Get The App

ફોરેન ફંડોની સતત વેચવાલી : સેન્સેક્સ 542 પોઈન્ટ તૂટીને 82184

- નિફટી સ્પોટ ૧૫૮ પોઈન્ટ ગબડીને ૨૫૦૬૨ : FPIs/FIIની રૂ.૨૧૩૪ કરોડની ચોખ્ખી વેચવાલી

- ભારત-યુ.કે.ના ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છતાં ટેરિફ ભયે શેરોમાં સેન્ટીમેન્ટ ડહોળાયું : આઈટી-સોફ્ટવેર શેરોમાં ધૂમ વેચવાલી

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
ફોરેન ફંડોની સતત વેચવાલી : સેન્સેક્સ 542 પોઈન્ટ તૂટીને 82184 1 - image


મુંબઈ : ભારત અને યુ.કે. વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થતાં બન્ને દેશો વચ્ચેને દ્વિપક્ષી વેપારમાં વધારો થવાની અપેક્ષા છતાં અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દેશોને ૧૫થી ૫૦ ટકા ટેરિફ લાદવાની ચીમકી અને બીજી તરફ યુરોપીયન યુનિયન સાથે ટ્રેડ ડિલના સંકેત વચ્ચે આજે ભારતીય શેર બજારોમાં સેન્ટીમેન્ટ ફરી ડહોળાયું હતું. ઈન્ફોસીસના અપેક્ષાથી સારા પરિણામ બજાર પર આજે નેગેટીવ અસર જોવાઈ હતી. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ સાથે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફરી તેજીને વેપાર હળવો થતાં અને કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી થતાં ઈન્ડેક્સ બેઝડ નરમાઈ જોવાઈ હતી. હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં સતત ફંડોની તેજી અને પસંદગીના ઓટો શેરોમાં ખરીદી સામે એફએમસીજી શેરોમાં વેચવાલીનું દબાણ જોવાયું હતું. સેન્સેક્સ  ૫૪૨.૪૭ પોઈન્ટ ગબડીને ૮૨૧૮૪.૧૭ અને નિફટી ૫૦ સ્પોટ ૧૫૭.૮૦ પોઈન્ટ તૂટીને ૨૫૦૬૨.૧૦ બંધ રહ્યા હતા.

આઈટી ઈન્ડેક્સ ૬૬૯ પોઈન્ટ તૂટયો : સિગ્નિટી, કોફોર્જ, ઈન્ટેલેક્ટ ડિઝાઈન, ટેક મહિન્દ્રા ગબડયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે ફરી મોટી વેચવાલી કરી હતી. ઈન્ફોસીસના એકંદર અપેક્ષાથી સારા પરિણામ છતાં ફંડો આઈટી શેરોમાં હળવા થયા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૬૯.૩૮ પોઈન્ટ ગબડીને ૩૫૬૮૮.૯૫ બંધ રહ્યો હતો. સિગ્નિટી ટેક રૂ.૧૬૫.૧૫ તૂટીને રૂ.૧૫૭૪.૦૫, કોફોર્જ રૂ.૧૭૪.૧૫ તૂટીને રૂ.૧૬૭૪.૯૫, પર્સિસ્ટન્ટ રૂ.૪૩૪.૧૦ તૂટીને રૂ.૫૧૭૧.૨૫, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૫૦.૫૦ ગબડીને રૂ.૧૧૪૧.૭૫, લેટેન્ટ વ્યુ રૂ.૧૮.૪૦ તૂટીને રૂ.૪૨૯.૭૫, ટેક મહિન્દ્રા રૂ.૪૮.૮૦ ઘટીને રૂ.૧૪૯૮.૩૦, માસ્ટેક રૂ.૭૬.૬૦ ઘટીને રૂ.૨૪૭૬.૩૫, સિએન્ટ રૂ.૩૭.૭૫ ઘટીને રૂ.૧૨૪૨.૨૫, એમ્ફેસીસ રૂ.૭૯.૫૦ ઘટીને રૂ.૨૬૫૫.૧૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૮.૧૫ ઘટીને રૂ.૧૦૬૪.૦૫, ઈન્ફોસીસ રૂ.૨૦.૮૫ ઘટીને રૂ.૧૫૫૩.૫૫ રહ્યા હતા.

બેંકિંગ શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ : કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોની નફારૂપી વેચવાલી થઈ હતી. કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૮.૩૫ ઘટીને રૂ.૨૧૪૧.૪૫, એક્સિસ બેંક રૂ.૯.૯૦ ઘટીને રૂ.૧૦૯૫.૨૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૯૦ ઘટીને રૂ.૮૧૫.૮૫, એચડીએફસી બેંક રૂ.૧૦.૬૦ ઘટીને રૂ.૨૦૧૪ રહ્યા હતા.

આઈઈએક્સ ૨૯ ટકા તૂટયો : રેલીગેર, ડેમ કેપિટલ, શ્રીરામ ફાઈ., પૂનાવાલા, મોતીલાલ ઓસ્વાલ ઘટયા

ફાઈનાન્સ, અન્ય બેંકિંગ શેરોમાં પણ વેચવાલી રહી હતી. સેન્ટ્રલ રેગ્યુલેટરી ઈલેક્ટ્રિસિટી કમિશને ડે અહેડ માર્કેટ(ડીએએમ) સાથે પાવર કપલિંગના અમલીકરણને મંજૂરી આપી હોવાના અહેવાલ વચ્ચે આજે આઈઈએક્સ ૨૯.૪૯ ટકા એટલે કે રૂ.૫૫.૪૦ તૂટીને રૂ.૧૩૨.૪૫ રહ્યો હતો. રેલીગેર રૂ.૧૨.૬૦ ઘટીને રૂ.૨૭૮.૨૦, ડેમ કેપિટલ રૂ.૯.૫૦ તૂટીને રૂ.૨૪૦.૩૦, એસબીએફસી રૂ.૪.૧૦ ઘટીને રૂ.૧૧૪.૪૫, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૨૦.૭૦ ઘટીને રૂ.૬૩૩.૩૫, પૂનાવાલ ફિન રૂ.૧૩.૬૫ ઘટીને રૂ.૪૩૨.૨૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૨૬.૩૫ ઘટીને રૂ.૯૦૪.૭૦ રહ્યા હતા.

આઈનોક્સ વિન્ડ રાઈટ ઈસ્યુ મંજૂરી વચ્ચે ગબડયો : હોનટ, ટીટાગ્રહ, ઝેનટેક, કેઈઆઈ, કમિન્સ ગબડયા

કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે વેચવાલી રહી હતી. આઈનોક્સ વિન્ડ એનજીૅના બોર્ડ દ્વારા શેરોના રાઈટ ઈસ્યુને મંજૂરી વચ્ચે શેર રૂ.૩.૭૫ ઘટીને રૂ.૧૬૧.૮૫ રહ્યો હતો. હોનટ રૂ.૭૬૦.૭૫ તૂટીને રૂ.૩૯,૭૭૮.૮૫, ટીટાગ્રહ રૂ.૧૬.૯૦ ઘટીને રૂ.૯૦૫, ઝેનેટેક રૂ.૩૩.૬૦ ઘટીને રૂ.૧૮૬૬.૪૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૫૧ ઘટીને રૂ.૩૫૬૨.૧૫, કોચીન શિપ રૂ.૧૫.૪૦ ઘટીને રૂ.૧૮૫૪.૭૦, કેઈન્સ રૂ.૮૫.૬૦ ઘટીને રૂ.૫૬૬૨.૦૫ રહ્યા હતા.

ગોડફ્રે ફિલિપ રૂ.૫૮૬ તૂટયો : નેસ્લે રૂ.૧૩૩, ગોદાવરી બાયો, સનડ્રોપ, જીલેટ, બલરામપુર ઘટયા

એફએમસીજી શેરોમાં પણ આજે મોટું ઓફલોડિંગ થયું હતું. ગોડફ્રે ફિલિપ રૂ.૫૮૫.૯૫ તૂટીને રૂ.૮૮૦૧.૯૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૧૩૨.૬૫ તૂટીને રૂ.૨૩૨૦.૧૫, ગોદાવરી બાયો રૂ.૧૩.૫૦ તૂટીને રૂ.૩૨૯.૬૦, સનડ્રોપ રૂ.૨૦.૯૦ ઘટીને રૂ.૯૧૧.૮૦, જીલેટ ઈન્ડિયા રૂ.૨૪૯.૩૫ તૂટીને રૂ.૧૦,૯૩૭.૭૫, હેરીટેજ ફૂડ રૂ.૯.૯૫ ઘટીને રૂ.૪૬૩.૨૫, મેરિકો રૂ.૧૪.૩૫ ઘટીને રૂ.૭૦૫.૮૫, પતંજલિ ફૂડ રૂ.૩૬.૫૦ ઘટીને રૂ.૧૮૯૯.૨૦, બલરામપુર ચીની રૂ.૧૧.૩૫ ઘટીને રૂ.૫૯૫.૦૫, સીસીએલ રૂ.૧૪.૯૦ ઘટીને રૂ.૮૪૨.૭૫ રહ્યા હતા.

સેનોરીસ રૂ.૬૯ ઉછળી રૂ.૬૭૯ : થાયરોકેર રૂ.૧૩૪, ઈપ્કા રૂ.૮૦, ફોર્ટિસ રૂ.૨૩, રેઈનબો રૂ.૮૬ વધ્યા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ફંડોની આજે વ્યાપક ખરીદી રહી હતી. સેનોરીસ રૂ.૬૮.૯૦ વધીને રૂ.૬૭૮.૬૫, થાયરોકેર રૂ.૧૩૩.૮૫ ઉછળીને રૂ.૧૩૩૮.૩૦, વિજ્યા ડાયગ્નોસ્ટિક રૂ.૧૦૩.૫૦ વધીને રૂ.૧૧૨૧.૩૦, રેઈનબો રૂ.૮૬.૨૦ વધીને રૂ.૧૬૨૨.૬૫, ઈપ્કા લેબ. રૂ.૭૯.૬૦ વધીને રૂ.૧૫૪૧.૬૫, અજન્તા ફાર્મા રૂ.૭૮ વધીને રૂ.૨૭૯૪.૮૫, ફોર્ટિસ હેલ્થ રૂ.૨૨.૨૦ વધીને રૂ.૮૪૬.૭૫, મેટ્રોપોલિસ રૂ.૪૧.૫૫ વધીને રૂ.૨૦૩૨.૩૫, લૌરસ લેબ રૂ.૧૩.૫૫ વધીને રૂ.૮૩૫.૮૫ રહ્યા હતા.

ખાનાખરાબીના એંધાણ ? સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક ગાબડાં :  ૨૫૧૭ શેરો નેગેટીવ બંધ

બજારમાં મોટી ખાનાખરાબી થવાના એંધાણ મળી રહ્યા હોઈ એમ આજે સેન્સેક્સ, નિફટી કડાકો બોલાયા સાથે ઘણા સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં વેચવાલી થતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૧૭ અને વધનારની ૧૫૪૨ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૨૫ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૮.૧૦ લાખ કરોડ

નિફટી, સેન્સેક્સ બેઝડ ધોવાણ સાથે ઘણા શેરોમાં ફંડો, ઓપરેટરો વેચવાલ બનતાં રોકાણકારોની સંપતિ પણ એટ લે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૨૫  લાખ કરોડ ઘટીને રૂ.૪૫૮.૧૦ લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FIIની કેશમાં રૂ.૨૧૩૪ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૬૧૭ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે  ગુરૂવારે શેરોમાં કેશમાં રૂ.૨૧૩૩.૬૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૩,૭૨૫.૪૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૮૫૯.૧૫ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૨૬૧૭.૧૪ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૫૦૭.૧૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૮૯૦.૦૩ કરોડની વેચવાલી કરી હતી.

Tags :