Get The App

કંપનીઓ દ્વારા ECB ઋણ લેવાનો ઈરાદો ઘટીને માત્ર 2.9 અબજ ડોલર : RBI

- ઈસીબી ફાઈલિંગમાં શ્રીરામ ફાઈનાન્સનો ૮૩ કરોડ ડોલર, એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટનો ૨૦.૮ કરોડ એકત્ર કરવાનો ઈરાદો

Updated: Jun 14th, 2025

GS TEAM

Google News
Google News
કંપનીઓ દ્વારા ECB ઋણ લેવાનો ઈરાદો ઘટીને માત્ર 2.9 અબજ ડોલર : RBI 1 - image


મુંબઈ : ભારતીય કંપનીઓ દ્વારા એક્સ્ટર્નલ કમર્શિયલ બોરોઈંગ(ઈસીબી)-વિદેશી કમર્શિયલ ઋણ મેળવવા માટેના દરખાસ્તો માર્ચ ૨૦૨૫માં ૧૧ અબજ ડોલરની તુલનાએ એપ્રિલ ૨૦૨૫માં ઘટીને માત્ર ૨.૯૧ અબજ ડોલરની થઈ હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)ના આંકડા દર્શાવે છે.

નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ (એનબીએફસીઝ) સહિતની કંપનીઓએ માર્ચ ૨૦૨૫માં ૧૧.૦૪ અબજ ડોલરના ઈસીબી ઋણ મેળવવાના ઈરાદા સાથે ફાઈલિંગ કર્યું હતું.

આરબીઆઈના આંકડા મુજબ એપ્રિલ ૨૦૨૫માં ફાઈલ કરાયેલા ઈન્ટેન્ટ-ઈરાદામાંથી ઓટોમોટિક રૂટનો ઉપયોગ કરનારાઓ માટે રકમ ૧.૯૦ અબજ ડોલર હતી અને મંજૂરી રૂટ દ્વારા, તે ૧.૦૧ અબજ ડોલરની હતી.

એપ્રિલ ૨૦૨૫માં આરબીઆઈ સમક્ષ ઈન્ટેન્ડ-ઈરાદા ફાઈલ કરનાર અગ્રણી કંપનીઓમાં શ્રીરામ ફાઈનાન્સનો સમાવેશ થાય છે, જેણે ઓટોમેટિક રૂટ દ્વાર ૮૩ કરોડ ડોલર માટે ઓન-લેન્ડિંગ કામગીરી માટે ઈન્ટેન્ડ ફાઈલ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય નાણા બજારમાંથી એક્ત્ર કરવામાં આવનાર ભંડોળની મેચ્યુરિટી-પાકતી મુદ્દત ત્રણ વર્ષની છે.

અન્ય ફાઈનાન્સ કંપનીઓમાં એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ કંપની લિમિટેડનો સમાવેશ છે, જેનો હેતુ ત્રણ વર્ષની પાકતી મુદ્દત ધરાવતા વિદેશી કોલોબ્રેટર/ઈક્વિટી ધારકો પાસેથી આશરે ૨૦.૮ કરોડ ડોલર એકત્ર કરવાનો હતો.

ફાઈનાન્શિયલ સર્વિસિઝના બિઝનેસ માં રાજય માલિકીની સંસ્થા, ઈન્ડિયન રિન્યુએબલ એનજીૅ ડેવલપમેન્ટ એજન્સી લિમિડેટે  લગભગ ૧૮ કરોડ ડોલર એકત્ર કરવા માટે અરજી કરી હતી. એર ટ્રાન્સપોર્ટ ઓપરેટર, ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડે મૂડી માલની આયાત માટે ૧૦૬ કરોડ ડોલર માટે ઈસીબી ઈન્ટેન્ટ ફાઈલ કર્યું હતું. આરબીઆઈના આંકડા દર્શાવે છે કે, લીઝિંગ કંપની તરફથી ભંડોળ ૧૪૫ મહિનાની પાકતી મુદ્દત ધરાવે છે.

ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિ., મેડીસીનલ કેમિકલ્સ અને બોટાનિકલ પ્રોડક્ટસ ઉત્પાદિત કરતી કંપનીએ ૧૫.૧ કરોડ ડોલર ઈસીબી ઈન્ટેન્ટ માટે અરજી કરી હતી. કમર્શિયલ બેંકો તરફથી ભંડોળ ૬૦ મહિનાની પાકતી મુદ્દત ધરાવે છે.

નાણા વર્ષ ૨૦૨૫માં કુલ ઈસીબી ફાઈલિંગ ૬૧.૧૮ અબજ ડોલરનું હતું, જે નાણા વર્ષ ૨૦૨૪માં ૪૮.૮૧ અબજ ડોલર અને નાણા વર્ષ ૨૦૨૩માં ૨૫.૯૮ અબજ ડોલરનું હતું. નાણા વર્ષ ૨૦૨૫માં ઈસીબીનો ચોખ્ખો પ્રવાહ ૨૫.૧ અબજ ડોલરનો હતો, જે એક વર્ષ અગાઉ નોંધાયેલા સ્તર કરતાં લગભ ત્રણ ગણો હતો.

આરબીઆઈના બુલેટિન (મે ૨૦૨૫)માં સ્ટેટ ઓફ ઈકોનોમી રિપોર્ટ મુજબ નાણા વર્ષ ૨૦૨૫માં એક્ત્ર કરાયેલા કુલ ઈસીબીના ૪૨ ટકાથી વધુનો ઉપયોગ મૂડી ખર્ચ માટે કરવાનો હતો, જેમાં મૂડી ખર્ચ માટે ઓન-લેન્ડિંગ અને સબ-લેન્ડિંગનો સમાવેશ થાય છે.

Tags :