બજેટનું ગાબડું પુરાયું : સેન્સેક્સ 917 પોઈન્ટની છલાંગે 40789
- નિફટી ૨૭૨ પોઈન્ટ ઉછળીને ૧૧૯૮૦ : બેંકેક્સની ૬૬૩ પોઈન્ટની છલાંગ : ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ, ઓઈલ શેરોમાં તેજી : FPIs/FIIની કેશમાં રૂ.૩૬૬ કરોડ, DIIની કેશમાં રૂ.૬૦૨કરોડની ચોખ્ખી ખરીદી
- ક્રુડ ઓઈલ નાયમેક્ષ ૫૦ ડોલરની સપાટી તોડી ફરી ૫૧ ડોલર : બ્રેન્ટ ૫૪ ડોલર નજીક
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 04 ફેબુ્રઆરી 2020, મંગળવાર
મોદી સરકારના ગત શનિવારે નાણા પ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા કેન્દ્રિય બજેટમાં અપેક્ષિત પ્રોત્સાહનો મૂડી બજાર-રોકાણકારોને નહીં આપવામાં આવતાં અને આવકવેરામાં રાહતો જાહેર કરીને પાછલા બારણેથી આ રાહતો પાછી ખેંચી લેવા જેવી ઠગારી જોગવાઈઓથી ખફા લોકલ ફંડો-ઈન્વેસ્ટરોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો બોલાવી દીધા બાદ આજે આ બજેટનું સરકાર દ્વારા અર્થઘટન અને ફોરેન ફંડોને બજેટમાં અપાયેલી રાહતોએ આજે ફોરેન ફંડોએ આક્રમક તેજી કરીને ઈન્ડેક્સનું ગાબડું પૂરી દીધું હતું. બજેટ ઈફેક્ટ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈનામાં કોરોના વાઈરસે દેશના અર્થતંત્રને મોટું નુકશાન પહોંચાડયું હોઈ ચાઈના સાથે વેપાર કરનારા દેશો ભારત તરફ વળવાના અને એડવાન્ટેજ ભારત બનવાના પોઝિટીવ પરિબળ અને બીજી તરફ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત તૂટતાં રહીને ગઈકાલે નાયમેક્ષ ક્રુડ ૫૦ ડોલરની અંદર આવી જતાં અને બ્રેન્ટ ક્રુડ ૫૪ ડોલર નજીક આવી જતાં અને અમેરિકી ડોલર સામે રૂપિયો પણ ૬ પૈસા વધીને રૂ.૭૧.૨૭ નજીક રહ્યો હતો. આ પરિબળ પણ ભારત માટે પોઝિટીવ બનતાં અને વૈશ્વિક બજારોમાં રિકવરીએ ફંડોએ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે તેજી કરી હતી. બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, ફાર્મા શેરોમાં આકર્ષણે સેન્સેક્સ ૯૧૭.૦૭ પોઈન્ટની છલાંગે ૪૦૭૮૯.૩૮ અને નિફટી સ્પોટ ૨૭૧.૭૫ પોઈન્ટ ઉછળીને ૧૧૯૭૯.૬૫ની ઊંચાઈએ બંધ રહ્યા હતા. આ સાથે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન બે દિવસમાં રૂ.૩.૫૮ લાખ કરોડ વધીને રૂ.૧૫૬.૬૨ લાખ કરોડ પહોંચ્યું છે.
સેન્સેક્સ ફરી ૪૦૦૦૦ની સપાટી કુદાવી : બજેટ દિવસનું ગાબડું પુરાયું : ૯૧૭ પોઈન્ટની છલાંગે ૪૦૭૮૯
ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. એશીયાના બજારોમાં ચાઈનાના બજારોમાં ધોવાણ અટકતાં અન્ય દેશોના બજારોમાં રિકવરી સાથે ભારતીય શેર બજારોમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૯૮૭૨.૩૧ સામે ૪૦૧૭૮.૩૮ મથાળે ખુલીને આરંભથી જ આકર્ષણે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં એચડીએફસી લિમિટેડ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક વધી આવતાં અને ટાઈટન કંપની, આઈટીસી, ટાટા સ્ટીલ, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસીસ, મારૂતી સુઝુકી, ઓએનજીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, એનટીપીસી, ભારતી એરેલ, એચસીએલ ટેકનોલોજી, એક્સીસ બેંક, નેસ્લે ઈન્ડિયા, લાર્સન, એશીયન પેઈન્ટસ સહિતમાં આકર્ષણે એક સમયે વધીને ૪૦૮૧૮.૯૪ સુધી પહોંચી અંતે ૯૧૭.૦૭ પોઈન્ટ ઉછળીને ૪૦૭૮૯.૩૮ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ફરી ૧૨૦૦૦ની સપાટી કુદાવવાની તૈયારીમાં : ઉપરમાં ૧૧૯૮૬ થઈ અંતે ૨૭૨ પોઈન્ટ ઉછળીને ૧૧૯૮૦
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૭૦૭.૯૦ સામે ૧૧૭૮૬.૨૫ મથાળે ખુલીને આરંભથી જ મજબૂતીમાં બેંકિંગ-ફાઈનાન્સ સેરોમાં બજાજ ફિનસર્વ, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે આઈટીસી, નેસ્લે ઈન્ડિયા સહિતના એફએમસીજી શેરો અને ઓઈલ-ગેસ શેરોમાં આઈઓસી, બીપીસીએલ, ગેઈલ ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોએ તેજી કરતાં અને વેદાન્તા, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો સહિતના મેટલ-માઈનીંગ શેરો અને ઓટો શેરોમાં મારૂતી સુઝુકી, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેમ જ ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, ભારતી ઈન્ફ્રાટેલ, પાવર ગ્રીડ કોર્પ સહિતમાં લેવાલીએ એક તબક્કે વધીને ૧૧૯૮૬.૧૫ સુધી પહોંચી અંતે ૨૭૧.૭૫ પોઈન્ટ ઉછળીને ૧૧૯૭૯.૬૫ બંધ રહ્યો હતો.
નિફટી ૧૨,૦૦૦નો કોલ ૫.૦૫ થી ઉછળીને ૩૩ : નિફટી ૧૧,૮૦૦નો પુટ ૧૩૭.૯૦ થી તૂટીને ૮.૩૫
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ કરેલી આક્રમક તેજીમાં અનેક ખેલંદાઓના મંદીના ઓળીયા સરખા થવા લાગ્યા હતા. નિફટી ૧૨,૦૦૦નો કોલ ૬,૭૮,૨૫૧ કોન્ટ્રેકટસમાં રૂ.૬૧,૧૫૯.૧૩ કરોડના કામકાજે ૫.૦૫ સામે ૭.૧૦ મથાળે ખુલીને નીચામાં ૫.૭૦ થઈ વધીને ૩૭.૨૦ સુધી પહોંચી અંતે ૩૩ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો કોલ ૬,૩૨,૩૭૬ કોન્ટ્રેકટસમાં રૂ.૫૬,૬૮૫.૩૩ કરોડના કામકાજે ૧૦.૨૫ સામે ૧૫.૫૦ મથાળે ખુલીને નીચામાં ૧૨ થઈ વધીને ૮૯.૮૦ સુધી પહોંચી અંતે ૮૨.૨૦ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો પુટ ૫,૯૨,૮૨૨ કોન્ટ્રેકટસમાં રૂ.૫૨,૬૦૬.૭૧ કરોડના કામકાજે ૧૩૭.૯૦ સામે ૯૬.૮૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૦૨ થઈ ઘટીને ૮.૧૦ સુધી આવી અંતે ૮.૩૫ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો પુટ ૪,૨૨,૯૪૦કોન્ટ્રેકટસમાં રૂ.૩૭,૯૧૪.૫૩ કરોડના કામકાજે ૨૨૪.૭૫ સામે ૧૬૭.૪૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૭૬.૫૫ થઈ ઘટીને ૨૭.૩૦ સુધી આવી અંતે ૧૧૭.૫૦ રહ્યો હતો.
બેંક નિફટી ફેબુ્રઆરી ફયુચર ૩૦,૦૩૨ થી વધીને ૩૦,૭૦૫ : નિફટી ફયુચર ૧૧,૭૦૩ થી ઉછળીને ૧૧,૯૬૬
બેંક નિફટી ફેબુ્રઆરી ફયુચર ૨,૧૯,૭૯૯ કોન્ટ્રેકટસમાં રૂ.૧૩,૪૩૯.૭૫ કરોડના કામકાજે ૩૦,૦૩૨.૧૫ સામે ૩૦,૩૦૦ મથાળે ખુલીને નીચામાં ૩૦,૧૯૧.૦૫ થઈ વધીને ૩૦,૭૯૮.૮૦ સુધી પહોંચી અંતે ૩૦,૭૦૫ રહ્યો હતો. નિફટી ફેબુ્રઆરી ફયુચર ૨,૦૨,૦૩૦ કોન્ટ્રેકટસમાં રૂ.૧૮,૦૧૦.૬૩ કરોડના કામકાજે ૧૧,૭૦૩.૧૫ સામે ૧૧,૭૬૧ મથાળે ખુલીને નીચામાં ૧૧,૭૫૦.૨૫ થઈ વધીને ૧૧,૯૭૫ સુધી પહોંચી અંતે ૧૧,૯૬૬.૭૦ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો કોલ ૩,૪૨,૪૨૪ કોન્ટ્રેકટસમાં રૂ.૩૧,૦૯૬.૩૯ કરોડના કામકાજે ૩.૪૫ સામે ૨.૯૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૨.૬૦ સુધી પહોંચી અંતે ૧૧.૧૫ રહ્યો હતો. નિફટી ૧૧,૭૦૦નો પુટ ૩,૯૧,૮૦૦ કોન્ટ્રેકટસમાં રૂ.૩૪,૪૨૫.૭૩ કરોડના કામકાજે ૭૫.૫૦ સામે ૫૩.૯૫ મથાળે ખુલીને નીચામાં ૩.૯૦ સુધી પટકાઈ અંતે ૪ રહ્યો હતો.
બેંકેક્સની ૬૯૩ પોઈન્ટ છલાંગ : એચડીએફસી ટ્વિન શેરોમાં ફરી તેજી : ICICI બેંક, સ્ટેટ બેંક, આરબીએલ બેંક વધ્યા
બેંકિંગ શેરોમાં આજે ફરી મોટા શોર્ટ કવરિંગ સાથે ફંડોએ તેજી કરી હતી. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૯૩.૪૦ પોઈન્ટની છલાંગે ૩૫૧૪૨.૯૬ બંધ રહ્યો હતો. એચડીએફસી બેંક રૂ.૩૬.૨૫ ઉછળીને રૂ.૧૨૨૯.૨૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૫.૩૦ વધીને રૂ.૫૩૦.૯૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૨૫ વધીને રૂ.૩૦૬.૨૫, આરબીએલ બેંક રૂ.૫.૨૫ વધીને રૂ.૩૧૮.૭૫, ફેડરલ બેંક રૂ.૧.૨૫ વધીને રૂ.૮૯.૭૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૦.૫૫ વધીને રૂ.૧૬૯૮, એક્સીસ બેંક રૂ.૫.૮૦ વધીને રૂ.૭૧૪.૯૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૯.૫૫ વધીને રૂ.૧૨૭૨.૪૫ રહ્યા હતા.
મુથુટ કેપિટલ, જેએસડબલ્યુ હોલ્ડિંગ, મેક્સ ઈન્ડિયા, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ, એમસીએક્સ, જેએમ ફાઈ. ઉંચકાયા
ફાઈનાન્સ, ઈન્સ્યોરન્સ કંપનીઓના શેરોમાં આજે મુથુટ કેપિટલ સર્વિસિઝ રૂ.૬૩.૨૦ ઉછળીને રૂ.૫૯૩.૫૦, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૧૯૪.૬૦ વધીને રૂ.૨૪૯૬.૭૦, મેક્સ ઈન્ડિયા રૂ.૬.૮૫ વધીને રૂ.૯૦.૧૦, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૦.૨૦ વધીને રૂ.૨૭૬.૯૦, એમસીએક્સ રૂ.૭૬.૬૫ વધીને રૂ.૧૨૫૯.૮૫, કર્ણાટક બેંક રૂ.૪ વધીને રૂ.૭૪, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૫.૭૦ વધીને રૂ.૧૦૮.૩૫, મહિન્દ્રા ફાઈનાન્શિયલ રૂ.૧૮.૪૫ વધીને રૂ.૩૬૭.૯૦, વેઈઝ ફોરેક્સ રૂ.૧૫.૩૦ વધીને રૂ.૩૨૧.૪૦, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ રૂ.૨૪.૨૦ વધીને રૂ.૪૭૦.૩૦, બજાજ ફિનસર્વ રૂ.૪૪૭.૩૫ વધીને રૂ.૯૫૪૨, બજાજ હોલ્ડિંગ રૂ.૧૪૭.૨૦ વધીને રૂ.૩૭૪૬.૦૫, એચડીએફસી લિમિટેડ રૂ.૮૪.૯૦ વધીને રૂ.૨૩૪૫.૭૦, એચડીએફસી એએમસી રૂ.૧૧૨.૩૫ વધીને રૂ.૩૧૮૭.૯૦, બજાજ ફાઈનાન્સ રૂ.૧૫૬ વધીને રૂ.૪૫૧૮.૦૫, મુથુટ ફાઈનાન્સ રૂ.૨૪ વધીને રૂ.૭૭૨.૨૫, આઈઆઈએફએલ રૂ.૪.૮૦ વધીને રૂ.૧૬૧.૮૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૩૦ વધીને રૂ.૪૦.૫૦, ઉજ્જિવન રૂ.૭.૯૦ વધીને રૂ.૩૮૩.૨૦, જીઆઈસી હાઉસીંગ રૂ.૩.૧૦ વધીને રૂ.૧૪૬.૩૫ રહ્યા હતા.
ક્રુડ ઓઈલના ભાવ ઘટતા ઓટો શેરોમાં તેજી : મધરસન સુમી, બાલક્રિષ્ન, હીરો, એમઆરએફ, મહિન્દ્રા, બોશ, મારૂતી વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટીને નાયમેક્ષ ક્રુડ ગઈકાલે ૫૦ ડોલરની અંદર ઊતરી ગયા બાદ આજે ૫૧ ડોલર નજીક અને બ્રેન્ટ ક્રુડ ૫૪.૫૦ ડોલર નજીક રહેતાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષાએ અને નવી દિલ્હીમાં યોજાનારા ઓટો એક્સ્પોના આકર્ષણે ફંડોની આજે ઓટોમોબાઈલ શેરોમાં ફરી શોર્ટ કવરિંગ સાથે લેવાલી રહી હતી. મધરસન સુમી રૂ.૮.૪૦ વધીને રૂ.૧૩૪.૧૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૫.૭૫ વધીને રૂ.૧૧૨૬.૧૦, હીરો મોટોકોર્પ રૂ.૮૧.૭૫ વધીને રૂ.૨૪૬૨, એમઆરએફ રૂ.૨૩૧૬.૬૦ વધીને રૂ.૭૧,૭૭૯.૩૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૭.૬૫ વધીને રૂ.૫૭૬.૬૦, બોશ રૂ.૩૮૩.૨૦ વધીને રૂ.૧૩,૯૯૮.૭૯, ટાટા મોટર્સ રૂ.૧.૮૫ વધીને રૂ.૧૬૫.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૪૦.૫૫ પોઈન્ટ વધીને ૧૮,૧૯૫.૨૬ બંધ રહ્યો હતો.
ટાઈટન નફો વધીને રૂ.૪૭૦ કરોડ થતાં શેર રૂ.૯૦ ઉછળીને રૂ.૧૨૭૫ : કન્ઝ. ડયુરેબલ ઈન્ડેક્સની ૯૧૭ પોઈન્ટની છલાંગ
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે ફંડોની ફરી મોટી લેવાલી નીકળી હતી. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૯૧૬.૮૬ પોઈન્ટની છલાંગે ૨૬,૯૪૨.૪૮ બંધ રહ્યો હતો. ટાઈટન કંપનીનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૧૨.૯ ટકા વધીને રૂ.૪૭૦ કરોડ થતાં શેરમાં લેવાલીએ રૂ.૮૯.૫૫ ઉછળીને રૂ.૧૨૭૫.૫૦, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭.૮૦ વધીને રૂ.૪૬૮.૪૫, વોલ્ટાસ રૂ.૮.૭૫ વધીને રૂ.૬૯૮.૯૦, સિમ્ફની રૂ.૧૨.૧૫ વધીને રૂ.૧૨૧૩.૮૫, ઓરિએન્ટલ ઈલેક્ટ્રિક રૂ.૨.૯૫ વધીને રૂ.૨૪૭.૫૫ રહ્યા હતા.
ક્રુડ નાયમેક્ષ ૫૦ ડોલર અંદર જઈ સાંજે ૫૧ ડોલર : આઈઓસી, કેસ્ટ્રોલ, બીપીસીએલ, ગેઈલ, રિલાયન્સ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ગઈકાલે ચાઈનાની માંગની અસરે ઘટીને નાયમેક્ષ ક્રુડ ૫૦ ડોલરની સપાટી તોડી ગયા બાદ આજે રિકવર થઈ ૫૧ ડોલર નજીક અને બ્રેન્ટ ક્રુડ ૫૫ ડોલર નજીક રહ્યા છતાં ક્રુડની માંગમાં ૨૦૨૦માં ૩૩ ટકાનો વૈશ્વિક ઘટાડો થવાના અંદાજોએ ભાવ ઘટવાના અંદાજે ઓઈલ-ગેસ શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. આઈઓસી રૂ.૫.૮૦ વધીને રૂ.૧૧૩.૮૫, કેસ્ટ્રોલ ઈન્ડિયા રૂ.૭.૧૫ વધીને રૂ.૧૫૪.૩૦, બીપીસીએલ રૂ.૧૭.૯૫ વધીને રૂ.૪૭૮.૭૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૪.૪૫ વધીને રૂ.૧૧૮.૯૦, એચપીસીએલ રૂ.૮.૨૦ વધીને રૂ.૨૩૧.૬૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૦ વધીને રૂ.૧૪૨૫.૮૫, ઓએનજીસી રૂ.૨.૬૫ વધીને રૂ.૧૦૬.૦૫ રહ્યા હતા.
ગોડફ્રે ફિલિપ રૂ.૧૩૨ વધીને રૂ.૧૨૫૭ : ટાટા કોફી, આઈટીસી, એડવાન્સ એન્ઝાઈમ, વાડીલાલ, એટીએફએલ, નેસ્લે વધ્યા
એફએમસીજી શેરોમાં આજે ફંડોની સતત લેવાલી રહી હતી. ગોડફ્રે ફિલિપ રૂ.૧૩૨ વધીને રૂ.૧૨૫૭.૩૦, ડીએફએમ રૂ.૧૭.૯૫ વધીને રૂ.૩૧૬, ટાટા કોફી રૂ.૪.૬૦ વધીને રૂ.૯૭.૩૫, આઈટીસી રૂ.૮ વધીને રૂ.૨૧૫.૭૦, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૫.૯૫ વધીને રૂ.૧૬૭.૭૦, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૩.૩૫ વધીને રૂ.૮૪૨.૮૦, પરાગ મિલ્ક રૂ.૩.૪૫ વધીને રૂ.૧૨૫.૬૫, અવધ સુગર રૂ.૫.૯૫ વધીને રૂ.૨૬૩.૭૦, એટીએફએલ રૂ.૧૨.૬૫ વધીને રૂ.૬૯૩.૫૦, ગોદરેજ એગ્રો રૂ.૮.૬૦ વધીને રૂ.૫૭૯.૦૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૧૯૭.૩૫ વધીને રૂ.૧૬,૪૯૯, કોલગેટ પામોલીવ રૂ.૮.૬૫ વધીને રૂ.૧૩૫૯.૨૦ રહ્યા હતા.
શિલ્પા મેડી, સ્ટ્રાઈડ ઈન્ડોકો, પિરામલ, હાઈકકલ, ન્યુલેન્ડ લેબ., ગ્લેનમાર્ક, ઓરોબિન્દો ફાર્મા, અબોટ, ડો.રેડ્ડીઝ વધ્યા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોની આજે પસંદગીની લેવાલી રહી હતી. શિલ્પામેડી રૂ.૫૮.૪૫ વધીને રૂ.૩૬૫.૨૫, સ્ટ્રાઈડ આર્કો લેબ રૂ.૩૨.૧૫ વધીને રૂ.૪૮૩.૩૦, ઈન્ડોકો રેમેડીઝ રૂ.૧૩.૪૫ વધીને રૂ.૨૨૬.૨૦, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૮૧.૪૫ વધીને રૂ.૧૪૧૯.૩૫, હાઈકલ રૂ.૬.૮૫ વધીને રૂ.૧૨૪.૯૫, ઓરોબિન્દો ફાર્મા રૂ.૨૧.૫૦ વધીને રૂ.૪૯૫.૨૦, ગ્લેનમાર્ક રૂ.૧૩.૫૫ વધીને રૂ.૩૧૩.૯૦, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૧૦૦.૨૦ વધીને રૂ.૩૨૪૨.૭૦, અબોટ ઈન્ડિયા રૂ.૩૬૭.૮૦ વધીને રૂ.૧૩,૦૮૯.૮૫, થાયરોકેર રૂ.૨૨.૧૫ વધીને રૂ.૬૨૬.૭૫, સન ફાર્મા રૂ.૮.૧૦ વધીને રૂ.૪૨૫.૬૦, લુપીન રૂ.૧૨.૮૦ વધીને રૂ.૭૨૧.૭૦, લૌરસ લેબ રૂ.૬.૯૫ વધીને રૂ.૪૩૭.૬૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ : ૧૬૧૮ શેરો પોઝિટીવ બંધ : ૨૫૭ શેરોમાં મંદીની સર્કિટ
સેન્સેક્સ-નિફટીમાં તોફાની તેજી સાથે આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓની પસંદગીની લેવાલી થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૮૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૬૧૮ અને ઘટનારની સંખ્યા ૮૮૫ રહી હતી. ૧૯૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૫૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FPIs/FIIનીરૂ.૩૬૬ કરોડની કેશમાં ચોખ્ખી ખરીદી : DIIની કેશમાં રૂ.૬૦૨ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે મંગળવારે કેશમાં રૂ.૩૬૬.૨૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૭૫૦૪.૪૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૧૩૮.૨૬ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૬૦૧.૮૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૪૨૧૬.૫૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૬૧૪.૬૭ કરોડની વેચવાલી થઈ હતી.
રોકાણકારોની સંપતિ રૂ.૨.૮૭ લાખ કરોડ વધીને રૂ.૧૫૬.૬૨ લાખ કરોડ : બે દિવસમાં રૂ.૩.૫૮ લાખ કરોડનો વધારો
શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ તોફાની તેજી સાથે સાઈડ માર્કેટમાં પણ શેરોમાં વ્યાપક લેવાલીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એકત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૨.૮૭ લાખ કરોડ વધીે રૂ.૧૫૬.૬૨ લાખ કરોડ પહોંચ્યું હતું. આ સાથે બે દિવસમાં શેરોમાં રોકાણકારોની સંપતિમાં રૂ.૩.૫૮ લાખ કરોડનો વધારો થયો છે.