળવાર
આર્થિક મંદીનો સામનો કરી રહેલા ભારત માટે નવેમ્બર પણ નિરાશાજનક રહ્યો છે,દેશમાં પાયાનાં ક્ષેત્રનાં 8 ઉદ્યોગોનાં ઉત્પાદનનો વૃધ્ધિદર ઘટીને 1.5 પર આવી ગયું છે.
જે આર્થિક મંદીની ગંભીર સ્થિતિનો ચિતાર દર્શાવે છે,આ સતત ચોથો મહિનો છે, જ્યારે આ આકડાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
મંગળવારે સરકારી આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે.ગયા વર્ષે નવેમ્બરમાં આઠ પાયાનાં ક્ષેત્રોની વૃધ્ધી દરમાં 3.5 ટકાનો વધારો નોંધાયો હતો.
આ ઘટાડો કોલસા,કાચુ તેલ,સ્ટીલ,વિજળી, તથા નેચરલ ગેસનાં ઉત્પાદનમાં ઘટાડાંનાં કારણથી આવ્યો છે. આઠ પાયાનાં ક્ષેત્રો જેવા કે કોલસો, કાચુ તેલ, નેચરલ ગેસ, રિફાઇનરી ઉત્પાદન, ફર્ટીલાઇઝર્સ, સ્ટીલ, સિમેન્ટ ,તથા ઇલક્ટ્રીસીટીનો સમાવેશ થાય છે.
નવેમ્બરમાં સિમેન્ટનું ઉત્પાદનનો દર ઘટીને 4.1 ટકા રહ્યો, જે નવેમ્બરમાં 8.8 ટકા હતો. રિફાઇનરી ઉત્પાદન તથા ફર્ટીલાઇઝર્સનાં ઉત્પાદનની વૃધ્ધી ક્રમશ: 3.1 તથા 13.6નો વધારો નોંધાયો.
ઓક્ટોબરમાં કોર સેક્ટરની ઝડપ ઘટીને 5.8 તથા સપ્ટેમ્બરમાં 5.2 રહી હતી. નવેમ્બરમાં કાચા તેલનાં ઉત્પાદનમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જે ઓક્ટોબરમાં 5.1 ટકા હતી,ત્યાંજ કોલસાનું ઉત્પાદનમાં નવેમ્બરમાં 2.5 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે ઓક્ટોબરમાં 17.6 ટકા હતો, ઓગસ્ટથી જ કોર સેક્ટર્સનાં વૃધ્ધીનાં દરમાં ઘટાડો જોવા મળી છે.