Get The App

ઇમ્પોર્ટ ગુડ્સના ક્લિયરન્સ માટે 5 સપ્ટેમ્બરથી શરૂ થશે ફેસલેસ એસેસમેન્ટ સિસ્ટમ

Updated: Aug 31st, 2022

GS TEAM

Google News
Google News
ઇમ્પોર્ટ ગુડ્સના ક્લિયરન્સ માટે 5 સપ્ટેમ્બરથી શરૂ થશે ફેસલેસ એસેસમેન્ટ સિસ્ટમ 1 - image

નવી દિલ્હી : કસ્મટ્સ વિભાગ ઇમ્પોર્ટેડ ગુડ્સને ક્લિયરન્સ આપવા માટે દેશમાં સ્ટાન્ડર્ડ રિસ્ક બેઝ્ડ ફેસલેસ એસેસમેન્ટ સિસ્ટમ આગામી પાંચમી સપ્ટેમ્બરથી શરૂ કરશે. આ સિસ્ટમની શરૂઆત પાંચમી સપ્ટેમ્બરથી મેટલની આયાતી ચીજોથી કરાશે.

આ સિસ્ટમની શરૂઆતથી કસ્ટમ્સ વિભાગની તપાસમાં એકરૂપતા આવશે, માલસામાનની મંજૂરી મેળવવાનો સમય ઘટી જશે અને વેપારી કામગીરીમાં સરળતા વધશે. 

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) એ અધિકારીઓ માટે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યુ કે, નેશનલ કસ્ટમ્સ ટાર્ગેટિંગ સેન્ટલ (એનીસીટીટી) એ વિવિધ માપદંડોના આધારે બિલ ઓફ એન્ટ્રી (બીઓઇ)ની માટે સિસ્ટમ જનરેટેડ સેન્ટ્રલાઇઝ્ડ એક્ઝામિનેશન ઓર્ડર્સને વિકસીત કર્યો છે અને તેને તબક્કવાર રીતે શરૂ કરવામાં આવશે.   

જોખમ આધારિત આ તપાસ વ્યવસ્થા બિલ ઓફ એન્ટ્રીની માટે બીજી તપાસ હશે. તેમાં માલને ફિઝિકલ તપાસની માટે મોકલવુ ફરજિયાત રહેશે નહીં પરંતુ કસ્ટમ્સના અધિકારી આયાતી માલસામાનનું આંકલન અધિકારીઓની સામે રજૂ કરાયેલા દસ્તાવેજોના આધારે કરશે. 

બિલ ઓફ એન્ટ્રીને આયાતકાર કે તેના એજન્ટ આયાતી માલસામાન્ આવવાની પહેલા કસ્ટમ્સ વિભાગમાં કરાવે છે.  

સીબીઆઇસી એ જણાવ્યુ કે, એવો નિર્ણય લેવાયો છે કે, સ્ટાન્ડર્ડ કસ્ટમ્સ એક્ઝામિનેશન પ્રક્રિયાની શરૂઆત મેટલની ચીજવસ્તુઓના નિરિક્ષમની સાથે જ પાંચ સપ્ટેમ્બર 2022થી શરૂ થઇ જશે.