કોમોડિટી એક્સચેન્જોનું મર્જર થઈ શકે છે : વેપારીઓને આશા
- કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (CTT) દૂર કરાય તેવી શક્યતા
- કૃષિ બજારોને સપોર્ટ મળે તો કારોબાર વધી શકે છે : બુલિયન સેક્ટરને પણ ઘણી આશા
- એગ્રી કોમોડિટી બાદ હવે BSE બેસ મેટલ્સમાં પણ એલ્યુમિનિયમ અને ઝીંકમાં ફ્યુચર ટ્રેડિંગ શરૂ કરી રહી છે
ઊંઝા, તા. 25 જાન્યુઆરી 2020, શનિવાર
પહેલી ફેબુ્રઆરીએ રજૂ થનાર બજેટમાં કોમોડિટી સેક્ટરમાં ભારે ઉત્સુકતા છવાયેલી છે. વેપારી વર્ગને ટેક્સમાં કેટલી રાહત મળશે ? ખેડૂતોને કેટલા કયા કયા લાભો મળશે ? સહિત અનેક બાબતોએ બજેટ ઉપર મીટ મંડાઈ છે. કોમોડિટી સેક્ટરમાં સીટીટી સહિત અનેક મુદ્દા ઉપર રાહત મળે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
રોકાણકારો, ખેડૂતો, જ્વેલર્સો, વેપારી સહિત તમામ વર્ગ ભાજપા સરકારની બીજી ટર્મના અને ખાસ કરીને નાણાં મંત્રી નિર્મલા સીતારમણના પહેલું બજેટ કેવું હશે તે બાબતે ઢગલો અપેક્ષાઓ છે. મોદી સરકારના આગમન બાદ દરેક ક્ષેત્રે વિલિનીકરણ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ભાજપા સરકારે વન નેશન, વન ટેક્સ હેઠળ તમામ ટેક્સ મર્જ કરી એક ય્જી્ અમલી બનાવ્યો છે. ય્જી્ ના અમલ બાદ અનેક સુધારાઓ થયા છે, ટેક્સની સાથે સાથે બેંકો અને ઇન્સ્યૂરન્સ કંપનીઓનું પણ મર્જર ચાલી રહ્યું છે. કોમોડિટી સેક્ટરના એક્સચેન્જોનું પણ મર્જર થાય તેવી દિશામાં સરકાર આગળ વધી શકે છે.
જો કે હાલમાં મોટા ભાગે દરેક એક્સચેન્જને તમામના વેપાર માટે લીલી ઝંડી આપી છે. હંમેશા શેરબજાર માટે જાણીતું મ્જીઈ હાલમાં કોમોડિટી સેક્ટરમાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. એગ્રી કોમોડિટી બાદ હવે મ્જીઈ બેસ મેટલ્સમાં પણ આજથી એલ્યુમિનિયમ અને ઝીંકમાં ફ્યુચર ટ્રેડિંગ શરૂ કરી રહી છે. સ્ભઠ બાદ મ્જીઈ પણ ઉપરોક્ત બંને મેટલ્સમાં નવો વાયદા કારોબારની સાથે બ્રેન્ટ ક્રુડ (કાચા તેલમાં વાયદો પણ શરૂ કરવા કવાયત હાથ ધરી છે. મ્જીઈ માં ગોલ્ડ, ગવાર સીડ તથા ગમમાં વાયદો ચાલુ છે. મોદી સરકારે કોઈ એક કોમોડિટી એક્સચેન્જની મોનોપોલી ઇજારાશાહીને ખત્મ કરી તમામને હરીફાઈના પ્લેટફોર્મ પર ઉભા કર્યા છે.
મહિલા નાણાંમંત્રીના પ્રથમ બજેટમાં કોમોડિટી સેક્ટર ઉપર ઘણાં વર્ષોથી લાગતો કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (ભ્) દૂર થાય તેવી તીવ્ર અપેક્ષા છે. ખાસ કરીને પ્રોસેસ્ડ એગ્રી કોમોડિટીઝમાં ભ્ ના કારણે વેપારીઓની પડતર વધી છે. ભ્ દૂર કરવામાં આવે તો હેજર્સ તથા વેપારીઓની ભાગીદારી કોમોડિટી સેક્ટરમાં વધવાની સંભાવનાઓ વધુ છે આ ઉપરાંત બજેટમાં કૃષિ લોનોની લિમિટ વધારવાની પણ માંગ ઉઠી છે. જેનાથી કૃષિ લોનોમાં પણ વધારો થવાની તક છે. સેબીને તાજેતરમાં 'ઓપ્શન ઓન ગુડ્ઝ'ને લીલી ઝંડી આપતા કૃષિ બજારોને સપોર્ટ મળે તેમ છે, કારોબાર વધી શકે છે.
આ ઉપરાંત સરકાર બજેટમાં મંડી ટેક્સમાં રાહત આપે તો ખેડૂતોને આવકમાં વધારો થઈ શકે છે. સરકાર ભ્ દૂર કરે તો ડબ્બા ટ્રેડિંગ ઉપર લગામ આવી શકે છે. હાલમાં ડબ્બા ટ્રેડિંગનો કારોબાર એક્સચેન્જોના કારોબારને સમાંતર ચાલી રહ્યો છે. જે નાથવો મુશ્કેલીભર્યો છે. સીટીટી દૂર કરવાની વર્ષો જૂની માંગ સરકાર બજેટમાં ધ્યાને લેશે કે કેમ ? તે પણ એક કોયડો બની ગયો છે. દર વર્ષે બજેટ અગાઉ સીટીટી હટાવવા માંગ થાય છે પરંતુ સરકાર આંખ આડા કાન કરીને આખરે માગણીને કચરાપેટીમાં નાખી રહી છે.
બુલિયન સેક્ટરની પણ બજેટ ઉપર અનેક અપેક્ષાઓ છે. ઘરેણાં ઉપર હોલમાર્કિંગ હવે અમલીકરણ બાદ સૌથી અગત્યની સોનાની આયાતડયુટી ઘટાડવાની માંગ આ વખતે સ્વીકારવામાં આવે તેવી પ્રબળ ઇચ્છા વેપારીવર્ગની છે.સોનાના વેપાર ઉપર ટેક્સનું ભારણ વધુ હોવાથી સોનાની દાણચોરીની ગેરકાયદે પ્રવૃત્તિઓને ભારે વેગ મળી રહ્યો છે. આયાત ડયુટી ઘટે તો દાણચોરી ઘટે તેવી હાલની સ્થિતિ છે. ચીનની જેમ બુલિયન એક્સચેન્જ પણ શરૂ કરવામાં આવે તેવી પણ માંગ ઉભી છે.
મોદી સરકાર છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની આવક ડબલ કરવા માટે ભારે કસરત કરી રહી છે. કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકારો પણ ખેડૂતોને પ્રાયોરિટી આપી રહી છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે લગભગ અઢી કરોડ જેટલા ખેડૂતો માટે મુખ્યમંત્રી કૃષક દુર્ઘટનાકલ્યાણ યોજના અન્વયે ખેતી કરતા કરતા ખેડૂતનું મોત થાય તો પાંચ લાખ રૂપિયાની ધનરાશિ ખેડૂત પરિવારને મળે તેવી વ્યવસ્થા કરીને ખેડૂતોને ખુશ કરી નાખ્યા છે. કેન્દ્ર સરકારે પણ ખેડૂત વર્ગને ખુશ કરવા માટે બજેટમાં એડીચોટીનું જોર લગાવશે તેવું જણાઈ રહ્યું છે.
વર્ષ ૨૦૧૪થી મોદી સરકારના આગમન બાદ આપેલા વાયદાઓ પૂર્ણ કરવા માટે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે નાણાંની ફાળવણીમાં સતત વધારો થઈ રહ્યો છે. કૃષિના હાજર બજારોમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે તમામ પ્રકારના માળખાકીય સુધારાની સાથેસાથે સરકાર હવે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી ઇન્ટરનેટ એગ્રી માર્કેટ (ઇ-નામ) વધારવા ઉપર વધુ ભાર મૂકી રહી છે. વર્ષ ૨૦૧૫માં પ્રથમ બજેટમાં મોદી સરકારે કૃષિ લોનની મર્યાદામાં ૫૦ હજારની મર્યાદા દૂર કરીને ૮.૫૦ લાખ કરોડ સુધી કરી હતી. સિંચાઈની મર્યાદા પણ વધારીને ૫૩૦૦ કરોડની કરી હતી.
ત્યારબાદ ૨૦૧૬ના બજેટમાં કૃષિ ક્ષેત્રમાટે ૮૪ ટકાના વધારા સાથે ૪૮૦૦૦ કરોડની જંગી નાણાંની ફાળવણી બજેટમાં કરી હતી. ત્યારબાદ ૨૦૧૭ના વર્ષમાં પણ કૃષિ લોનનું બજેટ વધારીને ૧૦ લાખ કરોડ અને ૨૦૧૮માં ૧૧ લાખ કરોડનું કરવામાં આવ્યું હતું. ખેડૂતોને બિયારણથી લઈને પાક વીમો તેમજ ઉત્પાદન બાદ પોષણક્ષમ ભાવો મળે તે સુધીનું તમામ ક્ષેત્રે સરકારે વિશેષ અભ્યાસ કરીને ખેડૂતોની આવક બમણી કરવાના ધ્યેય સાથે મિશન કાર્યરત કર્યું છે.