શેરબજાર ખુલતાં જ ધડામ... સેન્સેક્સમાં 850 તો નિફ્ટીમાં 200થી વધુ પોઇન્ટનો કડાકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AI Image |
Sensex and Nifty news : ભારતીય શેરબજારમાં આજે સવારથી જ ભારે વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલના તોફાની ઉછાળા બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યા છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ઊભી થયેલી નવી સુરક્ષા ચિંતાઓ અને રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફાખોરીને કારણે બજારમાં આ કડાકો બોલાયો છે.
સેન્સેક્સ 77,000ની નીચે સરક્યો
માહિતી મુજબ, BSE સેન્સેક્સ ગઈકાલના 77,562.90ના બંધ ભાવ સામે આજે 77,319.33 પર ખુલ્યો હતો. જોકે, બજાર ખુલતાંની સાથે જ તેમાં સતત ઘટાડો જોવા મળ્યો અને સમાચાર લખવા સુધીમાં સેન્સેક્સ 853.70 પોઇન્ટ (-1.10%) તૂટીને 76,709.20ના સ્તર પર પહોંચી ગયો છે. દિવસ દરમિયાન સેન્સેક્સ 76,676.53ની નીચી સપાટીએ પણ સ્પર્શ્યો હતો.
નિફ્ટીમાં 230 પોઇન્ટથી વધુનો ગાબડું
નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)નો નિફ્ટી-50 ઇન્ડેક્સ પણ આજે પછડાયો છે. નિફ્ટી ગઈકાલના 23,997.35ના બંધ ભાવ સામે આજે 23,909.05 પર નબળો ખૂલ્યો હતો. હાલમાં નિફ્ટી 232.85 પોઇન્ટ(-0.97%)ના ઘટાડા સાથે 23,764.50 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં દિવસ દરમિયાન 23,759.45ની લો સપાટી જોવા મળી હતી.
બજારમાં કડાકાના મુખ્ય કારણો:
પ્રોફિટ બુકિંગ: ગઈકાલે બજારમાં આવેલી મોટી તેજી બાદ આજે રોકાણકારોએ નફો વસૂલવાનું મુનાસિબ માન્યું છે.
હોર્મુઝમાં નવો ખતરો: ઈરાને હોર્મુઝ માર્ગમાં 'દરિયાઈ સુરંગો'ના જોખમને કારણે રૂટ બદલતા વૈશ્વિક સપ્લાય ચેઇન પર ફરી જોખમ ઊભું થઈ શકે છે.
ટ્રમ્પનું નિવેદન: ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા NATOની કરવામાં આવેલી ટીકાને કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધી છે.
ઈઝરાયલના હુમલા: સીઝફાયરના અહેવાલો વચ્ચે પણ લેબેનૉન પર થયેલા હવાઈ હુમલાએ રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે.









