દિવેલ,એરંડા ઉંચકાયા: સનફલાવર તથા મસ્ટર્ડમાં પીછેહઠ: સોયાખોળે 31000ની સપાટી ગુમાવી
- દેશમાં પામતેલની આયાત વધી ચાર મહિનાની ટોચે પહોંચી
- વિશ્વ બજારમાં વિવિધ તેલ-બિંયાના ભાવમાં મિશ્ર હવામાન
મુંબઈ,તા. 13 ફેબ્રુઆરી 2019, બુધવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે હવામાન મિશ્ર હતું. નવી માગ પાંખી હતી. વેપાર છૂટાછવાયા હતા. વિશ્વ બજારમાં મલેશિયામાં પામતેેલનો વાયદો નજીકની ડિલીવરીમાં ૯ પોઈન્ટ પ્લસમાં હતો દૂરની ડિલીવરીમાં ભાવ ૬,૨, તથા ૨ પોઈન્ટ માઈનસમાં હતા. પામ પ્રોડકટના ભાવ શાંત હતા.
મુંબઈ સિંગતેલના ભાવ આજે ૧૦ કિલોના રૂ.૯૬૦ રાજકોટ બાજુ ભાવ ૯૨૦થી ૯૩ તથા ૧૫ કિલોના રૂ.૧૪૮૦થી ૧૪૯૦ હતા. કોટન વોશ્ડના ભાવ રૂ.૭૦૨થી ૭૦૫ બોલાતા હતા. મુંબઈમાં કપાસિયા તેલના ભાવ રૂ.૭૫૫ વાળા ૭૫૭ હતા સનફલાવરના ભાવ રૂ.૭૫૫ વાળા ૭૪૫ તથા રિફા.ના રૂ.૮૧૦ હતા. સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૪૦થી ૭૪૫ તથા રિફા.ના ૭૬૦ હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૮૦૦ની અંદર ઉતરી રૂ.૭૯૫ બોલાયા હતા.
દિવેલના ભાવ આજે રૂ.૪થી ૫ વધી કોમર્શિયલના રૂ.૧૦૬૯, એફએસજીના રૂ.૧૦૭૯ તથા એફએસજી કંડલાના રૂ.૧૦૫૫ બોલાયા હતા. મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૫૧૭૦ વાળા ૫૧૯૫ બોલાયા હતા. મુંબઈ ખોળ બજારમાં એરંડા ખોળના ભાવ ટનના રૂ.૪૮૫૦ વાળા ૪૯૦૦ હતા જ્યારે સોયાખોળના ભાવ ટનના રૂ.૩૧૦૯૫થી ૩૧૧૦૦ વાળા વધુ ગબડી રૂ.૩૧ હજારની અંદર ઉતરી રૂ.૩૦૭૮૦થી ૩૦૭૮૫ બોલાયા થયા હતા. અન્ય ખોળો જોકે શાંત હતા. એરંડા વાયદા બજારમાં સાંજ ે ફેબુ્ર.ના ભાવ રૂ.૭૮ વધ્યા હતા. માર્ચના ભાવ રૂ.૯૬ ઉંચા હતા. સીપીઓ વાયદો રૂ.૨.૨૦થી ૨.૩૦ માઈનસમાં હતો સામે સોયાતેલનોવાયદો ધીમો ઘટાડો બતાવી રહ્યો હતો.
અમેરિકા શિકાગો બજારમાં પ્રોજેકશનમાં ભાવ સાંજે સોયાબીન વાયદાના ૩૮ પોઈન્ટ માઈનસમાં હતા જ્યારે સોયાતેલ વાયદાના ભાવ સાંજે પાંચ પોઈન્ટ પ્લસમાં હતા. બ્રાઝીલમાં સોયાબીનનો આવતો પાક ઓછો આવવાની શક્યતા ખેલાડીઓ બતાવી રહ્યા છે. ભારતમાં પામતેલની આયાત વધી ૪ મહિનાની ટોચ નજીક પહોંચી છે. ઘરઆંગણે મધ્ય પ્રદેશ બાજુ મથકોએ સોયાબીનની આવકો ૪૦ હજાર ગુણી આવાી હતી તથા મથકોએ ભાવ રૂ.૩૬૭૫થી ૩૭૫૦ તથા પ્લાન્ટના રૂ.૩૭૫૦થી ૩૮૦૦ હતા .