Get The App

કેલેન્ડર વર્ષ 2014 થી 2019 દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સૌથી વધુ ઝડપે રૂ. 5636 અબજની સંપત્તિનું કરાયેલું સર્જન

- ૧૦૦ કંપનીના સંપત્તિના સર્જનના અભ્યાસમાં સરકાર હસ્તકની માત્ર નવ કંપનીનો જ સમાવેશ અને તેમનો હિસ્સો માત્ર ૬ ટકાનો

Updated: Dec 18th, 2019

GS TEAM

Google News
Google News
કેલેન્ડર વર્ષ 2014 થી 2019 દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સૌથી વધુ ઝડપે  રૂ. 5636 અબજની સંપત્તિનું કરાયેલું સર્જન 1 - image

અમદાવાદ, તા. 18 ડિસેમ્બર 2019, બુધવાર

કેલેન્ડર વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન દેશની ૧૦૦ જેટલી કંપનીઓ દ્વારા સંપત્તિના સર્જન મુદ્દે હાથ ધરાયેલ અભ્યાસના તારણ મુજબ આ સમયગાળા દરમિયાન રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈ.બુલ્સ વેન્ચર અને ઈન્ડુસઈન્ડ બેંક દ્વારા સૌથી વધુ સૌથી ઝડપી અને સતત સંપત્તિના સર્જનમાં વધારો જોવા મળ્યો છે.

સૂચિત સમય દરમ્યાન સૌથી વધુ સંપત્તિનું સર્જન નાણા ક્ષેત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે બીજા નંબરે કન્ઝ્યુમર રિટેલ ક્ષેત્ર અને ત્રીજા ક્રમે ઓઈલ એન્ડ ગેસ સેક્ટરનો સમાવેશ થાય છે.

મોતીલાલ ઓસ્વાલ દ્વારા સંપત્તિના સર્જન પર હાથ ધરાયેલ અભ્યાસના તારણ મુજબ આ સમય દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સૌથી વધુ ઝડપે રૂ. ૫૬૩૬ અબજની સંપત્તિનું સર્જન કર્યું હતું. રૂ. ૪૦૮૫ અબજ સાથે એચડીએફસી બેંક બીજા ક્રમે અને રૂ. ૩૬૫૫ અબજ સાથે ટીસીએસ ત્રીજા ક્રમે આવે છે.

સૌથી વધુ ઝડપે સંપત્તિની રચના કરનારી ટોચની દસ કંપનીઓમાં હિન્દુસ્તાન યુનીલીવર, એચડીએફસી, કોટક બેંક, બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસીસ, મારૂતિ અને એક્સીસ બેંકનો સમાવેસ થાય છે.

સૌથી વધુ ઝડપથી સંપત્તિની રચના કરવામાં ઈ.બુલ્સ વેન્ચર પ્રથમ ક્રમે છે. જ્યારે સતત સંપત્તિનું સર્જન કરવામાં ઈન્ડુસઈન્ડ બેંક મોખરે રહી હતી.નાણા ક્ષેત્ર દ્વારા સંપત્તિના સર્જનમાં વધારો થવા પાછળ મુખ્યત્વે ખાનગી બેંકો અને નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓની ભૂમિકા મોટાપાયે જોવા મળી હતી. જ્યારે કન્ઝ્યુમર અને રીટેલ ક્ષેત્રની એમએનસી તેમજ સ્થાનિક કંપનીઓની ભૂમિકા જોવા મળી હતી.

સર્વેના તારણ મુજબ ટોચની સો કંપનીઓના સંપત્તિના સર્જનમાં પીએસયુ એટલે સરકાર હસ્તકની માત્ર નવ કંપની હતી. અને તેમનો હિસ્સો ૬ ટકા જેટલો હતો. આ નવ કંપનીમાં આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ, પાવરગ્રીડ, પેટ્રોનેટ એલએનજી, ઈન્દ્રપ્રસ્થ ગેસ, એલઆઈસી હાઉસીંગ, ભારત ઈલેક્ટ્રોનીક અને એનબીસીસીનો સમાવેશ થાય છે.

Tags :