Get The App

રૂ.1000 કરોડ સુધી માર્કેટ કેપ.ની કંપનીઓ માટે ESM લાગુ કરવા સંબંધિત ફેરફારો કરાયા

- નવા સુધારાનો સોમવારથી જ અમલ કરવામાં આવશે

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
રૂ.1000 કરોડ સુધી માર્કેટ કેપ.ની કંપનીઓ માટે ESM લાગુ કરવા સંબંધિત ફેરફારો કરાયા 1 - image


મુંબઈ : માર્કેટ રેલ્યુલેટરી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) અને એક્સચેન્જોએ રૂ.૧૦૦૦ કરોડથી ઓછી માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી કંપનીઓ માટે એન્હાન્સ્ડ સર્વેલન્સ મેકેનિઝમ (ઈએસએમ) ફ્રેમવર્કમાં ફેરફાર કર્યા છે.

નવું ફ્રેમવર્ક  સોમવાર ૨૮, જુલાઈ ૨૦૨૫થી લાગુ થશે. ૨૫, જુલાઈના રોજ સંયુક્ત મીટિંગમાં ફ્રેમવર્ક હેઠળ તબક્કાવાર મુવમેન્ટ મુજબ શોર્ટલિસ્ટિંગ માપદંડો અને ધોરણોમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ફેરફારોથી ૨૮ કંપનીઓને ફાયદો થવાની અપેક્ષા છે.

ઊંચા-નીચા ભાવ તફાવત પર આધારિત હાલના શોર્ટલિસ્ટિંગ માપદંડો સાથે, છેલ્લા ત્રણ મહિનાના પોઝિટીવ બંધ થી બંધ ભાવ તફાવતને ઈએસએમ સ્ટેજ-વનમાં સ્ક્રિપને લઈ ખસેડવા માટે આવશ્યકતા તરીકે ઉમેરવામાં આવી છે.

આ છેલ્લા ત્રણ મહિનામાં કંપનીના શેરના ભાવમાં સતત વધારો દર્શાવે છે, જે રોકાણકારોના રસમાં વધારો દર્શાવે છે. વધુમાં, ઈએસએમ ફ્રેમવર્કના સ્ટેજ ૧ અને સ્ટેજ ૨ માં સ્ક્રિપને સ્થાનાંતરિત કરવા માટે પ્રાઈસ-ટુ-અર્નિંગ રેશિયો (પીઈ) પણ એક શરત તરીકે ઉમેરવામાં આવ્યો છે. બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફટી ૫૦૦ના પીઈ કરતાં બે ગણા સુધીનો પીઈ એક આવશ્યકતા તરીકે નક્કી કરવામાં આવ્યો છે.

ગત વર્ષે ઓગસ્ટમાં, મૂડી બજાર નિયામક તંત્રએ ઈએસએમ ફ્રેમવર્કનો વિસ્તાર રૂ.૧૦૦૦ કરોડના માર્કેટ કેપિટલાઈઝેશન હેઠળની મુખ્ય કંપનીઓ સુધી કર્યો હતો. ઈએસએમ ફ્રેમવર્ક ભાવ ભિન્નતા, સ્ટાન્ડર્ડ ડેવિએશન-માનક વિચલન વગેરેના આધારે લિસ્ટેડ કંપનીઓના નિરીક્ષણ અને દેખરેખ માટે છે. આ ફ્રેમવર્ક સ્મોલ અને માઈક્રો કંપનીઓ માટે પણ લાગુ પડે છે.

જો કંપની ફ્રેમવર્કના તબક્કા ૧(સ્ટેજ-૧)માં હોય, તો ટી પ્લસ ૨ દિવસથી ૧૦૦ ટકા માર્જિન લાગુ પડે છે અને ટ્રેડ ફોર ટ્રેડ સેટલમેન્ટ પાંચ ટકાના પ્રાઈસ બેન્ડ સાથે લાગુ થશે. જો સ્ક્રિપને પહેલાથી જ બે ટકા પ્રાઈસ બેન્ડ લાગુ હોય, તો તે ચાલુ રહેશે. લોઅર સ્ટેજ-નીચલા તબક્કાના રિવિઝન અને એક્ઝિટ માટે શેરોની તબક્કાવાર સમીક્ષા સાપ્તાહિક ધોરણે કરવામાં આવે છે.

Tags :