Get The App

મુક્ત વેપાર કરાર છતાં કાર્બન ટેક્સ અંગેની ચિંતા યથાવત્

- ભારતે કહ્યું કે જો બ્રિટનનો કાર્બન ટેક્સ ભારતીય નિકાસકારોને નુકસાન પહોંચાડશે તો તે કરાર હેઠળ આપવામાં આવેલી છૂટછાટો પાછી ખેંચવાનો અધિકાર અનામત રાખશે

- ભારત-યુકે FTA : ૯૯% નિકાસ ડયુટી ફ્રી

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
મુક્ત વેપાર કરાર છતાં કાર્બન ટેક્સ અંગેની ચિંતા યથાવત્ 1 - image


નવી દિલ્હી : જો બ્રિટનનું કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ (CBAM) એટલે કે કાર્બન ટેક્સ ભારત અને બ્રિટન વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર હેઠળ સંમત થયેલા વેપાર લાભોને નબળા પાડે છે એટલે કે ભારતીય નિકાસકારોને નુકસાન પહોંચાડે છે તો ભારત સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવશે.

ગુરુવારે બંને દેશો દ્વારા હસ્તાક્ષર કરાયેલા વેપાર કરારમાં ઉલ્લેખ નથી કે જાન્યુઆરી ૨૦૨૭માં અમલમાં આવનાર બ્રિટનના કાર્બન ટેક્સ સાથે કેવી રીતે વ્યવહાર કરવામાં આવશે. જો કે, ભારતે આ મુદ્દા પર સતત ચિંતાઓ વ્યક્ત કરી છે અને પ્રસ્તાવિત લેવી હેઠળ સલામતીની માંગ કરી છે. પરંતુ બ્રિટન કહે છે કે કાર્બન ટેક્સ ને મુક્ત વેપાર કરાર માં સમાવી શકાતું નથી કારણ કે લેવી હજુ સુધી લાગુ કરવામાં આવી નથી અને તે પ્રારંભિક તબક્કામાં છે.

જો કાર્બન ટેક્સ વેપાર કરાર હેઠળ આવરી લેવામાં આવતા ઉત્પાદનોને પ્રતિકૂળ અસર કરે છે, તો ભારત ખાતરી કરવા માટે પગલાં લેશે કે વેપાર કરાર હેઠળ પૂરી પાડવામાં આવતી બજાર અક્સેસ ઓછી ન થાય.' જો કાર્બન ટેક્સ લાગુ કરવામાં આવે છે અને તે કરાર હેઠળ ભારતના વેપાર લાભોને અસર કરે છે, તો ભારતને તેને નવેસરથી સંતુલિત કરવાની સ્વતંત્રતા મળશે.

આનો ઉલ્લેખ નોટ વર્બેલ કરવામાં આવ્યો છે. નોટ વર્બેલ એ બંને સરકારો વચ્ચેનો રાજદ્વારી સંદેશાવ્યવહાર છે. તેમણે કહ્યું કે ભારત છૂટછાટો પાછી ખેંચી શકે છે અને જો જરૂરી હોય તો આ માટે એક પદ્ધતિ ગોઠવી શકાય છે.

વેપાર કરારને કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ નામ આપવામાં આવ્યું છે. તેનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ૫૬ બિલિયન ડોલરથી બમણો કરવાનો છે. આ વેપાર કરાર હેઠળ, ભારતમાંથી બ્રિટનમાં થતી ૯૯ ટકા નિકાસ ડયુટી ફ્રી હશે, જ્યારે બ્રિટનથી થતી ૯૦ ટકા આયાત ડયુટી ફ્રી નહીં હોય. આ એગ્રીમેન્ટ  બ્રિટનથી આયાત થતી ચીજવસ્તુઓ પર ભારતની લાગુ સરેરાશ વેપાર જકાત ૧૫ થી ઘટાડીને ૩ ટકા કરશે.

આ વેપાર કરાર બંને દેશોની મંજૂરી પછી અમલમાં આવશે. ભારતના કેન્દ્રીય મંત્રીમંડળે આ કરારને મંજૂરી આપી દીધી છે, જ્યારે બ્રિટિશ સંસદની મંજૂરી હજુ બાકી છે. આ પ્રક્રિયામાં લગભગ એક વર્ષનો સમય લાગી શકે છે. આ સમય દરમિયાન, ભારત સરકાર નિકાસકારોને આ કરાર વિશે માહિતી આપવાની અને તેનો લાભ લેવાની રીતો વિશે જણાવવાની યોજના બનાવી રહી છે. 

વેપાર કરાર ભારતના ફરજિયાત લાઇસન્સ જારી કરવાના અધિકારને નબળો પાડતો નથી કે તે તેમને જારી કરવા માટે કોઈ નવી પૂર્વ-શરતો ઉમેરતો નથી. આવા લાઇસન્સ જારી કરવાનો સાર્વભૌમ અધિકાર સંપૂર્ણપણે ભારત સરકાર પાસે રહેશે. કરારમાં સ્વૈચ્છિક લાઇસન્સનો ઉલ્લેખ ફક્ત સહયોગી ઉકેલોને પ્રોત્સાહન આપતી વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓને સ્વીકારે છે.


Tags :