Get The App

Christmas 2018- 2019 સેન્સેક્સ- નિફ્ટી વિક્રમી ટોચે જ્યારે સ્મોલ- મિડકેપમાં થયેલી પીછેહઠ

- બીએસઇ- ૨૦૦ અને બીએસઇ- ૫૦૦ ઇન્ડેક્સ વધ્યા છે પરંતુ તેમાં સામેલ શેરોમાં મોટા પાયે ગાબડા નોંધાયા છ

Updated: Dec 25th, 2019

GS TEAM

Google News
Google News
Christmas 2018- 2019 સેન્સેક્સ- નિફ્ટી વિક્રમી ટોચે જ્યારે સ્મોલ- મિડકેપમાં થયેલી પીછેહઠ 1 - image

અમદાવાદ, તા. 25 ડિસેમ્બર 2019, બુધવાર

નાતાલ ૨૦૧૮થી ૨૦૧૯ના એક વર્ષના સમયગાળામાં ભારતીય શેરબજારના બેઉ આગેવાન ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ડબલ ડિજીટમાં વળતર આપવા સાથે ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. તો બીજી તરફ સ્મોલ કેપ, મિડકેપમાં પીછેહઠ થઈ હતી. બીએસઇ ૨૦૦ ઇન્ડેક્સમાં અને બીએસઇ ૫૦૦ ઇન્ડેક્સ વધ્યા હતા પરંતુ તેમાં સામેલ કેટલાક શેરોએ તળિયાની સપાટી તરફ પ્રયાણ કર્યું હતું.

સૂચિત એક વર્ષના સમયગાળા દરમ્યાન સ્થાનિક તેમજ વૈસ્વિક સ્તરના અહેવાલો પાછળ શેરબજારમાં ભારે વોલેટાલિટીનો માહોલ સર્જાયો હોવા છતાં બેઉ આગેવાન ઇન્ડેક્સ ડબલ ડિજીટમાં એટલે કે સેન્સેક્સમાં ૧૫ ટકા અને નિફ્ટીમાં ૧૨.૪૫ ટકા જેટલું વળતર મળ્યું છે. બીજી તરફ વિદેશી ફંડો દ્વારા હાથ ધરાયેલી નવી લેવાલી પાછળ સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ટોચે પહોંચી જવા પામ્યા છે. ૨૦૧૯માં સેન્સેક્સ ૪૧૮૦૯.૯ની અને નિફ્ટી ૧૨૨૮૭.૧ની વિક્રમી સપાટીને સ્પર્શ્યો હતો.

બીજી તરફ સંખ્યાબંધ પ્રતિકૂળતાઓને ળઈને નાતાલ ૨૦૧૮થી ૨૦૧૯ના એક વર્ષના સમયગાળા દરમ્યાન બીએસઇ મિડકેપ, બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં પીછેહઠ થવા સાથે તળિયાની સપાટી તરફ પ્રયાણ કરતા રોકાણકારોની મૂડીનું મોટાપાયે ધોવાણ થવા પામ્યું હતું.

આ તમામ ઇન્ડેક્સમાં સામેલ અમુક શેરોમાં તો ૯૦ ટકાથી વધુનું ધોવાણ થઈ જતા આ શેરોમાં અગાઉનો ભાવ ફરી આવશે કે કેમ ? તે એક કોયડા સમાન બાબત બની ચૂકી છે. જેના કારણે આવા શેરના રોકાણકારો તો પોતાની ડૂબેલી મૂડી પાછી મળશે કે કેમ ? તે મુદ્દાને લઈને ચિંતામાં ડૂબી ગયા છે. આમ, ૨૦૧૯નું વર્ષ ઇન્ડેક્સ માટે પોઝિટીવ પુરવાર થયું છે. જ્યારે સામાન્ય/ રીટેલ રોકાણકારો માટે નેગેટીવ પુરવાર થયું છે. સૂચિત સમયગાળા દરમિયાન બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ ૨.૩૧ ટકા, બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ ૭.૪૮ ટકા, તૂટયો છે. જ્યારે બીએસઇ ૨૦૦ ઇન્ડેક્સ ૧૧.૨૫ ટકા અને બીએસઇ ૫૦૦ ઇન્ડેક્સ ૧૦ ટકા વધ્યો છે.

વર્ષ દરમિયાન સેન્સેક્સ બેઇઝ્ડ શેરોની મુવમેન્ટ પર નજર કરીએ તો, બજાજ ફાઇનાન્સમાં ૬૧.૩૪ ટકા, ભારતી એરટેલમાં ૬૧.૨૩ ટકા, ICICI બેંકમાં ૫૩.૧૪ ટકા, રિલાયન્સ ઇન્ડ.માં ૪૧.૮૨ ટકા અને કોટક બેંકમાં ૩૮.૩૦ ટકાની વૃદ્ધિ થઈ હતી. બીજી તરફ મહિન્દ્રા- મહિન્દ્રામાં ૩૩.૧૧ ટકા, હિરો મોટોમાં ૨૩.૩ ટકા, ONGCમાં ૧૪.૭૮ ટકા, આઇટીસીમાં ૧૩.૫૯ ટકા અને તાતા સ્ટીલમાં ૧૦ ટકાની પીછેહઠ થઈ હતી.

બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૦થી ૧૫ ટકા શેરો ૯૪થી ૯૯ ટકા તૂટયા હતા. જ્યારે મિડકેપમાં ટોચના ૧૦ શેરોમાં ૫૦થી ૭૫ ટકાની પીછેહઠ થવા પામી હતી.

Tags :