કંપનીઓ દ્વારા ઇક્વિટી, બોન્ડ થકી વિક્રમી ભંડોળ એકત્ર કરાયું
- નાણાકીય વર્ષ ૨૦૨૬માં એપ્રિલથી જુલાઈના સમયગાળામાં, કંપનીઓએ બોન્ડ દ્વારા રૂ. ૪ લાખ કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું
- ક્યુઆઈપી દ્વારા રૂ. ૪૨,૦૦૦ કરોડથી વધુ રકમ ઊભી કરાઈ
બેંક લોનથી દૂર થઈ રહેલું કોર્પોરેટ ક્ષેત્ર
અમદાવાદ : ભારતીય કંપનીઓ બેંક લોનથી દૂર રહી રહીને ઇક્વિટી અને બોન્ડ માર્કેટ જેવા વૈકલ્પિક સ્ત્રોતો તરફ આગળ વધી રહી છે. કંપનીઓની બેલેન્સશીટમાં દેવું ઘટયું છે, જેના કારણે વધુ સારા મૂલ્યાંકન પર ઇક્વિટી એકત્ર કરવાની તેમની ક્ષમતામાં સુધારો થયો છે. આ ઉપરાંત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરમાં ૧૦૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યા પછી, કંપનીઓ માટે ડેટ કેપિટલ માર્કેટમાંથી સસ્તા દરે લાંબા ગાળાના ભંડોળ મેળવવાનું પણ સરળ બન્યું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬માં એપ્રિલથી જુલાઈના સમયગાળામાં, કંપનીઓએ બોન્ડ દ્વારા રૂ. ૪ લાખ કરોડથી વધુ એકત્ર કર્યા છે, જે નાણાકીય વર્ષના પ્રથમ ૪ મહિનામાં એકત્ર કરાયેલી સૌથી વધુ રકમ છે.
આ દર્શાવે છે કે પરંપરાગત રીતે બેંક લોન દ્વારા ભંડોળ એકત્ર કરવાને બદલે બોન્ડમાંથી ભંડોળ એકત્ર કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આને અનુકૂળ વ્યાજ દરો દ્વારા મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કંપનીઓએ સ્થાનિક દેવા મૂડી બજારમાંથી બોન્ડ દ્વારા રૂ. ૨.૧૧ લાખ કરોડ એકત્ર કર્યા હતા.
આ વર્ષે કંપનીઓ મોટા સોદાઓ અને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી)માંથી ભંડોળ એકત્ર કરે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં, ભારતીય કંપનીઓ એ ક્યુઆઈપી દ્વારા રૂ. ૪૨,૦૦૦ કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે. આ સાથે, તેઓએ આ સમયગાળા દરમિયાન મોટા સોદાઓમાંથી રૂ. ૧.૦૭ લાખ કરોડ એકત્ર કર્યા છે.
કોર્પોરેટ નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, કંપનીઓ પાસે ભંડોળ એકત્ર કરવાના ઘણા ોત છે. તેમનો પ્રાથમિક ોત આંતરિક માધ્યમો છે. બીજું, ભંડોળ ઇક્વિટી માર્કેટમાંથી એકત્ર કરવામાં આવી રહ્યું છે. આ રીતે તેમની પાસે બધા ભંડોળની અક્સેસ છે. આ પછી, સ્વાભાવિક રીતે બોન્ડ માર્કેટ છે. પછી બેંકો છે. આવી સ્થિતિમાં, કંપનીઓ બેંક લોનથી દૂર રહે છે.
આ ઉપરાંત, રિઝર્વ બેંકે દરમાં ૧૦૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, પરંતુ માજનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ પર તેની અસર મર્યાદિત છે, મોટાભાગની અસર બાહ્ય ધોરણો પર આધારિત લોન પર જોવા મળી છે. રિઝર્વ બેંકના ડેટા અનુસાર, ફેબ્રુઆરીમાં ઘટાડાના ચક્રની શરૂઆત પછી, જૂન સુધી, માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટમાં ફક્ત ૧૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન, ૫-વર્ષ અને ૧૦-વર્ષના સરકારી સિક્યોરીટીઝ યીલ્ડ (૬.૭૯ GS બેન્ચમાર્ક) માં અનુક્રમે ૬૩ બેઝિસ પોઈન્ટ અને ૨૮ બેઝિસ પોઈન્ટનો ઘટાડો થયો છે.
આ ઉપરાંત, આ સમયગાળા દરમિયાન, ૫-વર્ષના AAA કોર્પોરેટ બોન્ડની યીલ્ડમાં બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન, ૫-વર્ષના છછછ કોર્પોરેટ બોન્ડની યીલ્ડમાં ૫૬ બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન, ભારતના બોન્ડ માર્કેટનું પ્રદર્શન પણ વૈશ્વિક સ્તરે ઉત્તમ રહ્યું છે.
નિષ્ણાંતોએ ઉમેર્યું હતું કે કોર્પોરેટ ક્રેડિટ માંગ પસંદગીયુક્ત રહે છે અને વધુ દેવાદારો બોન્ડ માર્કેટ અને અન્ય વૈકલ્પિક સ્ત્રોતો પસંદ કરી રહ્યા છે.