Get The App

વાહનોના કમ્પોનેન્ટસનો પૂરવઠો ખોરવાઈ જવાની ચિંતા

- ઓટો પાર્ટસના પૂરવઠા પર કેટલી અસર પડી છે તેનું ચિત્ર સ્પષ્ટ ાૃથતા ાૃથોડો સમય લાગશે

Updated: Feb 10th, 2020

GS TEAM

Google News
Google News
વાહનોના કમ્પોનેન્ટસનો પૂરવઠો ખોરવાઈ જવાની ચિંતા 1 - image

ગ્રેટર નોઈડા, તા. 10 ફેબુ્રઆરી 2020, સોમવાર

કોરોનાવાઈરસના ફેલાવાને કારણે કમ્પોનેન્ટસનો પૂરવઠો ખોરવાઈ જવાની દેશના ઓટો ઉદ્યોગની ચિંતા સતાવી રહી છે. જો કે ચીનમાં  આગામી થોડાક દિવસ બાદ ફેકટરીઓ ફરી ખૂલ્યા બાદ ખરું ચિત્ર સ્પષ્ટ થશે એમ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (સિઅમ)  દ્વારા જણાવાયું હતું.

કોઈ ખલેલ પડી છે કે કેમ અને કેટલી માત્રામાં પડી છે તેનો અંદાજ મેળવવા પોતે પોતાના સભ્યો પાસેથી માહિતી અને આંકડા એકત્રિત કરશે એમ  પણ તેના દ્વારા જણાવાયું છે. 

આ સંદર્ભમાં હાલમાં કંઈપણ ટિપ્પણી કરવી વહેલી ગણાશે.  હું માત્ર એમ જ કહી શકું એમ છું કે ઉદ્યોગમાં ચિંતાની લાગણી છે અને ચીનની બજારો નવા વર્ષની રજાઓ બાદ આજે ફરી ખૂલવાની શકયતા છે ત્યારે બધા જ રાહ જોઈ રહ્યા છે, એમ સિઅમના ડાયરેકટર જનરલ રાજેશ મેનને  પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

કોરોનાવાઈરસને કારણે ચીન ખાતેથી પૂરવઠો ખોરવાશે કે કેમ અને આમ થશે તો ૧લી એપ્રિલથી અમલ થનારા બીએસ-૬ ધોરણ તરફ પ્રયાણ પર અસર પડશે કે કેમ એવા પુછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે ઉપર મુજબની સ્પષ્ટતા કરી હતી.

અસર અને તેના પરિણામોનું સ્પષ્ટ ચિત્ર આપણને જાણવા મળશે. પરંતુ ભય ફેલાયેલો છે તે વાત સ્પષ્ટ છે. સમશ્યાની માત્રા કેટલી છે તે આવનારા થોડાક દિવસોમાં જાણી શકાશે, એમ તેમણે દોહરાવ્યું હતું.

કોરોનાવાઈરસને કારણે, પૂરવઠામાં શકય ખલેલને ધ્યાનમાં રાખતા બીએસ-૬ ધોરણ તરફ પ્રયાણ કરવા માટેની તારીખ લંબાવવા સિઅમ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે કે કેમ એમ પુછાતા તેમણે આ મુદ્દે હાલમાં કંઈપણ કહેવું વહેલું ગણાશે એમ જણાવ્યું હતું. 

આ મુદ્દે એસોસિએશનના સભ્યોએ નિર્ણય લેવાનો રહેશે. ચીન ખાતેથી આવતા કમ્પોનેન્ટમાંથી કેટલાનો પૂરવઠો ખોરવાયો છે તેની આકારણ કરવાનું વહેલુ ગણાશે. 


Tags :