Get The App

વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં વિક્રમી તેજીને બ્રેક: ઘરઆંગણે સ્થિર માહોલ

- અમદાવાદ સોનું વધીને રૂ.૧૦૯૫૦૦ની ટોચે પહોંચ્યું

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વ બજારમાં  કિંમતી ધાતુમાં વિક્રમી તેજીને બ્રેક: ઘરઆંગણે સ્થિર માહોલ 1 - image


મુંબઈ : વિશ્વ બજારમાં ઊંચા મથાળે કિંમતી ધાતુમાં પ્રોફિટ બુકિંગ આવતા વિક્રમી રેલીને ગુરુવારે બ્રેક લાગી હતી. ટેરિફના મુદ્દે અનિશ્ચિતતા તથા ફેડરલ રિઝર્વની ૧૬-૧૭ સપ્ટેમ્બરે મળી રહેલી બેઠક પહેલા સોનાચાંદીમાં ટ્રેડરો વેપારમાં સાવચેતી ધરાવી રહ્યાનું ચર્ચાતુ હતુ. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પાંખી વધઘટે ભાવ ઊંચા મથાળે સ્થિર રહ્યા હતા. ઓપેક દ્વારા ઉત્પાદન વધારવાના સંકેતે ક્રુડ તેલમાં ઘટાડો આગળ ધપ્યો હતો. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૫૯૪૫ મુકાતા હતા. ૯૯.૫૦ના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૫૫૨૧ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧૨૩૨૦૭ સ્થિર રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.  

અમદાવાદ બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૧૦૯૫૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવ ૧૦૯૨૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ૧૨૫૦૦૦ બોલાતા હતા. 

વિશ્વ બજારમાં સોનાના પ્રતિ ઔંસ ભાવ ૩૫૪૪ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૪૦.૯૦ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઔંસ દીઠ ૧૩૯૦ ડોલર જ્યારે પેલેડિયમ ૧૧૩૫ ડોલર મુકાતુ હતું. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૩.૨૪  ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૮ ડોલરની અંદર સરકી  ૬૬.૮૧ ડોલર મુકાતુ હતું.


Tags :